Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

અરવિંદ કેજરીવાલ હવે હાસ્યાસ્પદ બની રહ્યા છે
દરેક વાતમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને વચ્ચે ઘસડી લાવવાની ( જૂતા ફેંકવા જેવી ઘટનામાં પણ!) આદત તેમજ 'અભી બોલા અભી ફોક' (જો નોટબંધી પાછી નહીં ખેંચાય તો ત્રણ દિવસમાં દેશ આખો બળવો પોકારશે) જેવી નીતિને કારણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હવે હાસ્યાસ્પદ બની રહ્યા છે.

વિરોધીઓ તો ઠીક એમના ચાહનારાઓ પણ એમનાથી કંટાળીને દૂર થઈ ગયા છે. કરોડો રૃપિયાની લ્હાણીને કારણે એમના દરેક નિવેદન કે ટ્વીટને ચગાવનાર મિડિયા પણ હવે કેજરીવાલને એવોઈડ કરે છે કેટલાક તો ત્યાં સુધી કહે છે કે કેજરીવાલે હવે જો રાજકીય કારકિર્દી બચાવવી હશે તો સારા મનોચિકિત્સકની સલાહ લેવી જરૃરી છે.

સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા તત્ત્વોની હકીકત
ચામડીના સૌદર્ય અંગે પણ કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. પણ હકીકત શું છે તે જોઈએ. એક માન્યતા છે કે ચહેરાની ચામડીની કરચલી દૂર કરતું એન્ટીરીંકલ ક્રીમ ત્વચાને પાતળી બનાવે છે. કેટલાક બ્યુટી થેરીપીસ્ટો પણ ચેતવણી આપતાં કહે છે કે આલ્ફા હાઈડ્રોક્સી એસિડ અથવા તો ટ્રીટીનાઈન (વિટામીન એ ડેરિવેટિવ્ઝ કે જે ભારતમાં ખીલની દવા તરીકે વપરાય છે પણ વિદેશોમાં તે એન્ટીરીંકલ એજન્ટ તરીકે વેચાય છે) ને તમારી ચામડી પરથી પૂરેપુરું દૂર કરવામાં ન આવે તો ચામડી પર ભીંગડાં વળે છે. હકીકતમાં આ ખોટું છે એવું ડર્મેટોલોજિસ્ટનું કહેવું છે.

વાસ્તવમાં આલ્ફા હાઈડ્રોક્સી એસિડ અને ટ્રીટીનોઈનનો માફકસર ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચામડી પુષ્ટ અને મજબૂત બને છે અને તેની કાર્યશક્તિને આગળ ધપાવે છે. ઉલ્ટાનું આ કેમિકલનું પીલીંગ (સૌદર્યપ્રસાધન અંગે વપરાતો શબ્દ) ચામડીના સપાટી પરના મૃત કોષોને વધતા અટકાવે છે. એટલું જ નહીં સંશોધનો કહે છે કે ટ્રીટીનોઈન કોલાઝન ( એક પ્રોટીન જે ચામડીને પૂર્ણતા આપે છે) ના ઉત્પાદનને વધારે છે. આ કોલાઝન ચામડીના કોષો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવે છે.

આમ એ રીતે જોઈએ તો તે ચામડીને જાડી બનાવે છે. આલ્ફા હાઈડ્રોક્સી એસિડ ફ્રૂટ એસિડ છે. જૂના દારૃમાં પણ આ એસિડ છે અને તે ત્વચાની રૃક્ષતા દૂર કરે છે. કરચલી દૂર કરે છે અને ત્વચા પરનાં તેલ અને ખીલને ઓછા કરે છે. કેમિકલ પીલ્સ ત્વચાની ઉપરની સારવાર છે. કેમિકલ પીલ વાપરનારાઓ લિક્વિડ સોલ્યુશનનો ઉપયોગ ત્વચાના ઉપરના આવરણને દૂર કરી નવી કોમળ ત્વચા મેળવવા કરે છે. કેમિકલ પીલનો ઉપયોગ ચહેરો, ગળું, ગરદન, છાતી, હાથ, પગ વગેરે પર કરી શકાય છે.

