Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ નોકઆઉટ રાઉન્ડમાં

- ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપ : હોન્ડુરાસ અને ઈરાકે પણ વિજય મેળવ્યા

ગુવાહાટી/કોલકાતા,તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

ઈંગ્લેન્ડે મેક્સિકો સામે ૩-૨થી વિજય મેળવતા ભારતમાં ચાલી રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડનો આ સળંગ બીજો વિજય છે, તેમણે અગાઉ ૪-૦થી ચિલીને હરાવ્યું હતુ. જ્યારે ફ્રાન્સની ટીમે પણ સતત બીજો વિજય મેળવતા જાપાનને ૨-૧થી પરાજય આપ્યો હતો. મેક્સિકો સામેની પ્રથમ મેચ ડ્રો કરનારા ઈરાકે ૩-૦થી સાઉથ અમેરિકન ટીમ ચિલીને પરાસ્ત કર્યું હતુ. જ્યારે હોન્ડુરાસે ૫-૦થી ન્યુ કેલેડોનિયાને હરાવીને ભારતમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમા આગેકૂચ કરવાની આશાને જીવંત રાખી હતી. કોલકાતામાં ખેલાયેલા મુકાબલામાં ઈંગ્લેન્ડનું પ્રભુત્વ જોવા મળ્યું હતુ. ઈંગ્લેન્ડ તરફથી બ્રેવેસ્ટર, ફોડન અને સાન્ચોએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે મેક્સિકો તરફથી લાઈનેઝે બે ગોલ ફટકાર્યા હતા, પણ તે મેક્સિકોને હારથી બચાવી શક્યો નહતો.  ફ્રાન્સ તરફથી યુવા સ્ટ્રાઈકર એમીન ગાવરીએ ટીમને આગેકૂચ અપાવતો દેખાવ કર્યો હતો.એમીન ગોઉરીએ મેચની ૧૩મી અને ૭૧મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને ૨-૦થી સરસાઈ અપાવી હતી. જાપાન તરફથી મિયાત્સીરોએ પેનલ્ટીની મદદથી એક ગોલ કર્યો હતો, પણ આખરે તેમને હારનો સામનો કરવો પડયો હતો. પલાસ્કસ અને મેજીયાના બે-બે ગોલ તેમજ કનાલેસના એક ગોલની મદદથી હોન્ડુરાસે ૫-૦થી કેલેડોનિયાને કચડયું હતુ. જ્યારે મોહમ્મદ દાઉદના બે તેમજ વાલેન્સિયાના સેલ્ફ ગોલ એમ કુલ ત્રણ ગોલના અંતરથી ઈરાકે ચિલીને હરાવ્યું હતુ.

અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડ કપમાં આજના મુકાબલા

માલી વિ. ન્યુઝીલેન્ડ અને તુર્કી વિ. પેરાગ્વે સાંજે ૫.૦૦થી
ઘાના વિ. ભારત અને અમેરિકા વિ. કોલંબિયા સાંજે ૮.૦૦થી

Post Comments