Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોહિત શર્માની સદી છતાં ભારતે જંગી સ્કોર ખડકવાની તક ગુમાવી

- કોહલી-રહાણે રનઆઉટ થતાં ભારત પર સર્જાયેલા દબાણનો લાભ ઉઠાવતા એનગિડીએ ચાર વિકેટ ઝડપી : ભારતના ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૭૪

- સાઉથ આફ્રિકાની ભૂમિ પર ૧૧ ઈનિંગ બાદ રોહિતે પહેલી વખત ૫૦થી વધુનો સ્કોર કર્યો

પોર્ટ એલિઝાબેથ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

રોહિત શર્માએ સાઉથ આફ્રિકાની ભૂમિ પર ૧૨મી વન ડેમાં પહેલી વખત ૫૦થી વધુનો સ્કોર કરતાં ફટકારેલી ૧૭મી સદી છતાં મીડલ ઓર્ડરના ધબડકાને લીધે ભારત સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન ડેમાં જંગી સ્કોર ખડકવાની તક ચુકી ગયું હતુ.

રોહિત શર્માએ તો લાંબા સમય બાદ ફોર્મ બતાવતા ૧૨૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૧૫ રન ફટકાર્યા હતા. જોકે કેપ્ટન કોહલી અને ત્યાર બાદ રહાણે રનઆઉટ થતાં ભારત પર દબાણ સર્જાયું હતુ. આ પછી સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનગિડીએ ભારત પર ભીંસ વધારતાં ચાર વિકેટ ઝડપતાં રનગતિ પર અંકુશ લગાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક તબક્કે ૨૫. ૨ ઓવરમાં ૧૫૩/૧ હતો, જોકે ટીમ ૫૦ ઓવરના અંતે ૭ વિકેટે ૨૭૪ના સ્કોર સુધી પહોંચી શકી હતી. ભારત શ્રેણીમાં ૪-૧થી સરસાઈ ધરાવે છે.

જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. ભારતે ધીમી શરૃઆત બાદ મેચ પર પકડ જમાવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ફરી જંગી સ્કોર ખડકશે તેમ લાગતું હતુ. જોકે, મીડલ ઓવર્સમાં કોહલી અને રહાણે રનઆઉટ થતાં ભારતની રનગતિ પર બ્રેક લાગી હતી. આ પછી સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનગિડીએ રોહિત શર્મા બાદ ઐયર, હાર્દિક પંડયા અને ધોનીની વિકેટ ઝડપતાં ભારતને ૭ વિકેટે ૨૭૪ સુધી સિમિત રાખ્યું હતુ.

રોહિત શર્માએ આખરે ફોર્મ મેળવ્યું : ૧૭મી વન ડે સદી
સાઉથ આફ્રિકાની ભૂમિ પર અત્યાર સુધી રમાયેલી ૧૧ વન ડે ઈનિંગમાં રોહિત શર્મા ક્યારેય ૨૩થી વધુ રન ફટકારી શક્યો નહતો. જોકે પોર્ટ એલિઝાબેથમાં તેણે પોઝિટીવ શરૃઆત કરતાં ૫૦ બોલમાં અડધી સદી પુરી કર્યા બાદ કારકિર્દીની ૧૭મી સદી ૧૦૭ બોલમાં પૂર્ણ કરી હતી. રોહિતે તેની ઈનિંગમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. આમ તેણે ૬૮ રન તો બાઉન્ડ્રીની મદદથી ફટકાર્યા હતા. તેણે કારકિર્દીની ૧૭મી સદી નોંધાવવાની સાથે પહેલી વખત સાઉથ આફ્રિકાની ભૂમિ પર વન ડેમાં ૫૦ કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.
 

રન

૧૧૫

બોલ

૧૨૬

ચોગ્ગા

૧૧

છગ્ગા



કોહલી અને રહાણે રનઆઉટ થતાં ભારતને આકરો ફટકો
રોહિત શર્માએ શાનદાર ફોર્મ સાથે બેટીંગ કરવાનું શરૃ કરતાં કેપ્ટન કોહલીએ તેને ભરપૂર સપોર્ટ મળી રહે તે પ્રકારે બેટીંગ કરી હતી. આમ, રોહિત અને કોહલીએ ૧૦૫ રનની ભાગીદારી પણ બીજી વિકેટમાં નોંધાવી હતી. આ તબક્કે લાગતું હતુ કે, ભારત ૫૦ ઓવરના અંતે આસાનીથી ૩૦૦થી વધુનો સ્કોર ખડશે. જોકે ૨૬મી ઓવરમાં સર્જાયેલા મિક્સઅપમાં કોહલી (૩૬)ને ડયુમિનીએ રનઆઉટ કર્યો હતો. આ પછી ૩૨મી ઓવરમાં રહાણેને મોર્કેલના થ્રો પર ક્લાસૅને રનઆઉટ કર્યો હતો. જેના કારણે એક તબક્કે ૧૫૩/૧નો સ્કોર ધરાવતું ભારત ૧૭૬/૩ પર ફસડાયું હતુ.

