Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રોએશિયાએ ફરી હારની બાજી જીતમાં પલ્ટી : ઈંગ્લેન્ડ ઐતિહાસિક તક ચૂક્યું

- વર્લ્ડ કપની સળંગ ત્રીજી નોકઆઉટ મેચમાં ૦-૧ પાછળ પડયા બાદ ક્રોએશિયાનો લડાયક વિજય : એક્સ્ટ્રા ટાઈમ પુ

મોસ્કો,તા. 12 જૂલાઇ 2018 ગુરુવાર

ફૂટબોલ વર્લ્ડ કપમાં સુપર ફાઈટર્સ તરીકેની ઓળખ ઉભી કરનારા ક્રોએશિયાએ ફરી એક વખત હારની બાજીને જીતમાં પલ્ટી નાંખતાં ઈંગ્લેન્ડ પાસેથી ઈતિહાસ રચવાની તક આંચકી લઈને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્લ્ડ કપની ઈમોશનલ સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે પાંચમી મિનિટે જ ટ્રિપિયરના ફ્રી કિક પરના ગોલને સહારે સરસાઈ મેળવી હતી. જ્યારે ૬૮મી મિનિટે પેરિસીચે ક્રોએશિયાને બરોબરી અપાવી હતી. એક્સ્ટ્રા ટાઈમમાં માત્ર ૧૧ મિનિટ બાકી હતી, ત્યારે માન્ઝુકીચે ફટકારેલા ગોલને સહારે ક્રોએશિયાએ ૨-૧થી જીત મેળવીને સૌપ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે 'થ્રી લાયન્સ' તરીકે ઓળખાતું ઈંગ્લેન્ડ ૧૯૬૬ બાદ પહેલી વખત ફાઈનલમાં પ્રવેશવાની ગોલ્ડન તક ચૂકી ગયું હતુ. ક્રોએશિયાએ આ સાથે ૨૧માં ફૂટબોલ વર્લ્ડ કપમાં સળંગ ત્રીજી નોક-આઉટ મેચમાં ૦-૧થી પાછળ પડયા બાદ જબરજસ્ત કમબૅક કરતાં બરોબરી મેળવી હતી અને આખરે ઐતિહાસિક વિજય સાથે ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી.

મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ૭૮,૦૦૦થી વધુ સમર્થકોની ઉન્માદી હાજરીમાં રમાયેલી ફૂટબોલ વર્લ્ડ કપની ક્લાસિક સેમિ ફાઈનલમાં ક્રોેએશિયાએ વિજય મેળવતા રશિયાથી લઈને ક્રોએશિયાના ઝાગ્રેબ સહિતના મેજર શહેરોમાં જીતનો જશ્ન શરૃ થઈ ગયો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ચાહકોમાં ભારે ગમગીનીનો માહૌલ સર્જાયો હતો. ઈંગ્લેન્ડના ફૂટબોલરો મેદાન પર જ ધુ્રસ્કે ધુ્રસ્કે રડતાં જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને ક્રોએશિયાના ખેલાડીઓમાં નિર્ધારિત ૯૦ મિનિટ અને ત્યાર બાદ એક્સ્ટ્રા ટાઈમની ૧૮મી મિનિટ સુધી બરોબરીનો મુકાબલો જોવા મળ્યો હતો, પણ થકવી નાંખે તેવા જંગમાં ઈંગ્લિશ ડિફેન્ડરોની આખરી પળોની ભૂલ ટીમને ભારે પડી હતી.

ક્રોએશિયાની કમબૅક વિજયની હેટ્રિક

ક્રોએશિયા રાઉન્ડ ઓફ ૧૬માં ડેનમાર્ક સામે શરૃઆતમાં જ ૦-૧થી પાછળ પડી ગયું હતુ. જે પછી ક્રોએશિયાએ માન્ઝુકિચના ગોલને સહારે ૧-૧થી બરોબરી મેળવી હતી. જે પછી પેનલ્ટી શૂટઆઉટમાં તેઓ ૩-૨થી વિજેતા બન્યા હતા. આ પછી ક્વાર્ટર ફાઈનલમાં પણ રશિયા સામે તેઓ ૩૧ મિનિટ બાદ ૦-૧થી પાછળ પડી ગયા હતા. જોકે ત્યાર બાદ મેચ નિર્ધારિત સમય બાદ ૨-૨થી બરોબરી પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં તેઓ ૪-૩થી જીત્યા હતા. હવે તેઓએ ઈંગ્લેન્ડ સામે કમબેક વિજયની હેટ્રિક સર્જી હતી. નોંધપાત્ર છે કે, નોકઆઉટની ત્રણેય મેચમાં એક્સ્ટ્રા ટાઈમમાં ખેંચનારો ક્રોએશિયા ૧૯૯૦ બાદનો પહેલો દેશ બન્યો હતો.

