Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૈનીની ભારતની ટીમમાં પસંદગી થતાં બેદી અને ચેતન ચૌહાણે નીચું જોવું પડયું છે : ગંભીર

- બેદીએ સૈનીની દિલ્હી ટીમમાં સમાવેશનો વિરોધ કર્યાે હતો : સૈનીએ ગંભીરને જશ આપ્યો

દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી યો યો ફીટ્નેસ ટેસ્ટમાં નિષ્ફળ જતા તેને અફઘાનિસ્તાન સામેની ગુરૃવારથી શરૃ થતી ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને દિલ્હી રણજી ટ્રોફી ટીમના ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૈનીએ ૨૦૧૭-૧૮ની રણજી સિઝનમાં ૮ મેચોમાં ૩૬ વિકેટ લઈને તેની ટીમને ફાઈનલ સુધી પહોચાડવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું.

સૈનીનો જયારે દિલ્હીની ટીમમાં સમાવેશ થયો હતો ત્યારે દિલ્હી ક્રિકેટ એસોસિએશનના  કારોબારી સભ્યો એવા ભૂતપૂર્વ ક્રિકેટર બેદી અને ચેતન ચૌહાણે વિરોધ કર્યો હતો કે સૈની હરિયાણાની ટીમમાંથી માઈગ્રેટ થઈને આવ્યો છે. તેને આવકારવાની શી જરૃર છે. જો કે તે વખતે દિલ્હીના કેપ્ટન ગંભીર, બોલિંગ કોચ આશિષ નેહરાએ અંગત રસ લઈને સૈનીની પ્રતિભા પારખીને તેના સમાવેશ માટે દબાણ લાવ્યું હતું.

સૈની સ્વાભાવિક રીતે ભારતની ટીમમાં તેનો સમાવેશ થતા ભારે ભાવુક થઇ ગયો હતો. સૈનીએ કહ્યું હતું કે મારી કારકિર્દી અને આ મુકામનું સંપૂર્ણ શ્રેય  ગંભીરને જાય છે. હું ટેનીસ બોલથી ખુબ સારી વિકટો લેતો હતો તે  ગંભીરને ખબર હતી એટલે તેણે મને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે તું ટેનીસ  બોલથી બોલિંગ કરતો હોય તે જ રીતે બોલિંગ કરતો રહેજે.

સૈનીએ એ ઉમેર્યું કે ગંભીર હું નેટ પ્રેકટીસમાં બોલિંગ નાખતો હોઉં  તે પણ જોવા આવતા અને જરૃરી ટીપ્સ તેમજ આત્મવિશ્વાસ આપતા. તેમણે જ મને નેટ સેશન દરમિયાન કહ્યું હતું કે આ જ રીતે મહેનત કરીશ તો ભારતની ટીમનું સ્થાન તારા માટે દુર નથી તે હું જોઈ શકું છું.  તે પછી મારામાં અનેરો ઉત્સાહ સંચાર થયો હતો.ગંભીરસરની કઈ પણ વાત કરતા હું લાગણીભીનો થઇ જાઉં છે તેમ સૈનીએ કહ્યું હતું.

શમીની જેમ ઇન્ડિયા એ ટીમનો વિકેટ કીપર સંજુ સેમસન પણ યો યો ટેસ્ટમાં નિષ્ફળ જતા તેને બહાર કરી તેના સ્થાને મુંબઈ ઇન્ડિયન આઇપીએલના વિકેટ કીપર ઇશાન કીશાનનો સમાવેશ કરાયો છે.  આઇપીએલનો સફળ કેરાલીયન ખેલાડી સંજુ સેમસન એ દ્રવિડની ખોજ છે. ભારત એ  ટીમ ઈંગ્લેન્ડ લાયન તેમજ વેસ્ટ ઇન્ડીઝ એ ટીમ સામે ઇંગ્લેન્ડનાં પ્રવાસે  ત્રિકોણીય વન ડે તેમજ ચાર દિવસની મેચ રમવા જવાનું છે.

Post Comments