Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે ફાઈનલમાં પ્રવેશવા ખરાખરીનો જંગ

- ઈંગ્લેન્ડને ૫૨ વર્ષ બાદ વર્લ્ડ કપની સેમિ ફાઈનલ જીતવાની આશા

-  ક્રોએશિયાનો પહેલી વખત ફાઈનલમાં પ્રવેશવાનો ઈરાદો :  મોસ્કોમાં રાત્રે ૧૧.૩૦થી મુકાબલો

મોસ્કો,તા.૧૦ જુલાઈ 2018, મંગળવાર

ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્રોએશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે 'સેમિ' ફાઈનલ મુકાબલો ખેલાશે. ક્રોએશિયા પાંચેય મેચમાં અજેય રહ્યા બાદ તેના ફૂટબોલ ઈતિહાસમાં સૌપ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશવાની આશા સાથે તૈયારી કરી રહ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ છેલ્લા ૫૨ વર્ષમાં પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. યુરોપની બરોબરીની ટીમો વચ્ચેનો મુકાબલો ભારતીય સમય પ્રમાણે આવતીકાલે રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ખેલાશે, ત્યારે લાખ્ખો ફૂટબોલ ચાહકોની નજર તેના પર મંડાયેલી રહેશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની સાથે રશફોર્ડ, રહીમ સ્ટર્લિંગ, જેસી લિન્ગાર્ડ તેમજ હેન્ડેરસન જેવા ખેલાડીઓ પર ચાહકોને વિજયી દેખાવની આશા છે. જ્યારે ક્રોએશિયાનો મદાર કેપ્ટન લુકા મોડ્રિકની સાથે સાથે માન્ઝુકીચ, ક્રામારિચ, રેબિચ તેમજ રેકિટિચ જેવા ખેલાડીઓ પર ટકેલો છે. રશિયામાં ચાલી રહેલો ૨૧માં ફૂટબોલ વર્લ્ડ કપ હવે છેક અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે અને દુનિયાભરના ફૂટબોલ ચાહકો આખરી મુકાબલાની રસાકસી માટે તૈયાર છે.

આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે લો પ્રોફાઈલ શરૃઆત કરતાં ધીરે ધીરે આગવી લય મેળવતા હરિફ ટીમો સામે પ્રભાવક વિજય મેળવ્યો હતો. ગારેથ સાઉથગેટના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ઈંગ્લેન્ડની ટીમે પનામા સામે ૬-૧થી જીત મેળવીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ. કોલંબિયા સામેની બેડ ટેમ્પર્ડ મેચમાં તેઓ પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતા બન્યા હતા. જ્યારે આખરે સ્વિડન સામેની તેમની જીત યાદગાર રહી હતી.

જ્યારે લુકા મોડ્રિકની આગેવાની હેઠળની ક્રોએશિયાની ટીમે વર્લ્ડ કપના ગૂ્રપ સ્ટેજની તમામ મેચો જીતીને તેમના ફૂટબોલ ઈતિહાસમાં નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. જોકે આ પછી તેઓ નોકઆઉટની બંને મેચોમાં પેનલ્ટી શૂટઆઉટને સહારે જીતવામાં સફળ રહ્યા છે. ઈંગ્લેન્ડ જેની હાઈસ્કોરિંગ ટીમ સામે જીતવા માટે તેમણે આક્રમક દેખાવની સાથે ગોલ ફટકારવાની તકોને ઝડપી લેવી પડશે. ક્રોએશિયાની મીડ ફિલ્ડરની અસરકારક રમત હરિફોને પરેશાન કરતી રહી છે અને ઈંગ્લેન્ડ માટે આ જ કોમ્બિનેશન પરેશાનીનું કારણ બની શકે છે.

ઈંગ્લેન્ડ ૨૮ વર્ષ બાદ સેમિ ફાઈનલ રમશે, છેલ્લે ૧૯૯૦ના વર્લ્ડ કપમાં અંતિમ ચારમાં પ્રવેશ્યું હતુ.

