Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમનવેલ્થ ગેમ્સ સંપન્ન : ભારતના ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સાથે ૬૬ મેડલ

- શૂટિંગ, કુસ્તી અને વેઈટલિફ્ટિંગમાં ભારતનો દબદબો : ટેબલ ટેનિસમાં માનિકા બત્રાને બે ગોલ્ડ સાથે ચાર મ

- મેડલ ટેબલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પછી ભારત ત્રીજા ક્રમે : હવે ૨૦૨૨માં બર્મિંગહામમાં ગેમ્સનું

ગોલ્ડ કોસ્ટ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

ભારતીય ખેલાડીઓના ૨૬ ગોલ્ડન પર્ફોમન્સ સાથે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સ આજે યાદગાર સાંસ્કૃતિક અને પારંપરિક કાર્યક્રમોની સાથે સંપન્ન થયા હતા. ભારતની બેઇજિંગ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલીસ્ટ સાયના નેહવાલે રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ સિંધુને ઓલ ઈન્ડિયન ફાઈનલમાં હરાવીને બેડમિંટનમાં વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ જીતી લીધો હતો.

આ સાથે ભારતને કુલ ૨૬મો ગોલ્ડ મેડલ મળ્યો હતો. આખરી દિવસે ભારતે એક ગોલ્ડ ઉપરાંત બે રજત અને બે કાંસ્ય એમ કુલ પાંચ મેડલ જીતતા મેડલ ટેબલમાં ભારતના ૨૬ ગોલ્ડની સાથે ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ એમ કુલ ૬૬ મેડલ્સ થયા હતા. ભારતને કિદામ્બી શ્રીકાંતે બેડમિંટન સિંગલ્સમાં અને સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ બેડમિંટન ડબલ્સમા ંસિલ્વર અપાવ્યો હતો. સ્ક્વોશમાં દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ વિમેન્સ ડબલ્સમાં સિલ્વર તેમજ ટેબલ ટેનિસમાં શરથ અંચતે મેન્સ સિંગલ્સમાં અને જી.સાથિયાન-માનિકા બત્રાએ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ અપાવ્યો હતો.

ટેબલ ટેનિસ ખેલાડી માનિકા બત્રાએ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં ભારત તરફથી સૌથી વધુ ચાર મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં બે ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સૌથી વધુ સાત ગોલ્ડ સાથે ૧૬ મેડલ્સ શૂટિંગમા મળ્યા હતા. જ્યારે કુસ્તી અને વેઈટલિફ્ટિંગમાં પણ ભારતે પોતાનો દબદબો પ્રસ્થાપિત કરતાં પાંચ-પાંચ ગોલ્ડની સાથે અનુક્રમે ૧૨ અને ૯ મેડલ્સ જીત્યા હતા.

કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારંભમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત મ્યુઝીક અને આતિશબાજીનો યાદગાર કાર્યક્રમ રજુ કર્યો હતો. હવે ૨૦૨૨માં કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાશે.

ભારતના અનુભવી અને યુવા ખેલાડીઓનો યાદગાર દેખાવ
ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારતના અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓએ પણ યાદગાર દેખાવ કર્યો હતો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે અનીશ ભાનવાલાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સૌથી યુવા વયે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. શૂટિંગમાં ૧૬ વર્ષની માનુ ભાકેરે ગોલ્ડ તેમજ ૧૭ વર્ષની મેહુલી ઘોષે સિલ્વર તેમજ ૨૦ વર્ષના નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં ગોલ્ડ જીતવાની સાથે આશાસ્પદ ભવિષ્યનો ચમકારો દેખાડયો હતો. જ્યારે૩૭ વર્ષીય શૂટર તેજસ્વીની સાવંતે ગોલ્ડ અને સિલ્વર તેમજ ૩૭ વર્ષના અન્ય શૂટર સંજીવ રાજપુતે પણ ગોલ્ડન સફળતા હાસંલ કરી હતી. ૩૫ વર્ષીય બોક્સર મેરી કોમે તેમજ ડિસ્ક્સ થ્રોમાં ૩૪ વર્ષીય સીમા પુનિયા-એન્ટીલે ગોલ્ડ મેડલ જીતીને અનુભવનો પ્રભાવ દેખાડયો હતો.

ગુજરાતના હરમીત દેસાઈને ગોલ્ડ અને બ્રોન્ઝ
ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. હરમીતે ટેબલ ટેનિસ મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી તેની અને સનિલ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સની ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મેન્સ સિંગલ્સમાં હરમીતે ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી.

