Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી રશિયામાં વર્લ્ડ કપ ફૂટબોલ જીતવા ખરાખરીનો જંગ

-૩૨ ટીમ, ૬૪ મેચ અને ૧૨ સ્ટેડિયમ પર નજર

-આજે રાત્રે ૮-૩૦ વાગે રશિયા- સાઉદી અરેબિયા

-ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મેસ્સી જેવા લેજન્ડની ટક્કર:ચાર લાખ ચાહકોએ ટિકિટ ખરીદી છે

મોસ્કો, તા. ૧૩ જુન 2018,બુધવાર

વર્લ્ડકપ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલથી રશિયામાં થઈ રહ્યો છે. તેમાં ૩૨ દેશો ક્વોલિફાય થઈ શક્યા છે. રશિયા યજમાન હોઈ તેને સીધો પ્રવેશ મળ્યો છે. જર્મનીમાં ૨૦૧૪ના વર્લ્ડકપનું આયોજન હોઈ તેનું ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે. ઇટાલી અને નેધરલેન્ડ જેવી ફૂટબોલની છેક ગત વર્લ્ડકપ સુધી દિગ્ગજ મનાતી ટીમ આ વખતે ક્વોલિફાઇડ થઈ નથી શકી.


આ વર્લ્ડકપનું મુખ્ય આકર્ષણ પોર્ટુગલના ક્રીસ્ટીઆનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાનો મેસ્સી બંનેમાંથી કોણ ચઢિયાતો દેખાવ કરે છે તે જોવાનું રહેશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦થી આ વર્લ્ડ કપની સૌ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાશે.


વર્લ્ડ કપ રશિયાના ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમો પર રમાશે જેમાં મોસ્કોનું લુઝનિકા અને સેંટ પિટસબર્ગનું ક્રેસ્તોવ્સકી સ્ટેડિયમ મહત્ત્વનું છે. નિર્ણાયક આખરી મુકાબલા ત્યાં રમાશે.


વર્લ્ડ કપનું માસ્કોટ 'ઝાબ્વિકા' છે જે એક શિયાળ છે. ભુરા અને સફેદ રંગનું ઉનનું ટી-શર્ટ અને ઓરેન્જ રંગના સ્પોર્ટસ ગ્લાસ તેને પહેરાવવામાં આવ્યા છે. જ્યારે ઓફિસીયલ સોંગ 'લીવ ઇટ અપ' છે જે અમેરિકાના ગાયક નીકી જામ વિલ સ્મિથ અને આલ્બેનિયન ગાયક ઇટ્રીકીસે ગાયું છે. વર્લ્ડકપમાં કુલ ૬૪ મેચો રમાશે ૩૨ ટીમોને ચાર- ચારના એમ આઠ ગુ્રપમાં વહેંચવામાં આવી છે.

ગુ્રપની ટોચની બે બે ટીમો એટલેકે ૧૬ ટીમો પ્રિ-ક્વોલિફાઇડ, નોક આઉટ તબક્કે પ્રવેશશે. 'ફીફા'એ ચાર લાખ ટિકિટ વેચી છે જેમાંથી ૪૫૦૦ જેટલા ભારતીય ચાહકોએ આ ટિકિટ ખરીદી છે વર્લ્ડ કપની ફાઇનલ ૧૫ જુલાઈએ યોજાશે ૨૦ અબજ ડોલરના કુલ બજેટ સાથે આ સમગ્ર વર્લ્ડ કપ યોજાશે જેમાં ખાસ નિર્માણ પામનાર કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ તેમાં સમાવેશ થાય છે.


ભારતમાં છેલ્લા વર્ષમાં ફૂટબોલની રમત પ્રત્યે ઠીક ઠીક જાગૃતિ જોવા મળી છે. ભાઇચુંગ ભુટિયા અને વર્તમાન ફૂટબોલના ભારતીય સ્ટાર છે અને કેપ્ટન સુનિલ છત્રીનું આ પ્રચાર- પ્રસારમાં યોગદાન છે. ભારતનું એક જમાનામાં ૧૪૨મુ ંંજેટલું વર્લ્ડ રેન્કિંગ હતું તે હવે ૯૭માં ક્રમાંકે પહોંચી ગયું હતું.

ઝોન પ્રમાણે વર્લ્ડ કપની ૩૨ ટીમ

યુરોપની ૧૪ ટીમો: ફ્રાંસ, પોર્ટુગલ, જર્મની, સર્બિયા, પોલેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જીયમ, આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, ક્રોએશિયા, સ્વીડન, ડેન્માર્ક અને યજમાન રશિયા.
એશિયાની ૫ ટીમો: ઇરાન, સાઉથ કોરિયા, જાપાન, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા
આફ્રિકાની ૫ ટીમો: ટયુનિશિયા, નાઇઝિરીયા, મોરક્કો, સેનેગલ, ઇજીપ્ત
ઉત્તર મધ્ય અમેરિકા અને કેરેબીયન ટીમો: મેક્સિકો, કોસ્ટારીકા, પનામા
સાઉથ અમેરિકાની ૫ ટીમો: બ્રાઝિલ, ઉરૃગ્વે, આર્જેન્ટિના, કોલમ્બિયા, પેરૃ

Post Comments