Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસી. બેટ્સમેનોની પ્રેક્ટિસ: 347નો સ્કોર ખડકીને પ્રેસિડેન્ટ ઈલેવનને હરાવ્યું

- સ્ટોઈનીસ, હેડ, વોર્નર અને સ્મિથની અડધી સદી: અગરની ચાર વિકેટ

- જીતવા માટેના 348ના ટાર્ગેટ સામે પ્રેસિડેન્ટ ઈલેવન 244માં ઓલઆઉટ

ચેન્નાઈ, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

ભારત પ્રવાસનો હકારાત્મક પ્રારંભ કરતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન સામે પ્રભુત્વ સાથે પ્રેક્ટિસ કરતાં સાત વિકેટે ૩૪૭ રનનો સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનીસે પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૬૦ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા.

આ ઉપરાંત હેડ (૬૫), વોર્નર (૬૪) તેમજ સ્મિથ (૫૫)ની અડધી સદી નોંધાઈ હતી. બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવન તરફથી કુશાંગ પટેલ અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૩૪૮ના પડકારનો પીછો કરતાં પ્રેસિડેન્ટ ઈલેવન ૨૪૪માં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓપનર ગોસ્વામીએ ૪૩, અગરવાલે ૪૨ અને કુશાંગ પટેલે ૪૧* તેમજ કાર્નેવરે ૪૦ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર અગરે ચાર વિકેટ ઝડપી હતી.

સ્ટોઈનીસના ૬૦ બોલમાં ૭૬ રન : મેક્સવેલ ફ્લોપ

બીસીસીઆઇ પ્રેસિડેન્ટ ઈલેવનમાં યુવા બોલરો સામે ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ આક્રમક બેટીંગ કરી હતી. વિદેશી ટીમો વાતાવરણ અને પીચથી અનુકૂળ થઈ શકે તેમ માટે પ્રેક્ટિસ મેચો રમાતી હોય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

જોકે તેમનો ઓપનર કાર્ટરાઈટ ખાતુ ખોલાવી શક્યો નહતો. આ પછી વોર્નર અને સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સંભાળતાં અડધી સદીઓ ફટકારી હતી અને ૧૦૬ રનની ભાગીદારી કરી હતી. વોર્નરે ૧૧ ચોગ્ગા સાથે ૪૮ બોલમાં ૬૪ રન ફટકાર્યા હતા.

જ્યારે સ્મિથે ૬૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૫ રન કર્યા હતા. મેક્સવેલ ફ્લોપ સાબિત થયો હતો અને તેમાત્ર ૧૪ રન કરી શક્યો હતો. જોકે ટીમ હેડે ૬૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથએ ૬૫ તેમજ સ્ટોઈનીસે સૌથી વધુ ૬૦ બોલમાં ૪ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૭૬ રન ઝૂડયા હતા. વેડે આખરી ઓવરોમાં તોફાન મચાવતા ૨૪ બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૪૫ રન ફટકાર્યા હતા.

અગરની ચાર વિકેટ : પ્રેસિડેન્ટ ઈલેવનની નબળી બેટીંગ

ચેન્નાઈમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એસ્ટન અગરે અસરકારક દેખાવ કરતાં ૪૪ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે ૮.૨-૧-૪૪-૪ની મેજિકલ ફિગર્સ મેળવી હતી. જ્યારે મીડિયમ પેસર કેન રિચાર્ડસને બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

ફોકનર, ઝામ્પા અને સ્ટોઈનીસને એક-એક વિકેટ મળી હતી.પ્રેસિડેન્ટ ઈલેવને ઓપનર રાહુલ ત્રિપાઠીની વિકેટ સસ્તામાં ગુમાવી હતી, જે પછી ગોસ્વામી અને અગરવાલની જોડીએ સ્કોરને ૮૯ સુધી પહોંચાડયો હતો. ઝામ્પાએ અગરવાલને ૪૨ રને અને સ્ટોઈનીસે ગોસ્વામીને ૪૩ રને આઉટ કરતાં ફરી પ્રેસિડેન્ટ ઈલેવનનો ધબડકો થયો હતો.

આખરે કર્નેવર અને કુશાંગ પટેલની જોડીએ ૯મી વિકેટમાં ૬૬ રન જોડયા હતા. ફોકનરે આ જોડીને તોડી હતી અને અગરે ચોથી વિકેટના રૃપમાં રાહિલ શાહને આઉટ કરતાં પ્રેસિડેન્ટ ઈલેવનની ઈનિંગ ૪૮.૨ ઓવરમાં ૨૪૪ રનમાં સમેટાઈ હતી.

સૌરાષ્ટ્રના કુશાંગ પટેલનો ઓલરાઉન્ડ દેખાવ : બે વિકેટ અને ૪૧* રન

ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઈલેવનમાં સામેલ સૌરાષ્ટ્રના ક્રિકેટર કુશાંગ પટેલે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. ગુજરાત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરનારા મીડિયમ પેસર કુશાંગે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નર (૬૪)ની વિકેટ  ઝડપી હતી.