ઈંગ્લેન્ડની ત્રીજી સેમિ ફાઈનલ યુરોપમાં
ઈંગ્લેન્ડ તેના ફૂટબોલ ઈતિહાસની ત્રણેય સેમિ ફાઈનલ યુરોપની ધરતી પર જ રમ્યું છે. આ અગાઉ તેઓ ૧૯૬૬માં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા હતા. જ્યારે ૧૯૯૦માં ઈટાલીમાં વર્લ્ડ કપ રમાયો ત્યારે પણ તેઓ અંતિમ ચારમાં એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે આ વખતે રશિયામાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે, ત્યારે તેઓ વિજયકૂચ સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

ઈંગ્લેન્ડનો 'લકી' પ્લેયર,જે છેલ્લી ૩૦ મેચથી હાર્યો નથી!

ઈંગ્લેન્ડનો મીડફિલ્ડર જોર્ડન હેન્ડેરસન ટીમ માટે 'લકી' સાબિત થયો છે. તે છેલ્લી ૩૦ મેચમાં રમ્યો છે તેમાંથી એક પણ ઈંગ્લેન્ડ હાર્યું નથી. ઈંગ્લેન્ડના ખેલાડી તરીકે સૌથી વધુ મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ તેણે પોતાના નામે કરી લીધો છે. હવે સેમિ ફાઈનલમાં પણ ઈંગ્લેન્ડ ઈચ્છી રહ્યું છે કે, હેન્ડેરસનનો આ રેકોર્ડ જારી રહે.
ઈંગ્લેન્ડ

ગ્રુપ સ્ટેજ

ટયુનિશિયા સામે ૨-૧થી વિજય

પનામા સામે ૬-૧થી વિજય

બેલ્જીયમ સામે ૦-૧થી પરાજય

રાઉન્ડ ઓફ ૧૬

કોલંબિયા સામે ૧-૧થી ડ્રો

બાદ પેનલ્ટીમાં ૪-૩થી વિજય

ક્વાર્ટર ફાઈનલ

સ્વિડન સામે ૨-૦થી વિજય

'ઈંગ્લેન્ડને વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની મળેલી આ શ્રેષ્ઠતમ તક છે. અમે અમારી રમતનો પ્રભાવ દેખાડયો છે. અમે દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને આ જ કારણે અમે સેમિ ફાઈનલમાં જીતવા માટે સક્ષમ છીએ. હું ફાઈનલમાં પ્રવેશવાનું સ્વપ્ન જોઈ રહ્યો છું અને મારૃ સ્વપ્ન વિશાળ બની રહ્યું છે.' - કાયલ વોકર, ઈંગ્લિશ ફૂટબોલર

'આ જિંદગીમાં એક વખત બનતી ઘટના છે. કોઈ થાકેલું નથી. બધા ઉર્જાથી છલોછલ છે. હું તો ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ પહેલા જ ફેવરિટ મનાતો હતો. તેમની પાસે પાવરફૂલ યુવા ખેલાડીઓ છે, જેના કારણે અમારી વચ્ચેની સેમિ ફાઈનલ મેચ અત્યંત ખરાખરીની બનશે.' - એન્ડ્રેજ ક્રેમારિચ,

ક્રોએશિયન

ફૂટબોલર

ક્રોએશિયા ૨૦ વર્ષ બાદ અંતિમ ચારમાં પ્રવેશ્યું છે. છેલ્લે ૧૯૯૮માં તેઓ સેમિ ફાઈનલમાં રમ્યા હતા

ક્રોએશિયા સળંગ પાંચ વર્લ્ડ કપ મેચમાં અજેય

લુકા મોડ્રિકની આગેવાની હેઠળની ક્રોએશિયાની ટીમે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો છે. આ સાથે વર્લ્ડ કપમાં તેઓ સળંગ પાંચ મેચમાં અજેય રહ્યા છે. ચાલુ વર્લ્ડ કપમાં હવે માત્ર બે જ ટીમો એવી છે કે, જેઓ શાનદાર દેખાવ કરતાં આગળ વધી છે. ક્રોએશિયાએ તેની ત્રણેય ગૂ્રપ મેચ જીતી લીધી હતી. જે પછી નોકઆઉટની બંને મેચોમાં પેનલ્ટી શૂટઆઉટને સહારે વિજય મેળવ્યો હતો. જે ઘટના ૧૯૯૦ બાદ બની હતી.

