Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

આહારના પ્રયોગો

વજન ઘટાડવાનો રૃા. ૪,૪૦,૦૦૦ કરોડનો વૈશ્વિક ધંધો

મેદસ્વી કાયા અંગેના કયા સંશોધનો ચાલી રહ્યા છે ? ઘટેલું વજન કેમ ફરી વધી જાય છે ?

અમેરિકામાં ૪૦ ટકા પુખ્તો ઓવરવેઇટ : વિશ્વની ૩૦ ટકા વસ્તી મેદસ્વી

વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે પ્રત્યેક વ્યક્તિની આગવી સિસ્ટમ છે તેની સારવાર અત્યારે નાછૂટકે બધાની એકસમાન થાય છે

વજન ઘટાડવાનો ૬૬ અબજ ડોલરનો વૈશ્વિક ધંધો છે એટલે કે અંદાજે રૃા. ૪,૪૦,૦૦૦ કરોડ ! ડાએટ પિલ, ડાએટિશ્યન, ડાએટ ફૂડ ઈન્ડસ્ટ્રી, ફેન્સી જીમથી માંડી બેરિયાટ્રિક સર્જરી બધું જ આમાં આવી જાય. હજુ એવું કહી શકાય કે મોટાપા નિવારણનો આ ધંધો ખૂદ મટમોસો, ગોળમટોળ અને ફાંદાળો વિકાસ કરતો જ રહેશે. વિજ્ઞાાનીઓ માને છે કે ભાવિ વિશ્વને સૌથી મોટો પડકાર કોઇ મહામારી નહીં પણ મેદસ્વી કાયાનો હશે.

૧૯૯૦માં અમેરિકામાં ૧૫ ટકા પુખ્તો મેદસ્વી - જાડાપણુ કે ઓબેસિટી ધરાવતા હતા જે આંક ૨૦૧૦માં ૨૫ ટકા અને અત્યારે ૨૦૧૭માં ૪૦ ટકા પર પહોંચી ગયો છે. અમેરિકાના ૧૫.૫ કરોડ નાગરિકો મેદસ્વી છે. વિશ્વની કુલ વસ્તીના ૩૦ ટકા એટલે કે ૨.૩ અબજ લોકો આ પડકારનો સામનો કરી રહ્યા છે. માત્ર સુડોળ કાયા માટે જ નહીં ખરેખર તો વજન શરીરની તમામ બીમારી માટે સૌથી મહત્વનું કારણ બને છે અને વિશ્વની કાર્યક્ષમતા પર પણ આ કારણે ફટકો પહોંચે છે.

વિશ્વના વિજ્ઞાાનીઓએ હવે સંશોધનની એ દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે કે જંક ફૂડ અને બેઠાડુ જીવનશૈલીનું પ્રમાણ ન હોય તો પણ વ્યક્તિનું વજન કેમ વધતું જાય છે. બીજો એક કોયડો પણ વિજ્ઞાાનીઓ ઉકેલવા મથી રહ્યા છે કે ડાએટ કંટ્રોલ, ડાએટ પ્લાન અને કસરત કરવાથી જે પણ નોંધપાત્ર વજન ઉતરવાના કિસ્સાઓ છે તે અમુક વર્ષો અપનાવ્યા બાદ કેમ કારગત નથી નિવડતા.

અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થે મોટાપાના રહસ્યનો તાગ મેળવવા ૯૧ કરોડ ડોલરનો અલગ બજેટ સાથે સંશોધન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેઓએ બહાર પાડેલા તારણો રસપ્રદ છે. અમેરિકાનો ટીવી રીયાલિટી શો કે જેમાં ભાગ લેનારા સ્પર્ધકો પ્રથમ હપ્તા વખતે ભીમકાય તરીકે પ્રવેશે ૧૩ હપ્તા દરમ્યાન તેઓ કઇ રીતે તેમનું વજન ઘટાડે છે અને કેટલું ઘટાડી બતાવે છે તે દર્શકો સમક્ષ બતાવાયેલુ. ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના આ વિષયના સંશોધક હોલે આ રીયાલિટી શોના જે હરિફોએ આશ્ચર્યજનક રીતે અસાધારણ વજન ઘટાડયું હતું તેઓનાં જુદા જુદા તબીબી પરીક્ષણો કરીને અભ્યાસ કર્યો હતો.

