Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના વ્હાઈટે સ્નોબોર્ડમાં ત્રીજો ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો

- વિન્ટર ઓલિમ્પિક

પ્યોંગચાંગ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

અમેરિકાના ૩૧ વર્ષીય શોન વ્હાઈટ સ્નોબોર્ડની હાફપાઈપ ઈવેન્ટમાં પોતાનો દબદબો જારી રાખતાં કારકિર્દીનો ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે શોન વ્હાઈટે વિન્ટર ઓલિમ્પિકના લેજન્ડરી ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ સાથે તેણે વિન્ટર ઓલિમ્પિકના ઈતિહાસમાં અમેરિકા માટે ૧૦૦મો માઈલસ્ટોન મેડલ પણ જીત્યો હતો.

શોન વ્હાઈટે ૨૦૦૬માં ટુરિનમાં યોજાયેલા વિન્ટર ઓલિમ્પિકમાં અને ત્યાર બાદ વાનકુવર વિન્ટર ઓલિમ્પિક ૨૦૧૦માં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ પછી આઠ વર્ષના બ્રેક બાદ ફરી તેણે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે. ભારે રોમાંચક મુકાબલામાં શોન વ્હાઈટે તેને મળેલી આખરી તકમાં બાજી પલ્ટી હતી અને ૯૭.૭૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જાપાનના એયુમુ હિરાનોને માત્ર ૨.૫૦ પોઈન્ટના અંતરના કારણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલા ઓસ્ટ્રેલિયાના સ્કોટી જેમ્સને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

લાલ રંગના વાળના કારણે શોન વ્હાઈટ તેના ચાહકોમાં 'ફ્લાઈંગ ટોમેટો' તરીકે જાણીતા બન્યો છે. જોકે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતની સાથે જ તેની સામે ગત વર્ષે થયેલી જાતીય સતામણીની ફરિયાદનો મુદ્દો સોશિયલ મીડિયા પર વાઈરલ બન્યો હતો.

જાપાનનો ૧૬ વર્ષનો ખેલાડી ઘાયલ
સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ખાતે ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિકમાં જાપાનનો ૧૬ વર્ષનો સ્નો બોર્ડનો ખેલાડી ઘાયલ થઈ ગયો હતો. પૂર ઝડપે ફૂંકાતા બર્ફિલા પવનોને કારણે મેન્સ હાફપાઈપ સ્નોબોર્ડ ઈવેન્ટને થોડો સમય માટે અટકાવવામાં આવી હતી. જાપાનના ૧૬ વર્ષીય યુટો ટોત્સુકા જ્યારે પર્ફોર્મ કરી રહ્યો હતો, ત્યારે અચાનક હવાની ઝડપ વધી હતી અને આ દરમિયાન એર ફ્લાઈ કરી રહેલા યુટોએ લેન્ડ થતી વખતે સંતુલન ગુમાવ્યું હતુ અને તેને માથામાં ઈજા થઈ હોવાનું લાગતું હતુ. જોેકે જાપાનીઝ પ્રેસ ઓફિસરે જાહેરાત કરી છે કે, તેને કમરના ભાગે સામાન્ય ઈજા થઈ છે.

Post Comments