અમેરિકન પ્રજાનો શ્વાન પ્રેમ
કમ સે કમ કૂતરાઓના મામલામાં અમેરિકનો આપણા કરતાં વધારે સહૃદયી અને પ્રેમાળ સાબિત થયા છે. બહારગામ જવા ઈચ્છતા અમેરિકનોનાં પાલતુ પ્રાણીઓને સાચવવાની ભીષણ સમસ્યાનો હવે અમેરિકામાં સરસ ઉકેલ મળવા લાગ્યો છે. વધુને વધુ હોટેલો હવે 'ડોગ- ફ્રેન્ડલી' બનવા લાગી છે.

ધ અમેરિકલ હોટેલ એન્ડ મોટેલ એસોસિયેશને ઘોષણા કરી છે કે અમેરિકાભરની ૨૦,૦૦૦ કરતાંય વધારે હોટેલો અને મોટેલોમાં હવે સાથે ચોપગાં પ્રાણીને પણ લાવી શકાશે. આ પ્રાણીઓને કેવી કેવી સુવિધાઓ અને માનપાન મળે છે ? કેલિફોર્નિયાની બિવર્લી હિલ્સ હોટેલનો સ્ટાફ મહેમાનોના કૂતરાને નામથી જ બોલાવે છે. તેમના માટે ખાસ પલંગ, તેમને પાણી પીતાં ફાવે એવાં વિશિષ્ટ બાઉલ તેમ જ અન્ય ચીજવસ્તુઓ રૃમમાં ગોઠવવામાં આવે છે.

લોવ્ઝ્ હોટેલમાં વીઆઈપી (એટલે કે વેરી ઈમ્પોર્ટન્ટ પેટ) ના માલિકને મેનેજર એક નકશો આપે. જેમાં કૂતરાવને ફરવા લઈ જવા માટેનાં સ્થળો વિશે માહિતી આપેલી હોય. ધ પેનિન્સુલા શિકાગો હોટેલમાં અતિથિઓના કૂતરાઓેને ખાસ પ્રકારનું માલિશ કરી દેવામાં આવે છે. અહીં માત્ર કૂતરાઓ માટેની અલાયદી રેસ્ટોરાં છે. પેરિસની હોટેલ લેન્કાસ્ટર તો ઓર એક ડગલું આગળ વધી ગઈ છે. હોટેલ રૃમમાં કૂતરાં માટે મુકવામાં આવેલો સ્પેશ્યલ પલંગ એને (કે તમને) બહુ પસંદ પડી ગયો હોય તો તમે ઓર્ડર નોંધાવી શકો છો. હોટેલવાળાઓ અદ્લ એના જેવો બીજો પલંગ બનાવડાવીને તમારે ઘરે પહોંચાડી દેશે !

વિટામનની ગોળીઓ પણ જોખમી બની શકે છે
શું તમને વિટામીનની ગોળીઓ ગળવાની આદત છે? ચેતી જાઓ. ઈંગ્લેન્ડના ટાઈમ્સ અખબારે બ્રિટિશ ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (એફએસએ) ને ટાંકીને એક અહેવાલ હતો જેનું મથાળું હતું  :  'વિટામિન્સ કેન ડેમેજ યોર હેલ્થ' મીન્સ વિટામિન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બીટા કેરોટીન, નિકોટિનીક એસિડ, ઝિન્ક મેંગેનીઝ, ફોસ્ફરસ અને બીસિક્સ વગેરે ડાયેટરી સપ્લીમેન્ટ્સ લીવરને નુકસાન પહોંચાડી શકે છે, હાડકાં નબળાં પાડી શકે છે અને પેટમાં તાણ પેદા કરી શકે છે.

