Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બસ પર પથ્થર ફેંકાયો

ગુવાહાટી,તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

ભારત સામેની બીજી ટ્વેન્ટી-૨૦માં વિજય મેળવનારી ઓસ્ટ્રેલિયાની ટીમ બસ પર ગુવાહાટીમાં પથ્થર ફેંકાયો હતો. ભારત સામેની મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમ પાછી ફરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી, જેમાં ટીમ બસના કાચ તુટી ગયા હતા. જોકે આ હૂમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.  આસામ પોલીસે આ ઘટનાના સંદર્ભે બે શકમંદોની અટકાયત કરી છે. જોકે આ ઘટનાને કારણે પ્રવાસી ટીમને પુરી પાડવામાં આવેલી સિક્યોરીટી સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. તેમાંય ભારતની ભૂમિ પર ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે વિદેશી ટીમને આ પ્રકારના હૂમલાનો સામનો કરવો પડે તે ચિંતાજનક કહેવાય તેવી ચર્ચા રમત ચાહકોમાં શરૃ થઈ હતી.  ઓસ્ટ્રેલિયાના ઓપનર ફિન્ચે ટીમ બસના તૂટેલા કાચની તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરતાં લખ્યું હતુ કે, ટીમના ખેલાડીઓમાં ડરનો માહૌલ છે. અમે મેચ પુરી કરીને જ્યારે હોટલમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.

Post Comments