Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

World Cup 2018: વર્લ્ડકપ માટે રશિયાનું વિમાન ચુકી ગયેલી દિગ્ગજ ટીમો

એકવીસમાં વિશ્વકપનું માસ્કોટ 'ઝાબ્વિકા' છે.

''લાઈવ ઈટ અપ'' વર્લ્ડકપનું ઓફિશ્યલ સોંગ છે 
૩૬ રેફરી અને ૬૩ આસિસ્ટન્ટ રેફરી દ્વારા આ વિશ્વકપની ૬૪ મેચોનું સંચાલન થશે.
૧૭૦૪૦ વોલિયન્ટર્સની  પસંદગી કરવામાં આવી છે

રશિયામાં શરૃ થવા જઈ રહેલા ફિફા વર્લ્ડ કપના ક્વોલિફાયર્સમાં આ વખતે ઘણા મેજર અપસેટ સર્જાયા હતા અને પરંપરાગત રીતે ફૂટબોલમાં પાવરહાઉસ ગણાતી પાંચ દિગ્ગજ ટીમો વર્લ્ડ કપની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહી છે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યંત પ્રભાવશાળી સાબિત થયેલી જે ટીમો આ વખતે રશિયામાં જોવા નહિ મળે તેમાં ઈટાલી, નેધરલેન્ડ, ચિલી, અમેરિકા અને કેમેરૃનનો સમાવેશ થાય છે. 

ઈટાલી : ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન ઈટાલીની ટીમની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે. ૧૯૫૮ પછી પહેલી વખત તેઓ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યા નથી. ક્વોલિફાઈંગ મુકાબલામાં આ વખતે સ્વિડને નિર્ણાયક મેચમાં ઈટાલીને હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું હતુ. યોગાનુંયોગ ઈટાલી છેલ્લે જે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યું નહતુ તે પણ સ્વિડનમાં રમાયો હતો.ઈટાલીના ફ્લોપ શોને કારણે ગોલકિપર જીએન્લુગી બફોન અને ડેનીયલ ડી રોસી જેવા મહાન ખેલાડીઓની કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો. જ્યારે કોચ જીએમ્પીયેરો વેન્ટુરાની હકાલપટ્ટી થઈ.

નેધરલેન્ડ : 'ઓરેન્જ' તરીકેની ઓળખ ધરાવતી નેધરલેન્ડની ટીમ અર્જેન રોબ્બેન, વેલ્સી સ્નાઈડર, ક્લાસ-જેન હન્ટેલાર તેમજ રોબિન વાન પર્સી જેવા સ્ટાર્સની હાજરી છતાં રશિયાની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહી હતી. નેધરલેન્ડ અગાઉ યુરો કપમાં પણ ક્વોલિફાય થયું નહતુ. છેલ્લા બે વર્લ્ડ કપથી નેધરલેન્ડ ટોપ-થ્રીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતુ. જોકે તેઓ વર્લ્ડ કપ જીતી શક્યા નહતા. 

ચિલી : એલેક્સી સાન્ચેઝ, અર્ટુરો વિડાલ અને ગેરી મેડેલ જેવા દિગ્ગજ ખેલાડીઓના જાદુઈ દેખાવને સહારે કોપા અમેરિકામાં ચેમ્પિયન બનેલુ ચિલી પણ આશ્ચર્યજનક રીતે રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યું નથી. રશિયા-૨૦૧૮ના ક્વોલિફાયર્સમાં બ્રાઝિલને ૨-૦થી હરાવીને ધમાકેદાર પ્રારંભ કરનારી ચિલીની ટીમને રિટર્ન મેચમાં બ્રાઝિલે ૦-૩થી હરાવ્યું, જેના કારણે તેઓ કંગાળ ગોલ ડિફરન્સને કારણે ક્વોલિફાય થઈ ન શક્યા.  

અમેરિકા : ઈ.સ. ૧૯૯૦થી દરેક વર્લ્ડ કપમાં ક્વોલિફાય થતા રહેલું અમેરિકા આ વખતે વર્લ્ડ કપમાં જોવા નહિ મળે. ક્લિન્ટ ડેમ્પસી, જોઝી એલ્ટીડોરેસ તેમજ માઈકલ બ્રેડલી અને ગોલકિપર ટીમ હોવાર્ડ જેવા દિગ્ગજોની હાજરી પણ અમેરિકા માટે વર્લ્ડ કપની ટિકિટ જીતી શકી નહતી. અમેરિકા ૧૯૮૬ બાદ પહેલી વખત વર્લ્ડ કપ ગુમાવશે.  