તેનો કેચ વિકેટકિપર ગોસ્વામીએ ઝડપ્યો હતો. કુશાંગે આ પછી મેથ્યૂ વેડ (૪૫)ને પાંચ રન માટે અડધી સદીથી વંચિત રાખતાં ક્લિન બોલ્ડ કર્યો હતો. આ પછી ઓલરાઉન્ડ તરીકેની પ્રતિભા દર્શાવતા ૧૦મા ક્રમે બેટીંગમાં ઉતરેલા કુશાંગે ૪૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૪૧ રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયા

 

રન

બોલ

વોર્નર કો.ગોસ્વામી બો.પટેલ

૬૪

૪૮

૧૧

કાર્ટરાઈટ કો.ગુરકિરાત બો.અવેશ

સ્મિથ કો.ગુરકિરાત બો.સુંદર

૫૫

૬૮

હેડ કો.એસ.શર્મા બો.કર્નેવર

૬૫

૬૩

મેક્સવેલ કો.એન્ડ બો.સુંદર

૧૪

૨૫

સ્ટોઈનીસ કો.ત્રિપાઠી બો.ખેજ્રોલીયા

૭૬

૬૦

વેડ બો.પટેલ

૪૫

૨૪

ફોકનર અણનમ

અગર અણનમ

વધારાના (લેગબાય ૮, વાઈડ ૩,

 

 

 

 

નોબોલ ૧)

૧૨

 

 

 

કુલ ૫૦ ઓવરમાં સાત વિકેટે

૩૪૭

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૦ (કાર્ટરાઈટ, ૧.૨), ૨-૧૦૬ (વોર્નર, ૧૫.૪), ૩-૧૩૪ (સ્મિથ, ૨૨.૨), ૪-૧૫૮ (મેક્સવેલ, ૨૮.૨), ૫-૨૪૬ (હેડ, ૩૯.૬), ૬-૩૩૧ (વેડ, ૪૭.૬), ૭-૩૩૧ (સ્ટોઈનીસ, ૪૮.૧)

બોલિંગ : સંદીપ શર્મા ૬-૧-૪૬-૦, અવેશ ૬-૦-૪૦-૧, ખેજ્રોલિયા ૫-૦-૩૭-૧, કુશાંગ પટેલ ૬-૦-૫૮-૨, સુંદર ૮-૧-૨૩-૨, આર.શાહ ૭-૦-૩૨-૦, કર્નેવેર ૬-૦-૫૯-૧, ગુરકિરાત ૬-૦-૪૪-૦.

બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન

 

રન

બોલ

ગોસ્વામી બો.સ્ટોઈનીસ

૪૩

૫૪

ત્રિપાઠી કો.વેડ બો.રિચાર્ડસન

૧૩

અગરવાલ કો.વોર્નર બો.ઝામ્પા

૪૨

૪૭

રાણા રનઆઉટ

૧૯

૨૩

ગુરકિરાત કો.ફોકનર બો.અગર

૨૭

૪૩

એસ.ચૌધરી કો.વેડ બો.અગર

સુંદર કો.અગર બો.રિચાર્ડસન

૧૧

૧૩

પોદ્દાર કો.સ્મિથ બો.અગર

કર્નેવર કો.મેક્સવેલ બો.ફોકનર

૪૦

૨૮

કુશાંગ પટેલ અણનમ

૪૧

૪૮

આર.શાહ કો.કાર્ટરાઈટ બો.અગર

૧૦

વધારાના (લેગબાય ૨, વાઈડ ૪,

 

 

 

 

નોબોલ ૧)

 

 

 

કુલ ૪૮.૨ ઓવરમાં ઓલઆઉટ

૨૪૪

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૧૦ (ત્રિપાઠી, ૩.૪), ૨-૮૯ (અગરવાલ, ૧૮.૨), ૩-૧૦૨ (ગોસ્વામી, ૧૯.૬), ૪-૧૩૦ (રાણા, ૨૬.૫), ૫-૧૪૩ (ચૌધરી, ૩૦.૨), ૬-૧૪૮ (ગુરકિરાત, ૩૨.૧), ૭-૧૪૮ (પોદ્દાર, ૩૨.૬), ૮-૧૫૬ (સુંદર, ૩૩.૬), ૯-૨૨૨ (કર્નેવર, ૪૩.૫), ૧૦-૨૪૪ (શાહ, ૪૮.૨)

બોલિંગ : કોયુલ્ટર-નાઈલ ૭-૧-૧૬-૦, રિચાર્ડસન ૬-૦-૩૬-૨, હેડ ૪-૦-૨૪-૦, ફોકનર ૭-૦-૩૫-૧, ઝામ્પા ૮-૦-૫૯-૧ , સ્ટોઈનીસ ૪-૦-૧૩-૧, અગર ૮.૨-૧-૪૪-૪, કમિન્સ ૪-૦-૧૫-૦.

Post Comments