Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાઉચાર્ડ સિડની ટેનિસ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં

- લિએન્ડર-એન્ડ્રેની જોડીએ ટોપ સીડ હ્યુઈ-મિરનઈને હરાવ્યા

સિડની : કેનેડાની બાઉચાર્ડે  ૬-૨ ૬-૩ થી રશિયાની પેલ્યેચેન્કોવાને હરાવીને સિડનીમાં ચાલી રહેલી ટેનિસ ટુર્નોમેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. બોઉચાર્ડે માત્ર ૭૬ મિનિટમાં જ વિજય મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો બ્રિટનની જોહાન્ના કોન્ટા સામે થશે. કેર્બરને હરાવીને મેજર અપસેટ સર્જનારી રશિયાની ડારિયા કાસટાનીકને ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનની કોન્ટા સામેની મેચમાં ૬-૩, ૭-૫થી હારનો સામનો કરવો પડયો હતો.

લિએન્ડર-એન્ડ્રેની જોડીએ ટોપ સીડ હ્યુઈ-મિરનઈને હરાવ્યા
ઓકલેન્ડ : ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ જ ફોર્મ મેળવતા ભારતના લિએન્ડર પેસ અને તેના બ્રાઝિલીયન પાર્ટનર એન્ડ્રે સા ની જોડીએ એએસબી ક્લાસિક ટેનિસ ટુર્નામેન્ટની ટોપ સીડ ધરાવતી ટ્રીટ હ્યુઈ અને મેક્સ મિરનઈનીજોડીને ૭-૬(૭-૩), ૬-૩ થી પરાજય આપ્યો હતો. હવે તેઓ વાઈલ્ડ કાર્ડ ધરાવતી માર્કસ ડેનિયલ અને માર્સેલો ડેલોલીનેર સામે ટકરાશે.

Post Comments