કેમેરૃન : વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આફ્રિકન પાવરનો પ્રભાવ બતાવવાનું કામ રોજર મીલાની કેમેરૃનની ટીમે કર્યું હતુ. જોકે છેલ્લા કેટલાક સમયથી કેમેરૃનના યુવા ખેલાડીઓનો પ્રભાવ અગાઉના દિગ્ગજો જેવો રહ્યો નથી. જેના કારણે આફ્રિકન ક્વોલિફાયર્સમાં તેઓ નાઈજીરિયા અને ઝામ્બિયા પછી ત્રીજા ક્રમે રહ્યા હતા અને વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યા નહતા.  

રશિયા હાલમાં દુનિયાના ફૂટબોલ જગતનું એપી સેન્ટર બની ગયું છે. ફૂટબોલના ટોચના સુપરસ્ટાર્સ અને ચાહકોને આવકારવા માટે રશિયાએ ખાસ તૈયારી કરી છે. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં આ વખતે જોવા મળેલી કેટલીક નવીનતા પર એક ઉડતી નજર..

યુનિક ફેન આઇડી
રશિયાએ વિદેશી ફૂટબોલ ચાહકોને ઘરઆંગણે યોજાનારા ફૂટબોલના મહાકુંભમાં આવકારવા માટે ખાસ ફેન આઇડી તૈયાર કરાવ્યું છે. ફેન આઇડી ધરાવતા ચાહકોને વર્લ્ડ કપના ૧૦ દિવસ પહેલા રશિયામાં પ્રવેશ મળશે અને ફાઈનલ પુરી થયાના ૧૦ દિવસ બાદ સુધી આ ફેન આઈડી માન્ય ગણાશે.  આ આઇડીને કારણે મલ્ટીપલ વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકશે. જો તમારી પાસે ફેન આઇડી, મેચની ટિકિટો અને ઓળખ કાર્ડ હોય તો સ્ટેડિયમ સુધી પહોંચવા માટે તમે ટ્રેન, બસ તેમજ વર્લ્ડ કપ માટેના ખાસ વાહન વ્યવહારનો મફતમાં ઉપયોગ કરી શકો છો.

વિશ્વ સંસ્કૃતિનો મેળા 
દુનિયાભરના ચાહકોને રશિયામાં આવકારવા માટે દરેક સ્ટેડિયમોની આસ-પાસ ૧૧ ફેન ઝોન બનાવવામાં આવ્યા છે. ફેન ઝોનમા જાયન્ટ સ્ક્રીન મૂકવામાં આવી છે, જ્યાં ચાહકો બેસીની મેચની મજા માણી શકે. આ ઉપરાંત ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં પારંપરિક નાચ-ગાન તેમજ ગીત સંગીતની મહેફિલ જામશે. સૌથી મોટો ફેન ઝોન મોસ્કોમાં આવેલા મુખ્ય સ્ટેડિયમની નજીક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૨૫ હજાર ચાહકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરક્ષા માટે પોલીસ સજ્જ
ફૂટબોલના મુકાબલામાં તોફાન મચાવતા અને મારામારી કરતાં તોફાની ચાહકો એટલે ક હૂલીગન્સને કાબુમાં કરવા માટે રશિયાએ કડક નિયમ બનાવ્યો છે. રશિયાના હૂલીગન્સે ઈંગ્લેન્ડના હૂલીગન્સને રશિયા ન આપવા ચેતવણી આપી છે. બંને દેશોના સિક્યોરિટી એક્સપર્ટ  વચ્ચે આ અંગે ખાસ મિટિગ્સ પણ થઈ ચૂકી છે. યુરો-૨૦૧૬માં ઈંગ્લેન્ડના પ્રેક્ષકો સાથે મારામારી કરનારા રશિયન હૂલીગન્સને કોઈ પણ સ્ટેડિયમમાં કે તેની આસ-પાસ ફરકવા ન દેવાનો આદેશ રશિયાએ કર્યો છે. ઈંગ્લેન્ડે પણ તેના ૨૦૦૦ જેટલા હૂલીગન્સને રશિયા જતાં અટકાવી દીધા છે. જોકે રશિયા પણ તેના હૂલીગન્સ માટે બદનામ છે, જેનો પ્રભાવ વર્લ્ડ કપમાં જોવા મળી શકે.