તેણે તારણ કાઢ્યું કે હરિફોએ તેમના વજનને ૬૪ ટકા ઘટાડી બતાવ્યું. એટલે કે શોમાં પ્રવેશ વખતે જેનું વજન ૧૨૦ કિલો હોય તેનું ૧૩ હપ્તા બાદ ૫૦ કિલો વજન થઇ ગયું હતું. વિજ્ઞાાની હોલને એવી આશા બંધાઇ કે જો આ રીતે આ હદે વજન ઘટી શકતું હોય તો અમેરિકાના ૭૧ ટકા મેદસ્વી કે ઓવર વેઇટની સમસ્યા ધરાવતા નાગરિકો કેમ તે લક્ષ્યાંક ના મેળવી શકે ? અમુક કિસ્સાઓમાં તો એક અઠવાડિયામાં ૨૦ કિલો વજન ઉતારનારા સ્પર્ધકો હતા.

''ધ બિગેસ્ટ લૂઝર'' શોના ૧૪ હરિફોને હોલે તેની લેબોરેટરીમાં અભ્યાસાર્થે રાખ્યા. શો દરમ્યાન તેઓનો એક જ સામાન્ય ફંડા હતો કે કાળી મજૂરી કરતા પણ કઠોર અવિરત કસરત કરવાની અને સાવ નહિવત્ ખાવાનું કે પ્રવાહી લેવાનું.

હા, તે તમામના નિષ્ણાત ડાએટિશ્યન, જીમ એક્ષ્પર્ટ અને તબીબોની ટીમ હતી. હોલે આ સ્પર્ધકોને તે પછીના મહિનાઓ અને કસરતનો શેડયુલ જારી રાખવાનું કહ્યું પણ તેના આશ્ચર્ય વચ્ચે બીજા છ મહિનામાં આ સ્પર્ધકોનું વજન આ બધું જારી હોવા છતાં અગાઉ જે હતું તેટલું થઇ ગયું. ચાર સ્પર્ધકોનું તો હતું તેના કરતા પણ વજન વધી ગયું ! હોલે લેબ ટેસ્ટના પરિણામો પરથી એ તારણ કાઢ્યું કે શરીરની આંતરિક સીસ્ટમ એવી છે કે તે જેમ બને તેમ ઝડપથી ગુમાવેલ વજન પાછું મેળવવા તેની રીતે વળતો જંગ છેડતી હોય છે.

હોલ કહે છે કે જેઓ જીનેટિકલી અને આંતરિક રચના થકી જ મેદસ્વી હોય છે તેઓ અથાગ પ્રયત્નો બાદ કામચલાઉ ધોરણે વજન ઘટાડી શકે છે કેમ કે આંતરિક સિસ્ટમ ''જૈસે થે''ના જક્કી મૂડમાં હોય છે. તેનાથી વિપરીત જેમ કોઇ જીનેટિકલી સુકલકડી કાયા ધરાવનારને તમે ઘીના ડબ્બામાં મૂકો તો પણ તેનું વજન અમુક હદથી વધતું નથી તેવી જ આ જટીલ દેહરચનાની માયા છે.

યુ એસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્શને સંશોધન બાદ એવો રીપોર્ટ જાહેર કર્યો છે કે આહાર નિયમન અને આહારની સૂચિ પ્રમાણે જ પ્લાન બનાવવો જોઇએ તે ચોક્કસ સ્વાસ્થ્યપ્રદ અભિગમ છે પણ તે વજન ઘટાડવાની ફૂલપ્રૂફ ગેરંટી નથી.

આ માટે એક એવો પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો કે ૧૦૦ વ્યક્તિઓના સમૂહને કેટલાક મહિના ચુસ્ત ડાએટિંગ પ્રમાણે લૉ કેલરી, લૉ ફેટ, લૉ કાર્બો ધરાવતી વાનગીઓ ધરાવતી સમાન ડિશ અને તે નિયત સમયપત્રક પ્રમાણે આપવામાં આવતી હતી. નિશ્ચિત મહિનાઓ પછી આ તમામ વ્યક્તિઓના વજનમાં ઘટાડાની માત્રા સાવ જુદી જોવા મળી.

હવે આ જ વ્યક્તિ સમૂહને હેવી ડાએટ, ફેટ - કેલરી અમુક મહિના સમાન ડિશ સમાન શેડયુલે પીરસવામાં આવી હતી તો તેઓએ મેળવેલ વજનમાં પણ ખાસ્સી અમાનતા બહાર આવી.