ફિફાની કબુલાત : ફાસીસ્ટ બેનર અંગે ક્રોએશિયાને ખાનગીમાં ચેતવણી અપાઈ

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં જો કોઈ પણ દેશના ચાહકો અયોગ્ય વ્યવહાર કરે કે ગેરશિસ્ત દાખવે તો જે તે દેશના ફૂટબોલ ફેડરેશનને સજા ફટકારવામાં આવતી હોય છે. હાલમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેના મુકાબલા અગાઉ જ ક્રોએશિયાના કેટલાક ચાહકોએ ફાસીસ્ટ બેનર સાથે તેમની ટીમની સફળતાની ઉજવણી કરી હતી. જોકે આ અંગે ફિફાએ ખાનગીમાં ક્રોએશિયાના ફૂટબોલ ફેડરેશનને આ અંગે ચેતવણી આપી હતી અને આખા મામલાને કવરઅપ કર્યો હતો. હવે ઈંગ્લિશ મીડિયાએ આ અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે, હા, અમે ક્રોએશિયાના ફેડરેશનને તેમના ચાહકો દ્વારા દર્શાવવામાં આવતા રાજકીય તેમજ વંશીય બેનર્સ અંગે ચેતવણી આપી હતી.

રબરના ચિકનની મદદથી ઈંગ્લેન્ડનું વોર્મઅપ

ઈંગ્લેન્ડના ફૂટબોલરો ક્રોએશિયા સામેની સેમિ ફાઈનલમાં ખાસ રબરના બનાવેલા ચિકનથી વોર્મઅપ કરતાં જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડનું આ પ્રકારનું વોર્મઅપ વિચિત્ર અને અસામાન્ય લાગતું હતુ. સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના આ પ્રકારના વોર્મ અપ અંગે કેટલાકે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યારે કેટલાકે તેમનો બચાવ પણ કર્યો હતો.

ક્રોએશિયા

ગ્રુપ સ્ટેજ

નાઈજીરિયા સામે ૨-૦થી વિજય
આર્જન્ટીના સામે ૩-૦થી વિજય
આઇસલેન્ડ સામે ૨-૧થી વિજય
રાઉન્ડ ઓફ ૧૬

ડેનમાર્ક સામે ૧-૧થી ડ્રો બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૨થી વિજય

ક્વાર્ટર ફાઈનલ

રશિયા સામે ૨-૨થી ડ્રો બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી વિજય

ફ્લેશબેક : ઈંગ્લેન્ડ ૪, ક્રોએશિયા ૨

ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે આવતીકાલે ખેલાનારો સેમિ ફાઈનલ મુકાબલો વર્લ્ડ કપના ઈતિહાસનો સૌપ્રથમ મુકાબલો બની જશે. અગાઉ બંને ટીમો વચ્ચે કુલ સાત મુકાબલા ખેલાઈ ચૂક્યા છે, જેમાંથી ઈંગ્લેન્ડ ચારમાં વિજેતા બન્યું છે, જ્યારે બે ક્રોએશિયાના નામે રહ્યા છે. જોકે મહત્વની બાબત એ છે કે, બંને વચ્ચે છેલ્લા નવ વર્ષમાં આ પહેલો મુકાબલો ખેલાશે. છેલ્લે તેઓ ૨૦૧૦ના વર્લ્ડ કપના ક્વોલિફાયર્સમાં ટકરાયા હતા, જેમાં ઈંગ્લેન્ડે ૫-૧થી વિજય મેળવ્યો હતો. બંને વચ્ચેના મુકાબલા પર એક નજર...

  • ૧૯૯૬ : ૨૪ એપ્રિલ, ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ ૦-૦થી ડ્રો
  • ૨૦૦૩ : ૨૦ ઓગસ્ટ, ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ ઈંગ્લેન્ડ ૩-૧થી જીત્યું
  • ૨૦૦૪ : ૨૧ જુન,  યુરો કપની મેચ ઈંગ્લેન્ડ ૪-૨થી જીત્યું
  • ૨૦૦૬  : ૧૧ ઓક્ટોબર, યુરો કપ ક્વોલિફાઈંગ મેચ ક્રોએશિયા ૨-૦થી જીત્યું
  • ૨૦૦૭  : ૨૧ નવેમ્બર, યુરો કપ ક્વોલિફાઈંગ મેચ ક્રોએશિયા ૩-૨થી જીત્યું
  • ૨૦૦૮  : ૧૦ સપ્ટેમ્બર, વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચ ઈંગ્લેન્ડ ૪-૧થી જીત્યું
  • ૨૦૦૯  : ૯ સપ્ટેમ્બર, વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચ ઈંગ્લેન્ડ ૫-૧થી જીત્યું

Post Comments