Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

World Cup 2018: 11 શહેરોના 12 સ્ટેડિયમમાં જામશે 64 મેચોનો જંગ

રશિયા ખાતેના વિશ્વકપમાં રશિયાના ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમોનો ઉપયોગ કરવામાં આવશે. રશિયામાં મોસ્કોનું લૂઝનીકી સ્ટેડિયમ અને સેન્ટ પીટ્સબર્ગનું ક્રેસ્તોવ્સ્કી સ્ટેડિયમ સૌથી મોટા સ્ટેડિયમ છે. મોસ્કોનું લૂઝનીકી સ્ટેડિયમ ૧૯૫૬માં બન્યું હતું. 

૧૦૫ ટ  ૬૮ મીટરની સાઈઝ ધરાવતું આ સ્ટેડિયમ લેટેસ્ટ ફેરફારો કર્યા પછી ૨૧૦૦૦ની બેઠકો ધરાવતું સૌથી મોટું અને આધુનિક સ્ટેડિયમ છે. ''સેન્ટ્રલ લેનિન સ્ટેડિયમ'' નામ ધરાવતું આ સ્ટેડિયમ ''લૂઝનીકી ઓલિમ્પિક સ્પોર્ટ કોમ્પલેક્ષ'' તેનું સંચાલન કરે છે.

સેન્ટ પીટ્સબર્ગનું સ્ટેડિયમ ''ક્રેસ્તોવ્સ્કી'' એ... ખૂબ જ રમણીય ક્રેસ્તોવ્સ્કી આઈલેન્ડ પાસે આવેલું છે. ૧૦૫ ટ ૬૮ મીટરની સાઈઝ ધરાવતું આ હરિયાળા ઘાસવાળું મેદાન ૬૮,૧૩૪ની બેઠકો ધરાવતું રશિયાનું સૌથી રમણિય આહલાદક સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ પર ફિફા કોન્ફેડેરેશન કપ-૨૦૧૭ રમાયો હતો અને ૨૦૨૦માં ેંઈખછ  યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ રમાનાર છે.

સોચીમાં આવેલું ''ફિશ્ત ઓલિમ્પિક સ્ટેડિયમ'' એ અદ્યતન સ્ટેડિયમ છે. ૨૦૧૩માં ખુલ્લા મુકાયેલા સ્ટેડિયમમાં ૪૭,૬૫૯ની બેઠક વ્યવસ્થા છે. માઉન્ટ ફિશ્ત પરથી આ સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ વિન્ટર ઓલિમ્પિકની ઓપનીંગ અને ક્લોઝીંગ સેરેમની યોજાઈ હતી.

વોલ્ગોગ્રાડમાં આવેલ ''વોલ્ગોગ્રાડ એરેના'' એ... વોલ્ગા નદીના કિનારે ૧૯૫૮માં બનાવવામાં આવ્યું હતું. અનેક ફેરફાર કર્યા પછી તેની બેઠક ક્ષમતા ૪૫૫૬૮ની છે.

કાઝાનમાં આવેલ ''કાઝાન એરેના'' વિશ્વમાં સૌથી મોટું ન્ઈઘ  રાઈડ વિશ્વની ફૂટબોલ સ્ટેડિયમ પર સ્થાપિત છે. જેની બેઠક ક્ષમતા ૪૫૩૭૯ છે.
મોસ્કોમાં આવેલ 'ઓટ ક્રાઈટી એરેના' ૨૦૧૦માં બનાવવામાં આવ્યું હતું. મોસ્કોમાં તુશિનો ખાતે આવેલ આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૪૫૩૬૦ની છે જે મલ્ટી-પર્પઝ સ્ટેડિયમ છે.

રોસ્તોવ-ઓન-ડોન ખાતે આવેલ 'રોસ્તોવ એરેના'એ ૨૦૧૧માં ડોન નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું. અનેક ફેરફારો પછી આ સ્ટેડિયમ બેઠક ક્ષમતા ૪૫૦૦૦ની છે.

