Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવીને એશિઝમાં ૨-૦થી સરસાઈ મેળવી

- સ્ટાર્કની પાંચ વિકેટ : ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ૧૨૦ રનથી જીત્યું

એડીલેડ,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

સ્ટાર્કે ૮૮ રનમાં પાંચ તેમજ હેઝલવૂડ અને લાયને બે-બે વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયાએ બીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૨૦ રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી છે. જીતવા માટેના ૩૫૪ રનના પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડે આજે આખરી દિવસે તેના સ્કોરને ચાર વિકેટે ૧૭૬થી આગળ ધપાવ્યો હતો, અને પ્રવાસી ટીમ ૨૩૩ રનમાં જ ખખડી ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ૬૭ રન કેપ્ટન રુટે ફટકાર્યા હતા. જ્યારે આજના દિવસનો ટોપ સ્કોરર બારિસ્ટો રહ્યો હતો, જેણે ૩૬ રન નોંધાવ્યા હતા.

શોન માર્શને પ્રથમ ઈનિંગમાં અણનમ ૧૨૬ રનની યાદગાર ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના ૪૪૨-૮ ડિકલેરના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૨૨૭માં ખખડયું હતુ. જે પછી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૧૩૮ રનમાં સમેટાતા ઈંગ્લેન્ડને જીતવા માટે ૩૫૪નો પડકાર મળ્યો હતો.

આજે પાંચમા અને આખરી દિવસે ઈંગ્લેન્ડે ૧૭૬/૪થી આગળ રમવાનું શરુ કર્યું હતુ. હેઝલવૂડે નાઈટવોચમેન વોક્સને આજના દિવસના બીજા જ બોલ પર આઉટ કર્યો હતો. જે પછી તેણે કેપ્ટન રુટને પણ ગઈકાલના સ્કોર પર જ પેવેલિયન ભેગો કર્યો હતો.

બારીસ્ટોએ લડત આપવાની કોશીશ કરી હતી, પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનો તબક્કવાર પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ઈંગ્લેન્ડે પાંચમા અને આખરી દિવસે તેમના ગઈકાલના સ્કોરમાં વધુ ૫૭ રન જોડતાં બાકીની છ વિકેટ ગુમાવી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ :૪૪૨/૮ ડિકલેર
ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ : ૨૨૭
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ : ૧૩૮
ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ

-

રન

બોલ

કૂક એલબી બો.લાયન

૧૬

૬૬

સ્ટોનમેન કો.ખ્વાજા બો.સ્ટાર્ક

૩૬

૬૫

વિન્સ કો.હેન્ડસ્કોમ્બ બો.સ્ટાર્ક

૧૫

૩૯

રૃટ કો.પૈન બો.હેઝલવૂડ

૬૭

૧૨૩

મલાન બો.કમિન્સ

૨૯

૮૦

વોક્સ કો.પૈન બો.હેઝલવૂડ

૧૦

અલી એલબી બો.લાયન

૨૦

બારીસ્ટો બો.સ્ટાર્ક

૩૬

૫૭

ઓવરટન એલબી બો.સ્ટાર્ક

૩૪

બ્રોડ કો.પૈન બો.સ્ટાર્ક

૧૨

એન્ડરસન

વધારાના (લેગબાય ૫,બાય ૭)

૧૨

 

 

 

કુલ ૮૪.૨ ઓવરમાં ઓલઆઉટ

૨૩૩

 

 

 


વિકેટનો ક્રમ:   ૧-૫૩ (કૂક, ૧૯.૫), ૨-૫૪ (સ્ટોનમેન, ૨૩.૩), ૩-૯૧ (વિન્સ, ૩૩.૬), ૪-૧૬૯ (મલાન, ૫૯.૫),, ૫-૧૭૬ (વોક્સ, ૬૨.૨), ૬-૧૭૭ (રૃટ, ૬૪.૫), ૭-૧૮૮ (અલી, ૭૦.૬), ૮-૨૦૬ (ઓવરટન, ૮૦.૧), ૯-૨૨૪ (બ્રોડ, ૮૨.૬), ૧૦-૨૩૩ (બારીસ્ટો, ૮૪.૨)
બોલિંગ : સ્ટાર્ક ૧૯.૨-૩-૮૮-૫, હેઝલવૂડ ૨૦-૭-૪૯-૨, કમિન્સ ૨૦-૬-૩૯-૧, લાયન ૨૫-૬-૪૫-૨.

Post Comments