Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રાન્સમાં જીતની ઉજવણી :બેલ્જીયમમાં ચાહકોએ તોફાન મચાવ્યું

ફ્રાન્સે બેલ્જીયમને હરાવીને ૧૨ વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લેતા ફ્રાન્સના ચાહકોએ જીતની ભારે જોશભરી ઉજવણી શરૃ કરી દીધી હતી. સ્ટેડિયમમાં ઉપસ્થિત તેમજ બહાર ફૅન ઝોનમાં પણ ફ્રેન્ચ ચાહકોની ઉજવણી શરૃ થઈ ગઈ હતી. ફ્રાન્સની રાજધાની પેરિસની સાથે સાથે અન્ય મેજર શહેરોમાં પણ ફૂટબોલ ચાહકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રધ્વજની સાથે વર્લ્ડ કપની ઐતિહાસિક ફાઈનલની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ બેલ્જીયમમાં હારને કારણે સન્નાટો છવાઈ ગયો હતો. બેલ્જીયમની રાજધાની બ્રસેલ્સમાં તો નારાજ ચાહકોએ તોફાન મચાવતા રાયોટ પોલીસ બોલાવવી પડી હતી, જેમણે ટોળાને વેરવિખેર કરવા માટે ટીયરગેસના શેલ પણ છોડયા હતા.

Post Comments