સમારામાં આવેલ 'કોસમોસ એરેના' ૨૦૧૪માં બનાવાયું હતું. જેમાં ફેરફાર કરીને આ વર્લ્ડકપ માટે યોગ્ય બનાવ્યું. જેની બેઠક ક્ષમતા ૪૪૯૧૮ છે.
નિઝાની નોવગોરોડમાં આવેલ 'નિઝાની નોવગોરોડ સ્ટેડિયમ' બે મુખ્ય નદીઓ વોલ્ગા અને ઓકાના સંગમ પર સ્પિટ (સ્ટ્રેલ્કી) તરીકે ઓળખાતા ઐતિહાસિક વિસ્તારમાં આવેલ છે. આ સ્ટેડિયમ બેઠક ૪૪,૮૯૯ છે.
મોરડોવિયામાં સારાંસ્ક ખાતે આવેલ ''મોરડોવિયા એરેના'' ૨૦૧૦ અને ૨૦૧૨ વચ્ચે બાંધવામાં આવ્યું હતું. સીટીના સેન્ટ્રલ પાર્ટમાં આવેલ આ સ્ટેડિયમમાં ૪૪,૪૪૨ની બેઠક ક્ષમતા છે.

યેકાટેરિનબર્ગમાં આવેલ સેન્ટ્રલ સ્ટેડિયમ એ મલ્ટિપર્પઝ સ્ટેડિયમ છે. ૧૯૫૭માં બાંધવામાં આવેલ આ સ્ટેડિયમ એ એકાટેરિનબર્ગ એરેના તરીકે પણ ઓળખાય છે. જેની બેઠક ક્ષમતા ૩૫૬૯૬ છે.
કાલિનીનગ્રોડમાં આવેલ ઓક્ટીયાબ્રસ્કી આઈલેન્ડમાં કાલિનીનગ્રેડ સ્ટેડિયમ ટુ ટાયર સ્ટેડિયમ છે. અલ્ટ્રામોર્ડન સિક્યુરિટી સિસ્ટમ અને સીસીટીવીની સુવિધા ધરાવતા સ્ટેડિયમમાં ૩૫૨૧૨ બેઠકની વ્યવસ્થા છે. આ સ્ટેડિયમથી ૪૫ કિ.મી.ના અંતરે જ પોલેન્ડની બોર્ડર આવે છે.

આમ ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમમાં કુલ ૬૪ મેચોનો જંગ જામશે. એકમાત્ર મોસ્કોમાં બે સ્ટેડિયમ છે.
યજમાન શહેર અને સ્ટેડિયમો માટેની આખરી પસંદગી ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ જાહેર કરવામાં આવી હતી.
રશિયાના સૌથી મોટા અને અત્યાધુનિક સ્ટેડિયમ ''લૂઝનીકી''- મોસ્કોમાં વર્લ્ડકપની ઓપનીંગ મેચ, સેમીફાઈનલ અને ફાઈનલ એમ મહત્ત્વની મેચો રમાશે. વર્લ્ડકપ વિજેતા આ સ્ટેડિયમમાં જોવા મળશે. આ ઉપરાંત નોકઆઉટની એક અને પ્રથમ રાઉન્ડની ત્રણ મેચ રમાશે.
રશિયાનું બીજા ક્રમનું સૌથી મહત્ત્વનું સેન્ટ્સ પોર્ટસ બર્ગનું ક્રોસ્તોવ્સ્કી સ્ટેડિયમમાં થર્ડ પ્લેસ-પ્લેઓફ, સેમીફાઈનલ નોકઆઉટ એક અને ચાર મેચ પ્રથમ રાઉન્ડની ગુ્રપ મેચ રમાશે.
જ્યારે સોચી, કાઝાન, નિઝની નોવગોરીડ, અને સમરામાં એક ક્વાર્ટર ફાઈનલ સહિત કુલ છ મેચો રમાશે.
મોસ્કોમાં આવેલ ઓટકાઈટી એરેના અને શેસ્ટોવ-ઓન-ડોનમાં એક નોક આઉટની અને ચાર મેચ પ્રથમ રાઉન્ડની રમાશે.
વોગ્લોગ્રેડ, કેલિનિનગ્રેડ, યેકાટેરિનબર્ગ અને સારાંસ્કમાં ચાર મેચ રમાનાર છે.

મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૭૧૦૦૦ પ્રેક્ષકોની છે
સ્ટેડિયમમાં પ્રવેશતા જ લેનિનની પ્રતિમા સ્વાગત કરે છે
પર્વતોની ગોદમાં અને નદી કિનારે બનેલા રશિયાના સ્ટેડિયમો નયનરમ્યતા અને બેનમુન ડિઝાઇનનો સંગમ ધરાવે છે


વર્લ્ડકપ ફૂટબોલ સ્પેશિયલ: ભવેન કચ્છી,
રામકૃષ્ણ પંડિત,  ચિંતન બુચ, પ્રદીપ ત્રિવેદી

Post Comments