Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ હિરવાણી પાસેથી ટીપ્સ મેળવીશ : ચહલ

- ચહલ-કુલદીપની જોડી ઈંગ્લેન્ડમાં તરખાટ મચાવવા તૈયાર

- આવતા વર્ષે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાશે

બેંગ્લોર,તા.16 મે 2018,બુધવાર

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે, ત્યારે મર્યાદિત ઓવરોની સિરિઝમાં ટીમ ઈન્ડિયાનો મદાર યુવા સ્પિનર ચહલ પર રહેશે. આઇસીસી વન ડે વર્લ્ડ કપ આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં જ રમવાનો છે, ત્યારે ભારતના યુવા સ્પિનરો ચહલ અને કુલદીપને અનુભવ મળે તેનું ધ્યાન પંસદગીકારોએ રાખ્યુ છે. ચહલે કહ્યું કે, ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ હું ભારતના ભૂતપૂર્વ સ્પિનર નરેન્દ્ર હિરવાણી પાસેથી ટીપ્સ મેળવવાનો છું.

ગત વર્ષે જુનમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય પસંદગીકારોએ ચહલ અને કુલદીપની જોડીને અજમાવી હતી અને તેઓએ ટીમના ભરોસા પર ખરા ઉતરતા અસરકારક દેખાવ પણ કર્યો હતો. ચહલ ૨૩ વન ડેમા ૪૫ અને ૨૧ ટી-૨૦માં ૩૧ વિકેટ ઝડપી ચૂક્યો છે. આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાશે, ત્યારે ચહલ ભારતનો ટોચનો સ્પિનર હશે.

૨૭ વર્ષીય ચહલને ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ નથી. જોકે તે નવા પડકાર માટે માનસિક રીતે સજ્જ છે. ચહલે કહ્યું હતુ કે, ઈંગ્લેન્ડ અગાઉ અમે આયર્લેન્ડ જવાના છીએ, જ્યાંનું વાતાવરણ ઈંગ્લેન્ડ જેવું જ છે. આઇપીએલ પુરી થયા બાદ હું બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટમાં કોચ નરેન્દ્ર હિરવાણી પાસેથી  ટ્રેનિંગ અને ટિપ્સ મેળવીશ.

ચહલે ઊમેર્યું કે, હિરવાણી સરને ઈંગ્લેન્ડમાં રમવાનો બહોળો અનુભવ છે અને તે મારા માટે ઉપયોગી સાબિત થશે. તેમની પાસેથી હું ઈંગ્લેન્ડના વાતાવરણ અને પીચ અંગે માહિતી મેળવીશ. આ ઉપરાંત ઈન્ડિયા-એ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પણ યોજાવાનો છે, જેના પર પણ મારી નજર રહેશે. આઇપીએલમાં ચાલુ વર્ષે ચહલની બોલિંગ ખાસ પ્રભાવક રહી નથી. તેણે ૧૧ મેચમાં ૧૦ વિકેટ ઝડપી છે અને તેની ઈકોનોમી ૭.૫૭ની રહી છે.

Post Comments