Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરરનો વિજયી પ્રારંભ : ભારતના ગુનેસ્વરને શાપોવાલોવને હરાવ્યો

- સ્ટુટગાર્ટ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ

તા.13 જૂન 2018, બુધવાર

સ્ટુટગાર્ટ : જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટ પર શરૃ થયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં ટોપ સીડ ધરાવતા સ્વિસ લેજન્ડ ફેડરરે વિજયી પ્રારંભ કર્યો હતો. ફેડરરે લાંબા બ્રેક બાદ વિજયી પુનરાગમન કરતાં ૩-૬, ૬-૪, ૬-૨થી જર્મનીના મિશા ઝ્વેરેવને હરાવ્યો હતો. જ્યારે ભારતના યુવા ખેલાડી ગુનેસ્વરને કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા કેનેડાના આશાસ્પદ ખેલાડી શાપોવાલોવને ત્રણ સેટના સંઘર્ષમાં ૭-૬ (૮-૬), ૨-૬, ૬-૩થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.

ગુનેસ્વરન બિનક્રમાંકિત ખેલાડી તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યો છે, જ્યારે શાપોવાલોવ છઠ્ઠો સીડ ધરાવતો હતો. બીજો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલીએ જર્મનીના મોલેકેરને ૬-૩, ૬-૪થી પરાસ્ત કર્યો હતો. જ્યારે સાતમો સીડ ધરાવતા રાઓનિકે બોસ્નીયાના બ્લાસીચને ૭-૬ (૧૦-૬), ૬-૨ના સંઘર્ષ બાદ હરાવ્યો હતો.

 

Post Comments