વિટામીન 'સી' પણ પેડુના દુખાવા અને ઝાડાનું કારણ બની શકે છે. વિટામિનના ડોઝ વધુ પડતા પ્રમાણમાં લેવાતા હોય તો જ નુકસાન થાય છે, અન્યથા નહીં. જેમ કે, દિવસમાં માત્ર ૧૦ મિલીગ્રામ બીસિક્સ જ પેટમાં જવી જોઈએ. જો રોજ બસ્સો- બસ્સો મિલીગ્રામની ટેબ્લેટ ગળતા હો તો હાથ અને પગની સંવેદનશીલતાને ગંભીર નુકસાન થયું જ સમજો.

ફેફસાના ખાસ રોગ માટે વાયેગ્રા
પીએચટી નામના વ્યાધિમાં દર્દીનાં ફેફસાંની મુખ્ય ધમનીનું બ્લડપ્રેશર એકાએક વધી જાય છે અને એને કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી પડે છે. આ રોગનો કોઈ ઈલાજ નથી અને દર વરસે એનાથી અમેરિકામાં હજારો લોકો મૃત્યુ પામે છે.

વાયેગ્રાની ગોળીની એક ખાસિયત છે કે એ લીધા બાદ માનવીની તંગ રક્તવાહિનીઓ શિથિલ થઈ જાય છે અને એનું રક્તાભિસરણ વધી જાય છે. ફેફસાંના નિષ્ણાંતો એ જોવા આતુર છે કે વાયેગ્રા લેવાથી પીએચટીના દર્દી ઉપર ઉક્ત અસર થાય છે કે નહીં. માઉન્ટ એવરેસ્ટ ચડતી વખતે હવા પાતળી થતી જતી હોવાથી પર્વતારોહકોને હવામાંથી પ્રાણવાયુ લેવામાં ખાસ્સી તકલીફ પડે છે. પીએચડીના દર્દીના હાલત પણ પર્વતરોહકો જેવી જ હોય છે. 

આવી સમાનતાને કારણે જર્મન ફાઉન્ડેશન અને દવા બનાવતી જાણીતી કંપનીએ ૬ શેરપાઓ, ૫૦ યાક અને ૧૨૦ કૂલીઓ ઉપર વાયેગ્રાનો પ્રયોગ શરૃ કર્યો છે. પ્રયોગ કરવા પાછળનો એમનો હેતુ ફક્ત એટલું જાણવાનો છે કે વાયેગ્રાને કારણે વ્યક્તિનાં ફેફસાંની કામગીરીમાં કોઈ સુધારો થાય છે કે નહીં. પ્રયોગના પ્રાથમિક તબક્કામાં જર્મન તબીબોએ નોંધ્યું છે કે વાયેગ્રા લેવાથી ફેફસાંનું પ્રેશર ઓછું થઈ જાય છે. પીએચટીના ૧૬ દર્દીઓને એનાથી રાહત જણાઈ હતી.

માયાવતીના તેવર બદલાયા !
બહુજન સમાજ પાર્ટીના ખાતામાં કરોડો રૃપિયા જમા થયાની તપાસ જ્યારથી શરૃ થઈ છે ત્યારથી માયાવતીની આક્રમકતા ઢીલી થઈ ગઈ છે. સામાન્ય રીતે બીએસપીનાં સુપ્રિમો પત્રકારો સાથે તોછડાઈથી જ વર્તતા હતા. તેઓ પ્રેસ કોન્ફરન્સ બોલાવે ત્યારે પણ પત્રકારો સમક્ષ કાગળમાં લખેલું નિવેદન વાંચીને 'અબ લન્ચ કે લીયે ચલીએ....' કહીને રવાના થઈ જતા હતા.

હવેથી તેઓ પત્રકારો સાથી સલૂકાઈથી વર્તી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ લખેલું નિવેદન વાંચ્યા પછી પત્રકારોના જવાબો આપે છે. પત્રકારોને જમાવાના ટેબલ પર જવાની સુચના પણ પ્રેમ અને આદરથી આપે છે. આને કહેવાય બીના ડર નહીં પ્રિત !

Post Comments