ક્રોેએશિયન ડિફેન્ડર વર્સાલ્કોનું સુપર્બ પર્ફોમન્સ

ઈંગ્લેન્ડ સામેની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં ક્રોએશિયાના ડિફેન્ડર સિમે વર્સાલ્કોએ જોરદાર દેખાવ કરતાં ગોલ બચાવ્યો હતો. જે નિર્ણાયક સાબિત થયો હતો. નિર્ધારિત સમય બાદ બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહેતાં મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ખેંચાઈ હતી, જેમાં શરૃઆતમાં જ ઈંગ્લેન્ડે ક્રોએશિયા પર જબરજસ્ત આક્રમણ કર્યું હતુ અને જોન સ્ટોન્સે પાવરફૂલ હેડર ફટકારતાં બોલ ગોલમાં જઈ રહ્યો હતો અને ક્રોએશિયન ગોલકિપર સુબાસીચ પણ તેને અટકાવી શકે તેમ નહતો. આ સમયે વર્સાલ્કો બરોબર ગોલ પોસ્ટની કોર્નરમાં આવેલી ગોલલાઈન પર પહોંચી ગયો હતો અને ગોલમાં જઈ રહેલા બોલને હેડર વડે બહાર ધકેલ્યો હતો. ઈંગ્લેન્ડ આવો શાનદાર પ્રયાસ નિષ્ફળ જતાં હતાશ થયું હતુ, જ્યારે ક્રોએશિયા વધુ આક્રમક બન્યું હતુ.

ઈંગ્લેન્ડ સતત ચોથી મેજર ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં હાર્યું

ક્રોએશિયા સામેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર સાથે ઈંગ્લેન્ડ સળંગ ચોથી મેજર ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં હારીને બહાર ફેંકાયું હતુ. તેઓ છેલ્લે ૧૯૬૬ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં જીતીને ફાઈનલમાં પ્રવેશ્યા હતા. જોકે ત્યાર બાદ ૧૯૬૮ના યુરો કપની સેમિ ફાઈનલમાં યુગોસ્લાવિયા સામે, ૧૯૯૦ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પશ્ચિમ જર્મની સામે અને ૧૯૯૬ના યુરો કપમાં જર્મની સામે હારીને બહાર ફેંકાયા હતા.

બીજી સેમિ ફાઈનલ : મેચ અપડેટ

ક્રોએશિયા

વિગત

ઈંગ્લેન્ડ

૫૪%

બોલ પઝેશન

૪૬%

૨૨

ગોલ-પ્રયાસ

૧૧

બ્લોક

૨૩

ફાઉલ

૧૪

યલો કાર્ડ

કોર્નર

૧૭

ફ્રિ કીક

૨૪

સૅવ


ઈંગ્લેન્ડને બિન-સત્તાવાર મોજા બદલ રૃા. ૪૫.૨૮ લાખનો દંડ ફટકારાયો !

ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના કેટલાક ખેલાડીઓ પગમાં બિન-સત્તાવાર મોજા પહેરીને રમવા ઉતરતાં ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફાએ ઈંગ્લેન્ડના ફૂટબોલ એસોસિએશનને ૫૦ હજાર પાઉન્ડ એટલે કે આશરે રૃપિયા ૪૫.૨૮ લાખનો દંડ ફટકાર્યો છે. વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડના ડેલે અલી, એરિક ડિયર અને રહીમ સ્ટિર્લિંગ વર્લ્ડ કપના ઓફિસિઅલ મોજાને બદલે એન્કલને પ્રોટેશન આપતાં ખાસ પ્રકારના મોજા પહેરીને રમવા ઉતર્યા હતા. ફિફાએ પહેલા ઈંગ્લેન્ડને ચેતવણી આપી હતી. જોકે સ્વિડન સામેની ક્વાર્ટર ફાઈનલમાં તેનું પુનરાવર્તન થતાં તેમને દંડ થયો છે.

રવિવારે ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ

ક્રોએશિયાએ ઈંગ્લેન્ડ સામે ૨-૧થી વિજય મેળવતા ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કરી લીધો છે. અગાઉ રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં ફ્રાન્સે ૧-૦થી બેલ્જીયમને પરાજય આપ્યો હતો. હવે તારીખ ૧૫મી જુલાઈને રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ વાગ્યાથી ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફૂટબોલ વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો ખેલાશે. જ્યારે સેમિ ફાઈનલમાં હારનારા ઈંગ્લેન્ડ અને બેલ્જીયમ વચ્ચે તારીખ ૧૪મી જુલાઈને શનિવારે સાંજે ૭.૩૦થી થર્ડ પ્લેસ પ્લેઓફ મેચ રમાશે.

