Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલ્ટના વિજયી દેખાવની સાથે જમૈકાની રિલે ટીમ ફાઈનલમાં

- જમૈકા ૪ બાય ૧૦૦ મીટર રિલેમાં ગોલ્ડ જીતવાની દાવેદાર

લંડન, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

જમૈકાના લેજન્ડરી એથ્લીટ યુસૈન બોલ્ટના વિજયી દેખાવને સહારે જમૈકાએ પુરુષોની ૪ બાય ૧૦૦ મીટરની રિલેની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. બોલ્ટ કારકિર્દીની આખરી ૧૦૦ મીટરની રેસમાં બ્રોન્ઝ જીત્યો હતો. જે પછી તેને જમૈકાની રિલે ટીમ ગોલ્ડ સાથે વિદાય આપી શકે છે કે નહી તે જોવાનું રહેશે.

બોલ્ટની સાથે ટાયકુન્ડો ટ્રાસેય, જુલીયન ફોર્ટે અને માઈકલ કેમ્પબેલની બનેલી ટીમે ૪ બાય ૧૦૦ મીટરની રિલેમાં ૩૭.૯૫ સેકન્ડના તેમના સિઝનના શ્રેષ્ઠ સમય સાથે ફાઈનલમાં ક્વોલિફાય થઈ હતી. જમૈકાનો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન યોહાન બ્લેક આ વખતે ૨૦૦ મીટરની ફાઇનલમાં ક્વોલિફાય થઈ શક્યો નહતો. જે પછી તે રિલેમાં પણ દોડયો નહતો.

જોકે બોલ્ટે ખુલાસો કર્યો હતો કે, તે ફાઇનલ રેસમાં દોડવાનો છે. અમેરિકાની માઈક રોડ્જેર્સ, જસ્ટીન ગેટલીન, બી જે લી અને ક્રિસ્ટીન કોલમેનની ટીમે ૩૭.૭૦ સેકન્ડના સમય સાથે ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતુ.

Post Comments