Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રિટિઝ બ્રાન્ડ વેલ્યૂમાં શાહરૂખ બાદ વિરાટ કોહલી બીજા સ્થાને

- વન-ડે, ટી-20ના કેપ્ટન બન્યા બાદ કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં 20-25 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

ભારતના વન-ડે ઇન્ટરનેશનલ અને ટી-20 ટીમના કેપ્ટન બનાવ્યા બાદથી વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 20-25 ટકા વધી ગઇ છે. સ્પોર્ટ્સ માર્કેટિંગ અધિકારીઓનું કહેવુ છે કે જો તેમનું પર્પલ પેચ ચાલુ રહેશે, તો તેમની બ્રાન્ડ વેલ્યૂ વધવાની સંભાવના છે.

કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 9.2 કરોડ ડોલર હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. કોહલીથી આગળ માત્ર શાહરૂખ ખાન છે, જેમની બ્રાન્ડ વેલ્યૂ 13.1 કરોડ ડોલર છે. વૈશ્વિક મૂલ્યાંકન અને કૉર્પોરેટ નાણાંકીય સલાહકાર ફર્મ ડફ એન્ડ ફેલ્પસ દ્વારા પ્રકાશિત ઓક્ટોબર 2016ની રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

કોહલીએ છેલ્લા છ મહિનાઓમાં સતત ચાર સીરીઝમાં બેવડી સદી ફટકારી છે. વર્ષ 2016-17માં વિરાટે આ ચાર મેચોમાં ટેસ્ટ સીરીઝમાં કોઇ ભારતીય ક્રિકેટરની સરખામણીમાં સૌથી વધારે રન (1206) બનાવ્યા છે.

જો કોહલી ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ સીરીઝમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે તો તેઓ ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથથી પણ આગળ નિકળી શકે છે. આઇસીસી ટેસ્ટ બેટ્સમેનની રેકિંગમાં સ્ટીવ ટોચના સ્થાને છે. આ રેકિંગમાં કોહલી 895 અંક પર છે, જ્યારે સ્મિથ 933 અંક પર છે. સચિન તેંડુલકર સર્વોચ્ચ 898 અંક પર પહોંચી ચુક્યા હતા. એક માત્ર ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 900 અંક પાર કરીને 916 અંક હાંસલ કર્યા હતા.

વર્તમાન સમયમાં વિરાટ કોહલી 20થી વધારે બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યા છે. તેમને જાન્યુઆરીમાં અનેડીએ સરકારે સ્કિલ ઇન્ડિયા મિશનમાં ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યા હતા.

Post Comments