Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેસીની મેજિકલ હેટ્રિકથી આર્જેન્ટીના ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય : નેધરલેન્ડ બહાર

- અમેરિકા, ચિલી અને ઘાનાનું પણ ૨૦૧૮ના ફિફા વર્લ્ડકપમાં રમવાનું સ્વપ્ન રોળાયું

- આર્જેન્ટીનાએ કરો યા મરો જંગમાં ૩-૧થી એક્વાડોરને હરાવ્યું

કુઈટો : દુનિયાના ટોચના ફૂટબોલર લાયોનેલ મેસીની મેજિકલ ગોલ હેટ્રિકને સહારે આર્જેન્ટીનાએ કરો યા મરોના મુકાબલામાં એક્વાડોરને તેના જ હોમ ગ્રાઉન્ડ પર ૩-૧થી હરાવીને૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું હતુ. રશિયામાં આવતા વર્ષે યોજાનારા ફૂટબોલના મહાકુંભમાં બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા આર્જેન્ટીનાને મેસીએ એકલા હાથે સંઘર્ષ કરતાં બચાવી લીધું હતુ અને ગત વર્લ્ડ કપમાં ફાઈનલ રમનારી સાઉથ અમેરિકન ટીમને રશિયાની ટિકિટ અપાવી હતી. જોકે, યુરોપીયન ફૂટબોલમાં આગવી ઓળખ ધરાવતી નેધરલેન્ડની ટીમ સ્વિડન સામે ૨-૦થી આખરી મેચ જીતવા છતાં આવતા વર્ષના વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી શકી નહતી. નોંધપાત્ર છે કે, નેધરલેન્ડ ૨૦૦૨ પછી પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં જોવા નહિ મળે. આ ઉપરાંત અમેરિકા, ચિલી અને ઘાના જેવી સુપરપાવર ટીમ પણ ક્વોલિફાઈ થઈ શકી નથી.

ઉરૃગ્વે અને કોલંબિયા ક્વોલિફાય : ચિલી બહાર

કોલંબિયાએ પેરૃ સામેની મેચ ૧-૧થી ડ્રો કરતાં તેઓ ૨૦૧૮ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયા હતા. પેરૃએ અગાઉની મેચમાં આર્જેન્ટીનાને ૦-૦થી બરોબરી પર અટકાવ્યું હતુ. હવે પેરૃએ ક્વોલિફાયરમાં જીતવું પડશે. પેરૃએ કોલંબિયા સામે મેચ ડ્રો કરતાં બ્રાઝિલ સામે ૩-૦થી હાર મેળવનારૃ ચિલી બહાર ફેંકાયું હતુ. સુઆરેઝના બે ગોલને સહારે ઉરૃગ્વેએ ૪-૨થી બોલિવીયાને હરાવીને વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો.

મેસીની રેકોર્ડ બ્રેકિંગ ગોલ હેટ્રિકે આર્જેન્ટીનાને ઉગાર્યું

આર્જેન્ટીનાએ તમામ મુશ્કેલીઓ અને અનિશ્ચિતતા પર પૂર્ણ વિરામ મૂકતાં મેસીની મેજિકલ ગોલ હેટ્રિકને સહારે૩-૧થી એક્વાડોરને તેના જ મેદાન પર હરાવીને ૨૦૧૮ના વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે આ મુકાબલો આર્જેન્ટીના માટે મુશ્કેલ રહ્યો હતો. એકવાડોરના રોમારિયા ઇબારાએ ગોલ ફટકારતાં આર્જેન્ટીના ૦-૧થી પાછળ પડી ગયું હતુ. આ પછી મેસીએ આઠ મિનિટના ગાળામાં બે ગોલ ફટકારીને ટીમને ૨-૧થી નિર્ણાયક સરસાઈ અપાવી હતી. આ પછી મેસીએ ગોલ હેટ્રિક પુરી કરતાં આર્જેન્ટીનાના કોચ સામ્પાયોલી સહિતના ખેલાડીઓ અને ચાહકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા.

મેસીની ૪૪મી ગોલ હેટ્રિક

એક્વાડોર સામેના ત્રણ ગોલ સાથે મેસી સાઉથ અમેરિકામાં વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં સૌથી વધુ ગોલ ફટકારનારો ખેલાડી બની ગયો છે. તેના ગોલની સંખ્યા ૨૧ થઈ ગઈ છે. હાલ રમતાં હોય તેવા ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ ફટકારવામાં તે રોનાલ્ડો (૭૯ ગોલ) પછી ૬૧ ગોલ સાથે બીજા ક્રમે છે. ચાલુ વર્ષે મેસીએ ૪૯ મેચમાં ૪૯ ગોલ ફટકારવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે ફૂટબોલમાં તેની આ કુલ ૪૪મી ગોલ હેટ્રિક છે, જેમાંથી ૩૯ તેણે બાર્સેલોના તરફથી અને પાંચ આર્જેન્ટીના તરફથી નોંધાવી છે. જ્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કારકિર્દીમાં કુલ ૪૮ ગોલ હેટ્રિક ફટકારી ચૂક્યો છે.

નેધરલેન્ડ વર્લ્ડ કપમાંથી આઉટ : રોબ્બેન રિટાયર્ડ

નેધરલેન્ડ ૨૦૦૨ના વર્લ્ડ કપ બાદ ૫હેલીવાર  ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ જોવા નહી મળે. નેધરલેન્ડે તેની આખરી મેચમાં સ્વિડનને ૨-૦થી હરાવ્યું હતુ, જોકે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે તેમને સ્વિડન સામે ૭-૦થી જીતવું પડે તેમ હતુ. આ કારણે જીતવા છતા તેઓ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયા હતા. ફિફા વર્લ્ડ કપમાં છેલ્લા ત્રણ વર્લ્ડ કપ (૨૦૦૬, ૨૦૧૦ અને ૨૦૧૪ )માં ભાગ લેનારી નેધરલેન્ડની ટીમ આ વખતે ફૂટબોલના મહાકુંભમાં જોવા નહિ મળે. આ ત્રણેય વર્લ્ડ કપમાં રમી ચૂકેલા ૩૩ વર્ષીય અર્જેન રોબ્બેને નેધરલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાતા આંતરરાષ્ટ્રીય સ્તરેથ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ૧૪ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રોબ્બેને ૯૬ મેચમાં ૩૭ ગોલ ફટકાર્યા હતા અને નેધરલેન્ડના ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ ફટકારવાના ડેનિસ બર્ગકેમ્પના રેકોર્ડની બરોબરીક કરી હતી. નેધરલેન્ડ ૨૦૧૦ના વર્લ્ડ કપમાં ફાઈનલમાં પ્રવેશ્યું હતુ અને સ્પેન સામે એક્સ્ટ્રા ટાઈમમાં હાર્યું હતુ.

અમેરિકા ૧૯૮૬ બાદ પહેલી વખત વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ

નેધરલેન્ડ અને ચિલી ઉપરાંત અમેરિકા પણ ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકાની ટીમ આ સાથે ૧૯૮૬ બાદ પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં પહેલી વખત ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે. અમેરિકાને ટ્રીનીદાદ અને ટોબેગો સામેની મેચમાં ૧-૨થી હારનો સામનો કરવો પડયો હતો અને તેઓ રશિયાની ટિકિટ ચૂકી ગયા હતા. અમેરિકાના કોચ બુ્રસ અરેનાએ હારની જવાબદારી સ્વીકારી લીધી હતી.

Post Comments