માત્ર વજનની રીતે નહીં અમુક વ્યક્તિને ગળી - સુગર વાનગી લીધા પછી જે બ્લડ સુગર, કોલેસ્ટેરોલનું પરીક્ષણ થયું તેમાં પણ ખાસ્સી વિસંગતા પૂરવાર થઇ. વિજ્ઞાાનીઓ એવા સંશોધનની નજીક પહોંચ્યા છે કે વજન ઘટાડવા, વજન વધારવા કે ડાયાબિટીસ, હૃદયરોગ અન્ય બીમારીઓ માટે બધા માટે એક એકાકાર ડાએટ કે ડાએટ નિયમન, ડાએટ ટાઇમ-પ્લાન નુકસાન તો નથી જ કરતાં પણ ખરેખર તે વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોઇ શકે.

શું બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસમાં બધાના માટે જે માપ  છે તે યોગ્ય છે ? ઉદાહરણ તરીકે ડાયાબિટીસ ૧૨૦-૧૩૦ હોય ત્યાં સુધી હિતાવહ છે પણ ઘણા દર્દી એવી ફરિયાદ કરે છે કે ૧૬૦થી નીચે બ્લડ સુગર લેવલ હોય તો તેઓને અસ્વસ્થતા અનુભવાય છે. કોલેસ્ટેરોલ ખરેખર હૃદયરોગ અને અન્ય બીમારી માટે જવાબદાર છે ? તે વિવાદ વિશ્વ મેડિકલ અને કાર્ડિયો જગતમાં હાલ ચર્ચાની એરણ પર છે.

કેન્સરની સારવાર માટે તબીબી સંશોધનના અભાવે કેમોથેરેપી આપવી પડે છે પણ આ કેમોરેથેપી સૂકા ભેગા લીલાના ધોરણે સારા અને ઉપયોગી કોષોને પણ મારે છે. કેન્સરના સંશોધન વિજ્ઞાાનીઓ માને છે કે પ્રત્યેક કેન્સરના દર્દીની આગવી ટ્રીટમેન્ટ હોવી જરૃરી છે કેમ કે શરીરના કોષો, જનીનો, પ્રતિકાર શક્તિની પોતીકી દુનિયા છે.

બસ, આ જ ધોરણે વ્યક્તિ જે આહાર લે છે, નિયમન કરે છે, કસરત કરે છે તેની વ્યક્તિએ વ્યક્તિએ અલાયદી અસર પડે છે.

હાર્વર્ડ સ્કૂલના વિજ્ઞાાની સાક્સે કહે છે કે ભવિષ્યનું તબીબી જગત પ્રત્યેક વ્યક્તિની જીનેટિક સિસ્ટમ, મેટાબોલિઝમનો ટેસ્ટ કરીને દવા, ડાએટ કે થેરેપી આપવા તરફ આગળ ધપી રહી છે. તમે કેટલી મીઠાઇ ખાવ છો, તે પછી તમારી સિસ્ટમ કેટલી સુગર બ્લડમાં રૃપાંતર પામે છે ક્યારે તે નીકળી જાય છે તે જોવાશે. તે જ રીતે તમે જે પણ ચરબીયુક્ત ખોાક લો છો તે ચરબીમાં રૃપાંતર કરવાની તમારી ક્ષમતા સિસ્ટમ પ્રમાણે શું છે તે નક્કી કરશે.

આહાર જ શા માટે તમારા હોર્મોન્સ, જીન, અંગો-ઉપાંગો, સિસ્ટમ કઇ દવાની કયા તત્વોથી અસર કેટલી તે જાણીને તે બેચ કે ગુ્રપની દવા તમને આપવામાં આવશે. કોઇને કલાક ચાલવાથી ૨૦૦ કેલેરી બળે અને કોઇને ૧૨૫ જ બળે તો બંનેનાં ચાલવાના સમયમાં ફર્ક હોવો જોઇએ.

અભ્યાસનું એક મહત્વનું પરિણામ એ પણ આવ્યું છે કે ડાએટિંગ દરમ્યાન શરૃના સમયગાળામાં વ્યક્તિ લો કેલરી કે લો ફેટ, કાર્બો વગરની વાનગી આરોગીને વજન નિયંત્રણમાં રાખવામાં સફળ થાય છે પણ તે પછી શરીર પોતે એવું 'મેટોબોલિઝમ' કેળવી લે છે કે જે પણ કેલરી, ફેટ કે કાર્બો હોય તેની સંપૂર્ણ કે મહત્તમ માત્રાને તે કેલરી, ફેટ કે કાર્બોમાં પરિવર્તિત કરી દેવા માંડે છે અર્થાત્ હવે અગાઉની જેમ બળી નથી જતી. માની લો કે તમે ૭૦૦ કેલરીનો ડાએટ લો તો તમે કસરત કરો તો તે પૂરતી બળે નહીં.