ભારતીય પ્રેક્ષકો વધ્યા
રશિયામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપની મેચો નિહાળવા માટે અત્યાર સુધીના વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે સૌથી મોટી સંખ્યામાં ભારતીય ચાહકો જવાના છે. ફિફાએ એલોટ કરેલી આશરે ૪ લાખ ટિકિટો વેચવામાં આવી હતી. જેમાંથી ૪,૫૦૯ ટિકિટો ભારતીય ફૂટબોલ ચાહકોએ ખરીદી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે દેશોની ટીમો વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ ન હોય છતાં તેમના ચાહકોએ વર્લ્ડ કપની ટિકિટો ખરીદવામાં ભારે રસ દાખવ્યો હોય તેવા ટોપ-૧૦ દેશોમાં ભારતને સ્થાન મળ્યું છે.

બજેટ
એકવીસમા વર્લ્ડકપનું બજેટ રશિયન સરકારે ૨૦ અબજ ડોલરનું રાખ્યું હતું. પરંતુ આ ૨૦માંથી ૧૦ અબજ ડોલર - ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યજમાન શહેરને આધુનિક બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. વિવિધ હોટલો, રહેણાંક અને એરપોર્ટ ડેવલપમેન્ટ પાછળ પણ ખર્ચ્યા.

પ્રાઈઝ-મની 
૪૦૦ યુ.એસ.એ. મિલિયન ડોલરના પ્રાઈઝમનીવાળા વર્લ્ડ કપમાં ચેમ્પિયન થનાર ટીમને ૩૮ મિલિયન ડોલર, રનર્સઅપ થનાર ટીમને ૨૮ મિલિયન ડોલર, તૃત્યી સ્થાન મેળવનારને ૨૪ મિલિયન ડોલર, ચતુર્થ સ્થાન મેળવનારને ૨૨ મિલિયન ડોલર મળશે. પાંચથી આઠમા સ્થાન સુધી રહેનાર દરેક ટીમને ૧૬ મિલિયન ડોલર, નવથી સોળમા સ્થાન સુધી રહેનાર દરેક ટીમને ૧૨, મિલિયન ડોલર અને સત્તરથી બત્રીસમા સ્થાન સુધી રહેનાર દરેક ટીમને ૮-૮ મિલિયન ડોલર મળશે.

વિઝા વગર પ્રવેશ 
વર્લ્ડકપ ફૂટબોલ દરમ્યાન ચાહકો અને દર્શકો વિઝા વગર એટલે કે સામાન્ય રીતે વિઝા નીતિ છે તેની જરૃરિયાત વગર પ્રવેશ મેળવી શકશે. હા, મેચ માટે જ પધારનાર ચાહકોએ ફેન આઈડીનો લાભ લેવો પડશે. 
ટિકિટ ડિઝાઈનમાં જ બારકોડ, સ્ટેડિયમ સેક્ટરના નકશાની બાજુમાં એક હોલોગ્રામ અને ટિકિટ હોલ્ડરનું નામ સુરક્ષા નીતિ પ્રમાણે બનાવેલ છે. વર્લ્ડકપની ટિકિટ લો અને ફેન આઈડી મેળવો એટલે વિઝા વગર જ રશિયામાં પ્રવેશ તેમજ રેલ્વે મુસાફરી તદ્દન મફત!!

મફત રેલ્વે મુસાફરી
રશિયા ખાતેના વર્લ્ડકપ દરમ્યાન એટલે કે ૧૪મી જૂનથી ૧૫ જુલાઈ સુધી વર્લ્ડકપના ટિકિટ ચાહકો અને ફેન આઈડી ધરાવતાં ચાહકો પણ ફ્રી લિંકને એક્સેસ કરી શકશે. વર્લ્ડકપ દરમ્યાન યજમાન શહેરો અને સ્થળે જવા માટે રેલ્વે મફત સેવા પુરી પાડશે. આનંદો... એક મહિનો દર્શકો અને ચાહકો રેલ્વેમાં મફત મુસાફરી કરી શકશે.