રોહિત-કોહલીની જોડી સાતમી વખત રનઆઉટથી તુટી!
રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન ડેમાં બીજી વિકેટની શતકીય ભાગીદારી કરી હતી.જોકે આ જોડી સાતમી વખત રનઆઉટથી ત્યારે તુટી હતી, જ્યારે કોહલીને ડયુમિનીએ રન આઉટ કર્યો હતો. નોંધપાત્ર છે કે, સામેના છેડે રોહિત શર્મા હોય અને કોહલી રનઆઉટ થયો હોય તેવીઆ પાંચમી ઘટના હતી. જ્યારે બે વખત કોહલી સામે છેડે હોય ત્યારે રોહિત રનઆઉટ થયો છે. યોગાનુંયોગરોહિત સામેના છેડે હોય અને કોહલી રનઆઉટ થયો હોય તેવી પાંચમાંથી ચાર મેચમાં રોહિતે સદી ફટકારી છે અને એકમાં અડધી સદી ફટકારી છે.

કોહલી રનઆઉટ થાય તે મેચમાં રોહિતની યાદગાર બેટીંગ!
રોહિત શર્મા સામેના છેડે હોય અને કોહલી રનઆઉટ થાય તે પછી મુંબઈના બેટ્સમેન રોહિતે યાદગાર ઈનિંગ રમી છે. આવી સૌપ્રથમ ઘટના ૨૦૧૧માં બની હતી, ત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કોહલી રનઆઉટ થયો તે પછી રોહિત શર્માએ૫૭ રન ફટકાર્યા હતા. આ પછી ૨૦૧૩મં ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં કોહલી રનઆઉટ થયો તે સમયે સામે છેડે રહેલા રોહિતે ૨૦૯ રનની ઈનિંગ રમી હતી. ૨૦૧૪માં શ્રીલંકા સામે પણ કોહલી રનઆઉટ થયો ત્યારે સામે છેડે રમતાં રોહિત શર્માએ ૨૬૪ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. આ પછી ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં પણ કોહલી રનઆઉટ થયો ત્યારે સામે છેડે રમતાં રોહિતે જવાબદારી ઉઠાવી લીધઈ હતી અને ૧૨૪ રન કર્યા હતા. આ મેચમાં પણ પાંચમી વખત ઈતિહાસનું પુનરાવર્તન થયું હતુ.

હાઈએસ્ટ રનઆઉટ થનારી જોડીઓમાં બીજા ક્રમે
રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી ભારત તરફથી વન ડેમાં સૌથી વધુ વખત એક-બીજાને રનઆઉટ કરાવનારી જોડીમાં સંયુક્તપણે બીજા ક્રમે આવી ગઈ છે. પ્રથમ ક્રમે ૧૭૬માંથી કુલ મળીને ૯ વખત એકબીજાને રનઆઉટ કરાવનારી જોડીમાં ગાંગુલી અને તેંડુલકરને સ્થાન મળે છે. જ્યારે બીજો ક્રમ દ્રવિડ અને ગાંગુલીનો છે. જેઓ ૮૭ ભાગીદારીમાં કુલ મળીને ૭ વખત રનઆઉટ થયા છે. રોહિત-કોહલીની જોડી ૬૨ ભાગીદારીમાંથી કુલ મળીને ૭ વખત રનઆઉટ થઈ છે.

એનગિડીની ૪ વિકેટ : આખરી પાંચ ઓવરમાં માત્ર ૩૪ રન
આખરી ઓવરોમાં આક્રમક બેટીંગ માટે જાણીતા ભારતીય બેટ્સમેનો સાઉથ આફ્રિકા સામેની પાંચમી વન ડેમાં દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ભારતે આખરી ૧૦ ઓવરમાં ૬૫ રન જોડયા હતા અને ચાર વિકેટ ગુમાવી હતી. જ્યારે આખરી પાંચ ઓવરમાં ભારત તેના સ્કોરમાં વધુ ૩૪ રન ઉમેરી શક્યું હતુ. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનગિડીએ ૫૧ રનમાં ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

ભારત

-

રન

બોલ

ધવન કો.ફેલુકવાયો બો.રબાડા

૩૪

૨૩

રોહિત કો.ક્લાસૅન બો.એનગિડી

૧૧૫

૧૨૬

૧૧

કોહલી રનઆઉટ

૩૬

૫૪

રહાણે રનઆઉટ

૧૮

ઐયર કો.ક્લાસૅન બો.એનગિડી

૩૦

૩૭

પંડયા કો.ક્લાસૅન બો.એનગિડી

ધોની કો.માર્કરામ બો.એનગિડી

૧૩

૧૭

બી.કુમાર અણનમ

૧૯

૨૦

કુલદીપ અણનમ

વધારાના (વાઈડ ૭, બાય ૧, લેગબાય ૯)

૧૭

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૭ વિકેટે

૨૭૪

 

 

 


વિકેટનો ક્રમ:  ૧-૪૮ (ધવન, ૭.૨), ૨-૧૫૩ (કોહલી, ૨૫.૩), ૩-૧૭૬ (રહાણે, ૩૧.૫), ૪-૨૩૬ (રોહિત, ૪૨.૨), ૫-૨૩૬ (પંડયા, ૪૨.૩), ૬-૨૩૮ (ઐયર, ૪૪.૨), ૭-૨૬૫ (ધોની, ૪૮.૨) બોલિંગ : મોર્કેલ ૧૦-૨-૪૪-૦, રબાડા ૯-૦-૫૮-૧, એનગિડી ૯-૧-૫૧-૪, ફેલુકવાયો ૮-૦-૩૪-૦, ડયુમિની ૪-૦-૨૯-૦, શમ્સી ૧૦-૦-૪૮-૦.

Post Comments