Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરોડાએ ઓડિશાને હરાવ્યું, વિદર્ભ સામે સૌરાષ્ટ્રનો વિજય

- હજારે ટ્રોફી : ગોવા સામે ગુજરાતનો ૧ વિકેટથી પરાજય

બેંગાલુરુ/સિકંદરાબાદ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

વિજય હઝારે ટ્રોફી વન ડેની ગુ્રપ મેચમાં બરોડાએ ઓડિસા સામે ૫૭ રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે તેઓએ પાંચમાંથી ચાર મેચ જીતીને ૧૬ પોઈન્ટ્સ મેળવી લીધા છે. જ્યારે વિદર્ભ સામેની મેચમાં સૌરાષ્ટ્ર ૯૬ બોલ બાકી હતા, ત્યારે આસાનીથી આઠ વિકેટથી જીત મેળવી લીધી હતી. સૌરાષ્ટ્રનો આ છઠ્ઠી મેચમાં ચોથો વિજય છે. જ્યારે ગુજરાતને ગોવા સામેની મેચમાં ભારે રોમાંચક સંઘર્ષ બાદ ૧ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. ગુજરાત ૬માંથી પાંચમી મેચ હારીને છેલ્લા ક્રમે છે.

ભાર્ગવ મેરાઈના ૯૩ તેમજ ચાવલા-કથન પટેલની ૩-૩ વિકેટ
ગુજરાતને ગોવા સામેની મેચમાં ૧ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. જીતવા માટેના ૨૨૮ના ટાર્ગેટનો પીછો કરતાં ગોવાએ ૯ વિકેટ ૨૨૦ના સ્કોર પર ગુમાવી હતી. જોકે કેપ્ટન શગુન કામથની ૧૪૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેની અણનમ ૧૧૦ રનની ઈનિંગે ગુજરાતને જીતથી વંચિત રાખ્યું હતુ. આખરી બેટસમેન પ્રભુદેસાઈ એક પણ બોલ રમ્યા વિના નોટઆઉટ રહ્યો હતો. અગાઉ ગુજરાતે ભાર્ગવ મેરાઈની૧૧૮ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેની ૯૩ રનની ઈનિંગની મદદથી ૨૨૭ રન કર્યા હતા. ગુજરાત તરફથી ચાવલાએ ૨૭ રનમાં અને કથન પટેલે ૪૨ રનમાં ૩-૩ વિકેટ ઝડપી હતી.

કૃણાલ પંડયા, સ્વપ્નિલ સિંઘ અને દીપક હૂડાની અડધી સદીઓ
બરોડાએ કૃણાલ પંડયાના ૮૪, સ્વપ્નિલ સિંઘના ૫૬ તેમજ કેપ્ટન દીપક હૂડાના ૫૨ની મદદથી ૬ વિકેટે ૩૧૨ રન ખડક્યા હતા. જે પછી અતીત શેઠે ૧૯ રનમાં, લુકમાન મેરીવાલાએ ૩૧ રનમાં અને નિનાદ રાઠવાએ ૫૪ રનમાં બે-બે વિકેટ ઝડપતાં ઓડિશા ૪૬.૪ ઓવરમાં ૨૬૦માં ખખડી ગયું હતુ. કૃણાલ પંડયાએ ૪ છગ્ગા અને ૮ ચોગ્ગા સાથે ૭૩ બોલમાં ૮૪, સ્વપ્નિલ સિંઘે ૬ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૩૨ બોલમાં ૫૬ તેમજ કેપ્ટન દીપક હૂડાએ ૬૪ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા.

બોલરોના અસરકારક દેખાવ બાદ અવિ બારોટના ૯૧*
સૌરાષ્ટ્રે બોલરોના અસરકારક દેખાવને સહારે વિદર્ભને ૧૫૯માં સમેટી લીધા બાદ આઠ વિકેટથી આસાન જીત મેળવી હતી. કમલેશ મકવાણાએ ૯ રનમાં, જયદેવ ઉનડકટને ૧૮ રનમાં, ધર્મેન્દ્ર જાડેજાએ ૩૨ રનમાં અને શોર્ય સાણંદિયાએ૩૩ રનમાં બે-બે વિકેટ ઝડપતાં વિદર્ભ ૪૦.૫ ઓવરમાં ૧૫૯માં સમેટાયું હતુ. જવાબમાં સૌરાષ્ટ્ર તરફથી અવિ બારોટે ૧૧૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૯૧ તેમજ ચેતેશ્વર પુજારાએ ૭૪ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૪૬ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી.

Post Comments