પ્લે ઓફ ગેઈમ્સ
વર્લ્ડકપની ૩૨ ટીમો સૌપ્રથમ પોતપોતાના આંઠ ગુ્રપમાં વહેંચાયા પછી ત્રણ ત્રણ મેચ રમશે. પ્રથમ રાઉન્ડની આ મેચોમાં ગુ્રપમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનાર પ્રથમ બે ટીમ નોકઆઉટ સ્ટેજમાં જશે. મેચ જીતવાના ત્રણ અને ડ્રોના એક પોઈન્ટ પ્રમાણે પોઈન્ટની ગણતરી કરવામાં આવશે. નોક આઉટ સ્ટેજમાં ૧૬ ટીમ કશ્મકશ જંગ ખેલશે. જ્યાં વિજેતા થનાર આંઠ ટીમ વચ્ચે ક્વાટર ફાઈનલ રમાશે. તેના વિજેતા થનાર ચાર ટીમ સેમી ફાઈનલમાં પ્રવેસશે. આ ચાર મેચમાં વિજેતા થનાર બે દેશોની ટીમ ફાઈનલ ચેમ્પિયનશિપ માટે રમશે અને બે દેશોની ટીમમાં વિજેતા થનાર ચેમ્પિયન અને પરાજીત થનાર રનર્સઅપ બનશે.

ઓફિશ્યલ સોંગ
રશિયા ખાતેના વર્લ્ડકપ સોંગ છે ''લાઈવ ઈટ અપ'' ટૂર્નામેન્ટનું આ સત્તાવાર ગીત અમેરિકાના સિંગર નિકી જામ, અમેરિકન રેપર-એક્ટર પ્રોડયુસર વિલ સ્મિથ અને આલ્બનિયન સિંગર એરા ઈસ્ટ્રેકીએ ગાયું છે. આ સોંગ ૨૫મી મે, ૨૦૧૮ના રોજ બહાર પાડવામાં આવ્યું. જે ૩ મિનિટ અને ૨૮ સેકન્ડ લાંબું છે

 

રેફરી
રશિયા ખાતેના વર્લ્ડકપમાં સૌપ્રથમ વખત વિડિયો આસિસ્ટંટ રેફ્રીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૩૬ રેફરી અને ૬૩ આસિસ્ટન્ટ રેફરી દ્વારા આ વિશ્વકપની ૬૪ મેચોનું સંચાલન થશે. ૧૩ જેટલા વિડિયો મદદનીશ રેફરી પણ સૌપ્રથમ વખત હાજર રહેશે.

બ્રોડકાસ્ટ
વિશ્વકપની મેચોના પ્રસારણ માટે ફિફાએ અનેક કંપનીઓને વેચાણ કરેલ છે. જેમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષા માટે અમેરિકાની ફોક્સ સ્પોર્ટસ ચેનલ અને સ્પેનિશ ભાષા માટે ટેલિમોન્ડને પ્રસારણના વિશેષ અધિકારો આપ્યા છે.

માસ્કોટ
એકવીસમાં વિશ્વકપનું માસ્કોટ 'ઝાબ્વિકા' છે. જે એક શિયાળ છે. જેનું અનાવરણ ૨૧મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. ઝાબ્વિકાને ભૂરા અને સફેદ ઊન ટી-શર્ટ સાથે 'રશિયા' ૨૦૧૮ લખેલા શબ્દોમાં રજુ કરવામાં આવેલ છે. જેને ઓરેન્જ સ્પોર્ટ ગ્લાસ પહેરાવવામાં આવ્યા છે. ડિઝાઈનર વિદ્યાર્થી એકાટેરિના બોચારોવા એ ઝાબ્વિકાને રશિયન ટીમનો નેશનલ કલર વ્હાઈટ-બ્લુ અને રેડ ટીશર્ટ અને શોર્ટસ પહેરાવેલ છે. માસ્કોટ ઝાબ્વિકા શિયાળને ઈન્ટરનેટ મતદાનમાં ૫૩ ટકા સૌથી વધુ મત મળ્યા હતા. માસ્કોટની સ્પર્ધામાં વાઘને ૨૭% બિલાડીને ૨૦% મળ્યા હતા. એક મિલિયન લોકોએ મતદાન કર્યું હતું.

વોલિયન્ટર્સ
૨૦૧૮ના વર્લ્ડકપ માટે વિક્રમ જનક ૧,૭૭,૦૦૦ વોલિયન્ટર્સની અરજી આવી હતી જેમાંથી કુલ ૧૭૦૪૦ વોલિયન્ટર્સની ફાઈનલી પસંદગી કરવામાં આવી છે અને ૧૧ યજમાન શહેરોમાં ૧૮૦૦૦થી વધુ વોલિયન્ટર્સ ખડે પગે સેવારત રહેશે. આ બધા વોલિયન્ટર્સ વિવિધ પ્રકારની મહેમાનગતિ, ભાષા અને સ્થાનિક સંસ્કૃતિની તાલિમ આપવામાં આવેલ છે. જેઓ આ વર્લ્ડકપને મ્હેંકાવામાં અમૂલ્ય યોગદાન આપશે.

Post Comments