સિલ્વર મેડાલીસ્ટ
ગુરૃરાજા પુજારી (વેઈટલિફ્ટિંગ, ૫૬ કિગ્રા), હિના સિદ્ધુ (શૂટિંગ, ૧૦ મીટર એરપિસ્તોલ), પ્રદીપ સિંઘ (વેઈટલિફ્ટિંગ,૧૦૫ કિગ્રા), મેહુલી ઘોષ (શૂટિંગ,૧૦ મી. એર રાઈફલ), તેજસ્વીની સાવંત (શૂટિંગ, ૫૦ મી.રાઈફલ પ્રોન), બબીતા કુમારી (કુસ્તી, ફ્રિસ્ટાઈલ ૫૩ કિગ્રા), સીમા એન્ટીલ (એથ્લેટિક્સ, ડિસ્કસ થ્રો), અંજુમ મુદગીલ (શૂટીંગ,૫૦ મી. રાઈફલ ૩ પોઝિશન), પૂજા ધાન્દા (કુસ્તી, ફ્રિસ્ટાઈલ ૫૭ કિગ્રા), મૌસમ ખત્રી (કુસ્તી, મેન્સ ફ્રિસ્ટાઈલ, ૯૭ કિગ્રા), માનિકા બત્રા અને મૌમા દાસ (ટેબલ ટેનિસ, વિમેન્સ ડબલ્સ), અમીત ફાંગલ (બોક્સિંગ, ૪૯ કિગ્રા), મનીષ કૌશિક (બોક્સિંગ, ૬૦ કિગ્રા), દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલ (સ્ક્વોશ, મિક્સ ડબલ્સ), શરથ અંચત અને જી.સાથીયાન (ટેબલ ટેનિસ, મેન્સ ડબલ્સ), સતીષ કુમાર (બોક્સિંગ, ૯૧થી વધુ વજન વર્ગ), પી.વી. સિંધુ (બેડમિંટન, વિમેન્સ સિંગલ્સ), દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પા (સ્ક્વોશ, વિમેન્સ ડબલ્સ), કિદામ્બી શ્રીકાંત (બેડમિંટન, મેન્સ સિંગલ્સ), સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી (બેડમિંટન, મેન્સ ડબલ્સ)

બ્રોન્ઝ મેડાલીસ્ટ
દીપક લાઠેર (વેઈટલિફ્ટિંગ, ૬૯ કિગ્રા), રવિ કુમાર (શૂટિંગ, ૧૦ મી. એર રાઈફલ), વિકાસ ઠાકુર (વેઇટલિફ્ટિંગ, ૯૪ કિગ્રા), ઓમ પ્રકાશ મિઠારવાલ (શૂટિંગ, ૧૦ મી. એર પિસ્તોલ અને ૫૦ મી. પિસ્તોલ), અપૂર્વી ચંદેલા (શૂટિંગ, ૧૦ મી. એર રાઈફલ), સચિન ચૌધરી (પેરા-પાવરલિફ્ટિંગ, હેવિવેઈટ કેટેગરી), અંકુર મિત્તલ (શૂટિંગ, ડબલ ટ્રેપ), કિરન બિશ્નોઈ (કુસ્તી, ફ્રિસ્ટાઈલ ૭૬ કિગ્રા), નવજીત ધિલ્લોન (એથ્લેટિક્સ, ડિસ્ક્સ થ્રો), નમન તનવર (બોક્સિંગ, ૯૧ કિગ્રા), દિવ્યા કાકરાન (કુસ્તી, ફ્રિસ્ટાઈલ ૬૮ કિગ્રા), હુસામુદ્દીન મોહમ્મદ (બોક્સિંગ, ૫૬ કિગ્રા), મનોજ કુમાર (બોક્સિંગ, ૬૯ કિગ્રા), સાક્ષી મલિક (કુસ્તી, ૬૨ કિગ્રા), સોમવીર કાડિયન (કુસ્તી, ૮૬ કિગ્રા), અશ્વિની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડી (બેડમિંટન, વિમેન્સ ડબલ્સ), હરમીત દેસાઈ અને સનિલ શેટ્ટી (ટેબલ ટેનિસ, મેન્સ ડબલ્સ), માનિકા બત્રા અને જી.સાથીયાન (ટેબલ ટેનિસ, મિક્સ ડબલ્સ) અને શરથ અંચત (ટેબલ ટેનિસ, મેન્સ સિંગલ્સ)


મેડલ ટેબલ

રેન્ક

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

કુલ

૧.

ઓસ્ટ્રેલિયા

૮૦

૫૯

૫૯

૧૯૮

૨.

ઇંગ્લેન્ડ

૪૫

૪૫

૪૬

૧૩૬

૩.

ભારત

૨૬

૨૦

૨૦

૬૬

૪.

કેનેડા

૧૫

૪૦

૨૭

૮૨

૫.

ન્યૂઝીલેન્ડ

૧૫

૧૬

૧૫

૪૬

૬.

સાઉથ આફ્રિકા

૧૩

૧૧

૧૩

૩૭

૭.

વેલ્સ

૧૦

૧૨

૧૪

૩૬

૮.

સ્કોટલેન્ડ

૦૯

૧૩

૨૨

૪૪

૯.

નાઈજીરિયા

૦૯

૦૯

૦૬

૨૪

૧૦.