પણ ૭૦૦માંથી કે ૬૦૦ કેલરી શરીરમાં ભેળવી દે. શોષી (એબ્સોર્બ) લે. કસરત કે પ્રવૃતિની અગાઉ કરતા કેલરી પરની અસર ઘટાડી નાંખે.  કુદરતે પ્રત્યેક માનવીને નિશ્વિત માત્રા અને સિસ્ટમ સાથે બનાવ્યો છે તે મેળવી લેવા તેના સ્ત્રાવો, રસાયણ, જીન, રૃપાંતરણ પ્રક્રિયા સતત ઝઝૂમી રહી હોય છે.

વિજ્ઞાની હોલ તો એટલે સુધી કહે છે કે જો તમે વજન ગુમાવ્યું હોય તો તે પરત ''જૈસે થે'' સ્થિતિ મેળવવા શરીર એવી આંતરિક સિસ્ટમ જન્માવે છે કે પહેલા તમને આરામ કરવાથી જે કેલરી મળતી હતી તેની માત્રા તે વધારી દે. આવા કારણોસર ગુમાવેલું વજનનો આંક લાંબો સમય ટકી નથી રહેતો.

આવા સંશોધનો જ વિજ્ઞાાનને અમુક ખેલાડીઓ કે ટેલેન્ટ અમુક વ્યક્તિ પાસે જ કેમ તેની નજીક પહોચાડી રહ્યા છે. આમ છતાં સંશોધનના કોઇ નક્કર પરિણામ ના આવે ત્યાં સુધી મીતાહારી બનો, બે ટંકની જગાએ તેને ચાર ટંકમાં વહેંચીને લો, એક કલાક ચાલવાની અને અન્ય હળવી કસરત કરો. સારા વાંચન, સંગીતની ટેવ કેળવો. અતિ સંયમ કે અતિરેક ના કરો, સમતુલા મેળવી લો. તમારા શરીરને  અને અંગોને સંભાળો તે તમને તેની સારી કે ખરાબ સ્થિતિ છે તેનો સંકેત આપશે જ.

તમને કયું ભોજન, પીણું કે વાતાવરણ અનુકૂળ છે કે નથી તેનો પણ સંવાદ શરીર કરતું જ હોય છે. તેને અનુભવો અને તે પ્રમાણે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો. જે ખાદ્ય તેના મુળ રૃપે હોય તે જ આરોગો. પ્રોસેસ ડ્રિંક કે ફૂડને ટાળો.  મેંદાનો ન્યૂનતમ ઉપયોગ કરો.

બ્રાઉન યુનિવર્સિટીના વિજ્ઞાાની પ્રો. રેના વિંગે સંશોધન બાદ જણાવ્યું છે કે ફિટનેસ અને સૌંદર્યની રીતે દેખાવના સંદર્ભમાં તમે કડક આહાર નિયમન અને આક્રમક બનીને કસરત કરતા હો તો આવકાર્ય છે પણ જો તમારે સ્વાસ્થ્ય અને બીમારીની વિશેષ શક્યતા ટાળવી હોય તો ઝાઝી ચિંતા ના કરો. તમે ઓવરવેઇટ છો તો ૧૦થી ૧૫ ટકા વજન ઘટાડશો તો પણ તમે અન્ય ભયોથી નિયંત્રણ મેળવશો. જો તમે ૯૦ કિલોનું વજન ધરાવો છો તો ૭૫થી ૮૦ કિલો મેળવી લેશો તો તમારી બોડી સિસ્ટમને તમે પૂરતી રાહત આપી છે તેમ સમજો.

...અને છેલ્લે... વિજ્ઞાાનીઓ માનવજગત માટે એક અલ્ટીમેટ સંશોધન પણ કરી રહ્યા છે.ગરીબી, અપોષણ, અને ભૂખમરાથી બચવા ખેતી, અછત, મોંઘવારી, પાણીના પડાકારો છે ત્યારે એવી ટેબ્લેટ જ વિકસાવાઇ રહી છે જે ખાઇ લેવાથી પોષણ મળશે, ભૂખ મટી જશે અને કાર્યક્ષમતા વધશે... આહારના પ્રયોગો ચાલતા જ રહેશે.
 

Post Comments