Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એશિયા કપ હોકી ભારતનો વિજયી પ્રારંભ : જાપાનને ૫-૧થી હરાવ્યું

- હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા : હવે આવતીકાલે બાંગ્લાદેશ સામે ટક્કર

- ભારતની પ્રભાવક રમત સામે જાપાન નિ:સહાય

ઢાકા,તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

એશિયા કપ હોકીમાં ભારતની મેન્સ ટીમે વિજયી પ્રારંભ કરતાં પ્રથમ ગુ્રપ મેચમાં જાપાનને ૫-૧થી કચડી નાંખ્યું હતુ. ભારતની આક્રમક હોકીની સામે જાપાનીઝ ટીમ સાવ નિ:સહાય લાગતી હતી. ભારતના યુવા ખેલાડી હરમનપ્રીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એસ.વી. સુનિલ, લલીત ઉપાધ્યાય અને રમનદીપ સિંઘે એક-એક ગોલ ફટકાર્યા હતા. ભારત ગત એશિયા કપમાં રનર્સઅપ બન્યું હતુ અને આ વખતે ટીમ મનપ્રીત સિંઘની આગેવાનીમાં ટાઈટલ જીતવા માટે કટિબદ્ધ છે.

ભારતીય હોકી ખેલાડીઓએ નવા કોચના માર્ગદર્શનમાં આક્રમક દેખાવ કર્યો હતો અને ટુર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. ભારતે મેચની ત્રીજી જ મિનિટે એસ.વી. સુનિલના ગોલને સહારે મેચમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જાપાને શરૃઆતમાં લડત આપવાનું જોશ બતાવતા મેચની ચોથી મિનિટે કેન્જી કિટાજાટોના ગોલને સહારે બરોબરી પ્રાપ્ત કરી હતી. જોકે આ પછી લલીત ઉપાધ્યાય અને રમનદીપ સિંઘે અનક્રમે ૨૨મી અને ૩૩મી મિનિટે ગોલ ફટકારતાં ભારતને ૩-૧થી સરસાઈ મળી ગઈ હતી. આખરી બે ગોલ હરમનપ્રીતે નોંધાવ્યા હતા. તેણે મેચની ૩૫મી અને ૪૮મી મિનિટે ગોલ સ્કોર કર્યો હતો.

ઓલ્ટમાન્સની અચાનક થયેલી હકાલપટ્ટી બાદ ભારતીય મેન્સ હોકી ટીમની જવાબદારી મારીજ્ન જોઈર્ડને આપવામાં આવી હતી અને તેમના માર્ગદર્શનમાં ભારતની શરૃઆત ઘણી સારી રહી હતી. આઠ દેશોના એશિયા કપમાં ભારતને હવે શુક્રવારે  બાંગ્લાદેશ સામે મુકાબલો ખેલવાનો છે, જે પછી ભારતનો મુકાબલો રવિવારે પરંપરાગત હરિફ પાકિસ્તાન સામે થશે.

Post Comments