Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીલંકા સામેની શ્રેણીની તૈયારી શરૃ રિવર્સ સ્વિપ અને શોર્ટ બોલ પર ફોકસ

- કોહલી, ધવન, રહાણે, રોહિત જેવા ક્રિકેટરોએ ઈડન ગાર્ડનમાં પ્રેક્ટિસ કરી

કોલકાતા,તા.૧૩ સોમવાર નવેમ્બર 2017

શ્રીલંકા સામે ગુરુવારથી શરૃ થઈ રહેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની તૈયારીઓ ભારતીય ક્રિકેટરોએ શરૃ કરી દીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે યોજાયેલા પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભારતીય બેટ્સમેનોને રિવર્સ સ્વિપ તેમજ શોર્ટ બોલનો સામનો કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. ભારતીય બેટ્સમેનોએ પ્રેક્ટિસ સેશનમાં સ્પિનર્સ સામે રિવર્સ સ્વિપ સ્ટ્રોકની વધુ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે મીડિયમ પેસરોને શોર્ટ પીચ બોલ નાંખવાનું જણાવ્યું હતુ અને તેનો સામનો કરવાની પ્રેક્ટિસ પર ધ્યાન આપ્યું હતુ. ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૬મી નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે સાથે શિખર ધવન, અજિંક્યા રહાણે, લોકેશ રાહુલ જેવા ટોચના બેટ્સમેનો કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે પહોંચી ગયા છે અને તેમણે પ્રેક્ટિસ પણ શરૃ કરી દીધી છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફે નેટ્સમાં બેટીંગ કરવા માટે આવેલા આ ટોચના ખેલાડીઓ સામે થ્રો ડાઉન્સ કર્યા હતા. બરોડા સામેની રણજી મેચમાં પ્રથમ ઈનિંગના ડક બાદ બીજી ઈનિંગમાં રહાણેએ લડાયક બેટીંગ કરી હતી. આજે નેટ્સમાં તેણે અડધો કલાકથી વધુ સમય સુધી બેટીંગ પ્રેક્ટિસ કરી હતી. તેણે શોર્ટ પીચ બોલ પર ફોકસ કર્યું હતુ. ભારતીય ટીમે શ્રીલંકા સામેની શ્રેણીની સાથે સાથે આવતા વર્ષના પ્રારંભે યોજાનારા સાઉથ આફ્રિકાના પ્રવાસની તૈયારીઓ પણ શરૃ કરી દીધી હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતુ.

નેટ પ્રેક્ટિસમાં લોકેશ રાહુલ અને શિખર ધવનની જોડીએ વારાફરતી સ્પિન અને ફાસ્ટ બોલિંગનો સામનો કર્યો હતો. શ્રીલંકાના સ્પિનરો હેરાથ અને સનદાકનનો સામનો કરવા માટે ભારતે નેટ્સમાં અશ્વિન અને કુલદીપ યાદવને બોલિંગ કરાવી હતી. અઢી કલાકના ભારતીય પ્રેક્ટિસ સેશનમાં કેપ્ટન કોહલીએ સ્ટ્રેચિંગ તેમજ એક્સરસાઈઝની જુદી-જુદી ડ્રીલ્સ કરી હતી, આ પછી તેણે શોર્ટ પીચ બોલનો સામનો કરવા માટે કેટલાક થ્રો ડાઉન્સ સામે બેટીંગ કરી અને ત્યાર બાદ સ્પિનર્સ સામે રિવર્સ સ્વિપની પ્રેક્ટિસ કરી હતી.

ટોચના બેટ્સમેનોએ સ્પિનરો સામે રિવર્સ સ્વિપની પ્રેક્ટિસ કરી તો મીડલ ઓર્ડર બેટ્સમેન વ્રિધ્ધિમાન સાહાએ ડિફેન્સીવ બેટીંગ કરી હતી. તાજેતરમાં રણજી ટ્રોફી રમી ચુકેલા સૌરાષ્ટ્રના ટોચના ક્રિકેટરો ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા આજે પ્રેક્ટિસ સેશનમાં જોડાયા નહતા. ટીમના ઓફિસિઅલે જણાવ્યું હતુ કે, તેઓ કોલકાતા આવી પહોંચ્યા છે, પણ આજે પ્રેક્ટિસ સેશનમાં આવ્યા નથી. ભારતીય ઓપનર રોહિત શર્માને પીચનું નિરિક્ષણ કર્યું હતુ. આ પછી ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને બેટ્સમેન રહાણેએ પણ પીચને નિહાળી હતી.

કોલકાતામાં  ગુરુવારથી ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ
ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ ત્રણ વર્ષ પહેલા તા. ૧૩મી નવેમ્બર, ૨૦૧૪ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામેની વન ડેમાં ૨૬૪ રનની વિશ્વવિક્રમી ઈનિંગ રમી હતી. રોહિત શર્મા આ સાથે વન ડેમાં બે બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. રોહિતે તેની તોફાની ઈનિંગ દરમિયાન ૧૭૩ બોલનો સામનો કર્યો હતો, ૩૩ ચોગ્ગા અને ૯ છગ્ગા ફટકાર્યા હતા.ભારતે પાંચ વિકેટે ૪૦૪ રન ખડક્યા હતા. જવાબમાં શ્રીલંકા  ૨૫૧માં ખખડયું હતુ અને ભારત ૧૫૩ રનથી જીત્યું હતુ. યોગાનુયોગ રોહિત શર્મા તેના રેકોર્ડના ત્રણ વર્ષ પુરા થયા ત્યારે પણ ઈડન ગાર્ડન ખાતે હતો અને તેણે તેની યાદગાર ઈનિંગને વગોળી હતી. ક્રિકેટ ચાહકોએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રોહિતની આ સિદ્ધિને યાદ કરી હતી.

Post Comments