Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરર ઈન્ડિયન વેલ્સના ચોથા રાઉન્ડમાં: થિએમ-બર્ડિચ બહાર

- એન્ડરસને આર્જેન્ટીનાના કિચેરને ૭-૬ (૭-૧), ૭-૬ (૭-૩)થી હરાવ્યો

- હવે ફેડરર અને ચાર્ડી વચ્ચે મુકાબલો

ઈન્ડિયન વેલ્સ,તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ઈન ફોર્મ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર ફેડરરે જીતનો સિલસિલો જારી રાખતાં ૬-૨,૬-૧થી સર્બિયાના ફીલીપ ક્રાજીનોવિચને હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. ૩૬ વર્ષીય ટેનિસ સ્ટારનો મુકાબલો હવે ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે થશે. જેણે તેના જ દેશના એડ્રીન મેનારિનોને  ૭-૫, ૪-૬, ૬-૧થી પરાજય આપ્યો હતો.

૩૬ વર્ષીય ફેડરર છઠ્ઠી વખત ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઈટલ જીતવા તરફ આગળ વધી રહ્યો છે. તેણે માત્ર ૫૮ મિનિટમાં જ સર્બિયન ખેલાડીને હરાવીને આગેકૂચ કરી હતી. ફેડરરે ચાલુ સિઝનમાં શાનદાર દેખાવ કરતાં વર્ષની ૧૪મી મેચ રમતાં ૧૪મી જીત હાંસલ કરી હતી. તેણેઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ જાળવ્યા બાદ રોટ્ટેરડામ ઓપન પણ જીતી હતી.

જોકે ઈન્ડિયન વેલ્સમાં સર્જાયેલા બે મેજર અપસેટમાં ચેક રિપબ્લિકનો ટોમસ બર્ડિચ અને ઓસ્ટ્રીયાનો ડોમિનીક થિએમ બહાર ફેંકાયા હતા. થિએમ પગની ઈજાના કારણે પરેશાન હતો અને આખરે તેને ઉરૃગ્વેના પાબ્લો ક્યુવેસ સામે ૬-૩, ૪-૬, ૨-૬થી હારનો સામનો કરવો પડયો હતો. ૧૨મો સીડ ધરાવતા ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચને સાઉથ કોરિયાના યુવા ખેલાડી ચુંગે સીધા સેટોમાં ખુબ જ આસાનીથી ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો.

સાતમો સીડ ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને ૭-૬ (૭-૧), ૭-૬ (૭-૩)થી આર્જેન્ટીનાના કિચેરને પરાસ્ત કર્યો હતો. જ્યારે અમેરિકાના ફ્રિટ્ઝે ૪-૬, ૬-૨, ૭-૬ (૭-૧)થી સ્પેનના વર્ડાસ્કોની સામે વિજય મેળવ્યો હતો. ક્રોએશિયાના કોરિકે અપસેટ સર્જતાં૧૩મો સીડ ધરાવતા સ્પેનના બૌતીસ્તા એગ્યુટને હાર આપી હતી.

Post Comments