મને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પર ગર્વ છે :  કોચ

ઈંગ્લેન્ડના કોચ ગારેથ સાઉથગેટે ક્રોએશિયા સામેની હાર બાદ કહ્યું કે, હાલના તબક્કે પરાજયને કારણે હું દુ:ખ અનુભવી રહ્યો છું. જોકે મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. હાલના સમયમાં ઈંગ્લેન્ડના સમર્થકો જે પ્રકારે ટીમને બિરદાવી રહ્યા છે તે જ દર્શાવે છે કે, અમારી ટીમ કેટલી આગળ વધી છે. અહીનો અનુભવ અમારા ખેલાડીઓ માટે ઉપયોગી સાબિત થશે. હજું તેઓ યુવા છે અને તેમણે ઘણી લાંબી મજલ કાપવાની છે. અમારા ખેલાડીઓએ આ મેચમાં તમામ પ્રયાસ કર્યા હતા. જોકે ઘણી વાર એવું બનતું હોય છે કે, તમે તકને ઝડપી શકતાં નથી. હાલની પરિસ્થિતિમાં ડ્રેસિંગરૃમ સૌથી મુશ્કેલ સ્થિતિમાંછે.

અમારા કેટલાક ખેલાડીઓ ઈજા છતાં રમ્યા અને જીત્યા :  કોચ ડેલિચ

ક્રોએશિયાએ ઈંગ્લેન્ડ સામેના હાઈવોલ્ટેજ અને મેરેથોન મુકાબલામાં જીત મેળવતા પહેલી વખત ફાઈનલાં પ્રવેશ મેળવ્યો હતો. જે પછી કોચ ઝ્લાટ્કો ડેવિચે ખેલાડીઓના વખાણ કરતાં કહ્યું કે, અમારા ખેલાડીઓ જે પ્રકારનો સ્ટેમિના અને જુસ્સો દેખાડયો છે તે કાબિલે તારિફ છે. કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં રમવા ઉતર્યા હતા, જેઓ અન્ય કોઈ મેચ હોત તો આરામ કરવાનું પસંદ કરત. એટલું જ નહી બે ખેલાડીઓ તો માત્ર એક જ પગની મુવમેન્ટને સહારે રમ્યા હતા. મેં જ્યારે થાકેલા ખેલાડીઓને સબસ્ટીટયૂટ કરવાની તૈયારી બતાવી ત્યારે તેમણે ઈનકાર કરી દીધો. અમારા બધા ખેલાડીઓ રમવા માટે તૈયાર હતા. અમારા ખેલાડીઓના આ જુસ્સા પર મને ગર્વ છે.  

ઈંગ્લેન્ડની હારથી ઈંગ્લેન્ડના મેજર શહેરો જેવા કે લંડન, માન્ચેસ્ટર, બર્મિગહામ, લીડ્ઝ વિગેરેમાં સન્નાટો મચી ગયો હતો. ઈંગ્લેન્ડના સમર્થકોના ચહેરાઓ પર હારની ગમગીની અને આંસૂભરી હતાશા જોઈ શકાતી હતી. નાનકડા ક્રોએશિયાની આ બ્રિટન જેવા મેજર નેશન સામેની જીત વિશ્વવિજયથી કમ નહતી.

1 ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત  ફાઈનલમાં પ્રવેશ્યું છે. તેઓ ૧૯૯૮થી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે અને તે જ વર્ષે સેમિ ફાઈનલમાં પ્રવેશ્યા હતા અને ફ્રાન્સ સામે હારીને બહાર ફેંકાયા હતા.
2 ઈગ્લેન્ડ વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત ફાઈનલમાં પ્રવેશવાની તક ચુકી ગયું હતુ. છેલ્લે તેઓ ૧૯૬૬માં ઘરઆંગણે રમાયેલા ૩ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યા હતા. જોકે ત્યાર બાદ ૧૯૯૦ના વર્લ્ડ કપની સેમિમાં હાર્યા હતા.

3 ૨૧મી સદી શરૃ થઈ તે પછી ઈંગ્લેન્ડ આ ક્રોએશિયા સામે સતત ત્રીજી મેચમાં હારી ગયું હતુ. તેઓ અન્ય કોઈ દેશ સામે આટલી મેચ હાર્યા નથી.

10  ઈંગ્લેન્ડ સામેની મેચમાં ક્રોએશિયાના માન્ઝુકીચે ૧૦૮ મિનિટ અને ત્રણ સેકન્ડ બાદ ગોલ ફટકાર્યો હતો. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે હરિફ ટીમે ફટકારેલો આ સાથી લેટ
ગોલ હતો.

12  ટ્રિપિયરે ક્રોએશિયા સામેની સેમિ ફાઇનલમાં પાંચમી મિનિટે ફ્રી કિક પર ગોલ ફટકાર્યો હતો. જે વર્લ્ડ કપમાં ફ્રી કિક પર ઈંગ્લેન્ડે ફટકારેલા ૨૦૦૬ પછીનો સૌપ્રથમ ગોલ હતો, છેલ્લે ડેવિડ બેકહામે આવી સફળતા મેળવી હતી.

Post Comments