સાયપ્રસ

૦૮

૦૧

૦૫

૧૪



૦૦૦૦૦૦૦૦૦૦


ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ભારતના મેડલ વિજેતા સ્ટાર્સ

ક્રમ

એથ્લીટ

મેડલ

રમત

ઈવેન્ટ

૧.

મીરાબાઈ ચાનુ

ગોલ્ડ

વેઈટલિફ્ટિંગ

૪૮ કિગ્રા વજન વર્ગ

૨.

સંજીથા ચાનુ

ગોલ્ડ

વેઈટલિફ્ટિંગ

૫૩ કિગ્રા વજન વર્ગ

૩.

સતીષ શિવલિંગમ

ગોલ્ડ

વેઈટલિફ્ટિંગ

૭૭ કિગ્રા વજન વર્ગ

૪.

આર.વી. રાહુલ

ગોલ્ડ

વેઈટલિફ્ટિંગ

૮૫ કિગ્રા વજન વર્ગ

૫.

પુનમ યાદવ

ગોલ્ડ

વેઈટલિફ્ટિંગ

૬૯ કિગ્રા વજન વર્ગ

૬.

માનુ ભાકેર

ગોલ્ડ

શૂટિંગ

૧૦ મી. એર પિસ્તોલ

૭.

જીતુ રાઈ

ગોલ્ડ

શૂટિંગ

૧૦ મી. એર પિસ્તોલ

૮.

હિના સિદ્ધુ

ગોલ્ડ

શૂટિંગ

૨૫ મી.પિસ્તોલ

૯.

શ્રેયસી સિંઘ

ગોલ્ડ

શૂટિંગ

ડબલ ટ્રેપ

૧૦.

રાહુલ અવારે

ગોલ્ડ

કુસ્તી

ફ્રિસ્ટાઈલ ૫૭ કિગ્રા વજન વર્ગ

૧૧.

સુશીલ કુમાર

ગોલ્ડ

કુસ્તી

ફ્રિસ્ટાઈલ ૭૪ કિગ્રા વજન વર્ગ

૧૨.

તેજસ્વીની સાવંત

ગોલ્ડ

શૂટિંગ

૫૦ મી.રાઈફલ ૩ પોઝિશન

૧૩.

અનીશ ભાનવાલા

ગોલ્ડ

શૂટિંગ

૨૫ મી.રેપિડ ફાયર પિસ્તોલ

૧૪.

બજરંગ પુનિયા

ગોલ્ડ

કુસ્તી

ફ્રિસ્ટાઈલ ૬૫ કિગ્રા વજન વર્ગ

૧૫.

મેરી કોમ

ગોલ્ડ

બોક્સિંગ

૪૮ કિગ્રા વજન વર્ગ

૧૬.

સંજીવ રાજપુત

ગોલ્ડ

શૂટિંગ

૫૦ મી. રાઈફલ ૩ પોઝિશન

૧૭.

ગૌરવ સોલંકી

ગોલ્ડ

બોક્સિંગ

૫૨ કિગ્રા વજન વર્ગ

૧૮.

નીરજ ચોપરા

ગોલ્ડ

એથ્લેટીક્સ

જેવલીન થ્રો

૧૯.

સુમિત મલિક

ગોલ્ડ

કુસ્તી

૧૨૫ કિગ્રા વજન વર્ગ

૨૦

વિનેશ ફોગટ

ગોલ્ડ

કુસ્તી

૫૦ કિગ્રા વજન વર્ગ

૨૧.

માનિકા બત્રા

ગોલ્ડ

ટેબલ ટેનિસ

વિમેન્સ સિંગલ્સ

૨૨.

વિકાસ યાદવ

ગોલ્ડ

બોક્સિંગ

૭૫ કિગ્રા વજન વર્ગ

૨૩.

સાયના નેહવાલ

ગોલ્ડ

બેડમિંટન

વિમેન્સ સિંગલ્સ

૨૪.

ભારતીય ટીમ

ગોલ્ડ

ટેબલ ટેનિસ

વિમેન્સ ટીમ

૨૫.

ભારતીય ટીમ

ગોલ્ડ

ટેબલ ટેનિસ

મેન્સ ટીમ

૨૬.

ભારતીય ટીમ

ગોલ્ડ

બેડમિંટન

મિક્સ ટીમ

* ટેબલ ટેનિસ મેન્સ ટીમ ( હરમીત દેસાઈ, શરથ અંચત, એન્ટોની અમલરાજ,  સનીલ શેટ્ટી અને જી.સાથીયાન), ટેબલ ટેનિસ વિમેન્સ ટીમ (માનિકા બત્રા, મૌમા દાસ,પૂજા સહસ્ત્રબુદ્ધે, મધુરિકા પાટકર અને સુતીર્થા મુખર્જી), બેડમિંટન મિક્સ ટીમ (પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત, પ્રનવ ચોપરા, અશ્વિની પોનપ્પા, સાત્વિકસાઈરાજ, સિક્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, ઋત્વિકા ગડે)

Post Comments