Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રોએશિયાના ફૂટબોલર વિડાનો વધુ એક વિવાદિત વિડિયો

- વિડાએ ફરી યુક્રેનનો ઉલ્લેખ કરતાં પ્રતિબંધની શક્યતા

સોચી : રશિયા સામેની જીત બાદ ક્રોએશિયાની ટીમ જીતના નશામાં જોશમાં ભાન ભુલેલા યુક્રેનના ખેલાડી ડોમાગોજ વિડાને યુક્રેનનો ઉલ્લેખ કરતા એક વિડિયોના મામલે ફિફાએ ચેતવણી આપી દીધી છે. હવે નવો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં પણ વિડા 'ગ્લોરી ટુ ક્રોએશિયા' બોલતો સાંભળી શકાય છે. ફિફા અગાઉ તેને ચેતવણી આપી ચૂક્યું છે અને હવે બીજા વિડિયોની તપાસ કરી રહ્યું છે. જો તે દોષી ઠરશે તો તેના પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. અગાઉ રશિયા સામેની જીત બાદ વિડાનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં વિડા 'ગ્લોરી ટુ યુક્રેન'ની બુમો પાડતો જોવા મળ્યો હતો.

આ જ વિડિયોમાં તેની સાથે નિવૃત્તિ લઈ ચૂકેલો ખેલાડી ઓગ્ન્જેન વુકોજેવિચ પણ સામેલ છે. તે એમ કહેતો જોવા મળ્યો હતો કે, 'આ વિજય ડાયનામો અને યુક્રેન માટેનો છે... ગો ક્રોએશિયા.' યુક્રેન અને રશિયા બંને સોવિયત સંઘમાંથી છુટા પડયા હતા અને બંને વચ્ચે રાજકીય તનાવ ચાલી રહ્યો છે. જેના કારણે રશિયામાં આ વિડિયો અંગે નારાજગી ફેલાઈ છે. જે અંગે ફિફાએ દરમિયાનગીરી કરતાં તેને ચેતવણી આપી હતી. નોંધપાત્ર છે કે, વિડા યુક્રેનની ડાયમેનો કિવ કલબ તરફથી રમે છે.

Post Comments