Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધોની અંગે કોમેન્ટ કરતાં પહેલા તમારી કારકિર્દી પર નજર નાંખો : કોચ શાસ્ત્રી

- ગાંગુલીની ટીકા બાદ કોચ શાસ્ત્રીએ ફરી વખત ધોનીનો બચાવ કર્યો

- શાસ્ત્રીએ ધોનીના ટીકાકારોને 'ઈર્ષાળુ' કહ્યા હતા

કોલકાતા,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય ક્રિકેટ જગત ધોનીના સમર્થકો અને તેના ટીકાકારો એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. હજુ ગઈકાલે જ ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ ધોનીની ટીકા કરતાં જણાવ્યું હતુ કે, તેણે ટી-૨૦માં તેની બેટીંગની શૈલી બદલવાની જરુર છે.
તો બીજા જ દિવસે કોચ શાસ્ત્રી ફરી ધોનીના બચાવમાં આગળ આવ્યો હતો અને તેણે કહ્યું હતુ કે, ધોની અંગે કોમેન્ટ કરનારાઓએ પહેલા તેમની પોતાની કારકિર્દી પર નજર નાંખવાની જરુર છે.

શાસ્ત્રીએ આ કોમેન્ટ સાથે એવું કહેવાની કોશીશ કરી છે કે, જેઓ તેમની કારકિર્દીમાં ધોની જેટલી ઉંચાઈ મેળવી શક્યા નથી, તેઓને તેને સલાહ આપવાનો કોઈ અધિકાર નથી. ગાંગુલી અગાઉ અગરકર, લક્ષ્મણ અને આકાશ ચોપરા ધોનીની ટીકા કરી ચૂક્યા છે, જ્યારે ગાવસ્કર, કોહલી, સેહવાગ, નેહરા, કપિલ તેનું સમર્થન કરી ચૂક્યા છે. શાસ્ત્રીએ તો ધોનીના ટીકાકારોને 'ઈર્ષાળુ' ગણાવ્યા હતા.

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે શાસ્ત્રીએ કહ્યું છે કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીમાં ઘણુ બધુ ક્રિકેટ બાકી છે અને તેના જેવા લેજન્ડ ખેલાડીનું સમર્થન કરવું એ તો ભારતીય ક્રિકેટ ટીમની ફરજ છે.

કોચ શાસ્ત્રીએ વર્તમાન ક્રિકેટ ટીમના વખાણ કરતાં કહ્યુ હતુ કે, હાલની ટીમનું કલ્ચર માત્રને માત્ર પર્ફોમન્સ અને ક્વોલિટી પર આધારિત છે.

ક્રિકેટના મેદાનમાં પર્ફોમન્સ આપવાની વાત છે, ત્યાં સુધી ધોનીની બરોબરીએ આવે તેવું હાલ કોઈ નથી. ભારતની ફિલ્ડિંગ હાલમાં દુનિયામાં શ્રેષ્ઠ છે. આ જ બાબત ભૂતકાળની ભારતીય ટીમો કરતાં હાલની ટીમને જુદી પાડે છે.

શ્રીલંકા સામેની શ્રેણીમાં જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતીય ટીમ દરેક મેચમાં જીતવાના આત્મવિશ્વાસ સાથે રમવા ઉતરશે. અમે શ્રીલંકા સામેની શ્રેણી જીતીને આત્મવિશ્વાસ સાથે સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થઈશું.
 

નંબર વનનું સ્થાન જાળવવાનું લક્ષ્ય : રહાણે

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનું લક્ષ્ય વિજયી દેખાવ જારી રાખતાં નંબર વનનું સ્થાન જાળવવાનું રહેશે તેમ ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન રહાણેએ કહ્યું હતુ. રહાણેએ કહ્યુ કે, ટીમ ઈન્ડિયાએ ભલે શ્રીલંકાની ભૂમિ પર યજમાનો સામેની ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ એમ તમામ ફોરમેટની નવ મેચ જીતી લીધી હતી. જોકે આગામી શ્રેણી અગાઉની શ્રેણીઓ કરતાં તદ્દન ભિન્ન છે. અમે શ્રીલંકાને હળવાશથી લેતાં નથી. શ્રેણી રસપ્રદ બનશે તેમ અમને લાગે છે.

 

Post Comments