Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

વિધાનસભાના જંગમાં રસાકસી થવાના સંકેત

યાદવ કુટુંબમાં સાવકી માનો ખેલ

નોટબંધીનો વિરોધ કરનારામાં ભાગલા પડતા એમ લાગી રહ્યું છે કે આગામી મીની જનરલ ઈલેકશન ભાજપ આસાનીથી જીતી જશે. (પાંચ વિધાનસભાનો જંગ એટલે મીની જનરલ ઈલેકશન એમ સમજવું). પાંચ રાજ્યોમાં વિધાનસભાનો જંગ છે તે પૈકી સૌથી વધુ મહત્વની ચૂંટણી ઉત્તર પ્રદેશની છે.

યાદવ પરિવાર ગમે એટલા ગતકડાં કરે પણ ભાજપ ઉત્તર પ્રદેશ જીતી જશે એમ મનાય છે. આમ થશે એટલે વડાપ્રધાન મોદીની ઈમેજ દેશભરમાં વધુ મહત્વની બનશે.

વડાપ્રધાન મોદીની બહુમુખી પ્રતિભાની આ જીત હશે. તેમણે ભાજપ, આરએસએસ બધાને સાચવવાની સાથે પ્રજાનો મૂડ પણ પારખ્યો હતો. વિશાળ વસ્તી, તેમને સંતોષ આપવો અને વિવિધ દેખાવોનો સામનો કરીને પ્રજાના દિલ જીતવા આસાન નથી.

મોટાભાગના ભારતીયો તેમને મજબુત નેતા તરીકે ગણવા લાગ્યા છે. મનમોહન સિંહના એક દાયકાના શાસન પછી આવેલા વડાપ્રધાન મોદીએ માત્ર બે વર્ષમાં પ્રજા પર પક્કડ મેળવી લીધી છે જે પ્રશંસનીય કહી શકાય.

દિવંગત વડાપ્રધાન ઈંદીરા ગાંધી તેમના મજબુત પગલાં માટે જાણીતા હતા એટલે તો તેમને 'કેબીનેટમાં એક માત્ર પુરૃષ' કહેવામાં આવતા હતા. મોદીએ જોકે સત્તાધારી પક્ષ પર સંપૂર્ણ કાબુ રાખીને પોતાની મજબુત ઈમેજ ધરાવી છે.

ઉત્તર પ્રદેશમાં મોદી એમ કહેશે કે યાદવ કુટુંબ અંદરો-અંદર એટલું લડે છે કે તે કુટુંબ નથી સાચવતા તો રાજ્ય કેવી રીતે સાચવશે ?

ઉત્તર પ્રદેશમાં પાયાના કાર્યકરો સાથે જોડાયેલો એક પક્ષ બહુજન સમાજવાદી પાર્ટી પણ છે. માયાવતીનો 'માયા' (પૈસા) સાથેનો પ્રેમ જાણીતો છે પણ નોટબંધીએ તેમને મોટો ધક્કો માર્યો છે. માયાવતી લોન્ડરીંગના કિસ્સામાં સપડાયા હતા. ભાજપ આ મુદ્દા માયાવતી સામે ચગાવશે.

આ ઉપરાંત પાંચ રાજ્યોના વિધાનસભા જંગ પહેલા બજેટ આવશે એટલે તેમાં મોદી સરકાર મધ્યમ વર્ગને અનેક રાહતો આપીને તેમના દિલ જીતી લેશે. જેમાં પગારદાર કર્મચારીઓને ઈન્કમટેક્ષ લીમીટમાં મોટી રાહત, બચતમાં વધુ વ્યાજ, ગ્રામ્ય વિસ્તારો અને કિસાનોને વધુ લાભ વગેરેનો સમાવેશ થશે. કોર્પોરેટ સેક્ટર માટે પણ બજેટમાં રાહતો અપાશે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જેવા મહત્ત્વના હોદ્દા માટે વર્ષના અંતમાં ચુંટણી આવશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટવામાં મોદી સરકારને બહુ વાંધો નથી આવવાનો જ્યારે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્ય જીતીને ભાજપ પોતાનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે લાવી શકશે.

સાવકી માનો પ્રભાવ
ઉત્તર પ્રદેશના યાદવ પરિવારના ઝઘડા પાછળ મહત્ત્વકાંક્ષી સાવકી મા જવાબદાર છે એમ જણાયું છે. કેટલાક વર્ષ પહેલાં અખિલેશના મમ્મી મૃત્યુ પામ્યા પછી મુલાયમસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજી પત્નીએ મુલાયમનો રીયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળી લીધો હતો. આ બીજી પત્નીને ઉત્તર પ્રદેશમાં ટીકીટ પણ આપવામાં આવી હતી. કહે છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશને કટ-ટુ-સાઈઝ કરવાનો આઈડયા પણ સાવકી માનો હતો.

આપનો ફુગ્ગો
આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સક્રીય છે. જોકે આ ચૂંટણીમાં તેમનો ફુગ્ગો ફરીવાર ફૂટવાનો છે. માત્ર જાહેરાતથી નથી જીતાતું. રાજકીય પક્ષોએ તરછોડેલા લોકો તેમની સાથે જોડાય છે.

સાધુઓની બોલબોલા
છેલ્લા કેટલાક સમયથી ધર્મગુરૃઓએ ધર્મને વેપાર બનાવી દીધો હોય એમ લાગે છે.

 કેટલાક સમયથી સફેદ કપડામાં અને ભગવા કપડામાં સાધુઓ ટીવી પર જોવા મળે છે. આ લોકો ધર્મના નામે ન્હાવાના સાબુ અને હેર ઓઈલ વેચવાની જાહેરાત કરતા હોય છે. ટીવી માધ્યમોનો ઉપયોગ કરીને તે પ્રોડક્ટનું વેચાણ વધારે છે.

વિદેશ પ્રવાસ કર્યા કરતા કેટલાક ગુરૃ અમેરિકામાં પણ કેમ્પ યોજે છે. એક કાર્યક્રમમાં તો સ્થાનિક એજન્ટ બધા પૈસા ચાંઉ કરી જતા સાધુ અટવાયા હતા. આ સાધુએ એક ટીકીટના ૧૦૦ ડોલર રાખ્યા હતા. જેમાં બેઠક વ્યવસ્થા, રીફ્રેશમેન્ટ, મીડીયા વગેરેનો સમાવેશ થતો હતો. આવા સાધુઓ વિદેશ જઈને તગડી કમાણી કરે છે તે પૈસા સત્તાવાર રૃટ મારફતે આવવા જોઈએ એવી માગ ઉઠી છે.

Post Comments