Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

ચિઠ્ઠી આઈ રે આઈ રે ચિઠ્ઠી....

ટોચની કંપનીઓમાં તગડો પગાર મેળવતા ડીગ્રીધારીઓની રજાચિઠ્ઠી વાંચીને તમને થશે કે હસવું કે રડવું ?

As I am suffering from fever, please declare one day holiday in Compay અંગ્રેજી ભાષા... પકડ જરૃરી હૈ ?

બેંગ્લોર, હૈદ્રાબાદ, ચેન્નાઇ, મુંબઇ અને પૂણે જેવા શહેરોમાં આવેલી આઈટી અને બહુરાષ્ટ્રીય કંપનીઓના તગડા પગાર સાથે નોકરી કરતા ભારતના જુદા જુદા રાજ્યોના ઘણા કર્મચારીઓનું અંગ્રેજી નિમ્ન સ્તરનું અને હાસ્યાસ્પદ છે. તાજા થયેલા ડોકટરોના પણ આવા જ હાલ છે.

અંગ્રેજી ભાષાની તાલીમ આપતી એક કંપનીએ તેમના સર્વે માટે કેટલીક કંપનીઓના કર્મચારીઓની રજાચિઠ્ઠીના નમૂનાનો અભ્યાસ કર્યો.... આવા સેમ્પલ અમે અગાઉ એક વખત આપી ચૂક્યા છીએ. તમે પણ વાંચો અને નક્કી કરો કે હસવું કે રડવું...

*પુના સ્થિત કંપનીના સિનિયર કર્મચારીને તેની પુત્રીનો લગ્ન પ્રસંગ હોઇ અઠવાડીયાની રજા જોઇતી હતી. તેમણે લખેલી રજા માટેની અરજી વાંચી લો.

‘‘As I am marrying my daughter, please grant me a live upto week.’’

*એક મોભાદાર હોદ્દો ધરાવતા કર્મચારીએ તેના પત્રના પ્રારંભે વિવેક તો કર્યો છે પણ... કેવો...

‘‘I am well here and hope you are also in the same well.’’

*હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટની સિનિયર જગા માટેની અરજીની શરૃઆત કંઇક આવી હતી....

I am enclosed herewith, Dear Sir, with reference to the above, Please refer to my below.’’

*શિક્ષણની હાલત પર સહિયારી ચિંતા થઇ જાય તેવી એક રજાચિઠ્ઠી પણ જોવી જ રહી.

‘‘My wife is suffering from sickness and as I am her only husband at home ! I may be granted leave.’’

*આ એક નમૂનો પણ જોઇ લો. ભાઇ સાહેબે પૂરા આત્મવિશ્વાસ સાથે જાણે નોકરીનો હવે તેના સિવાય કોઇ હકદાર હોઇ જ ના શકે તેવું પ્રતીત કરાવતી અરજીનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે.

This has reference to advertisement calling for a office assistant and accountant - male or female - as I am both for the past few years & I san handal both with good experience, I am now going to apply now for both the post.

*હૈદ્રાબાદના કોલ સેન્ટરના કર્મચારીને તેના સંબંધીની અંતિમ ક્રિયામાં જવાનું કોઇ તેને અડધી રજા જોઇતી હતી. આ રહી તેની નોંધ.

Since I have to go to the cremation ground at 10 o clock and may not return, please grant me dead body burn half casual leave.

*બેંગ્લોરની એક કંપનીનો કર્મચારી તેની પત્ની જોડે તેના વતનની જમીન વેચવા જવા માંગતો હોઇ રજા માંગે છે.

Since I have to go to my village to sell my land along with my wife please sanction me one week leave to deal land with my wife.

*અતિશયોક્તિ લાગશે પણ અમેરિકામાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપની કે જેની ભારતમાં ઓફિસ છે તેના એન્જિનિયર પુત્રની મુંડન વિધિ નિમિત્તે તેને રજા જોઇએ છે... તેની નોંધ હાજર છે.

As I want to shave my Son's head, please leave me alone for two days.

*દેશની ખ્યાતનામ એરોનોટિક્સ કંપનીના વહીવટી વિભાગના કર્મચારીના સાસુજીનું નિધન થયું છે. તેમને પણ રજા જોઇતી હતી... લખી નાંખી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને ચિઠ્ઠી...

As my dear Mother in law has expired and I am only one responsible for it, please grant me full day leave.

*અને વધુ એક આઘાતજનક રજાચિઠ્ઠી... ડબલ ગ્રેજ્યુએટ તરફથી...

As I am suffering from fever, please declare one day holiday in Company tomorrow.

*ઓફિસમાં કામ પર ચઢ્યા પછી કર્મચારીને માથાનો દુઃખાવો ઉપડતા રજા જોઇતી હતી. આવી નોંધ મૂકીને તે ઘેર ગયો.

‘‘As I am working in this office I am suffering from headache, I request you to live me alone today onwards.’’

*હજુ વાળ ખેંચવાનું મન થઇ જાય તેવી એક ચિઠ્ઠી... અહીં પણ કર્મચારીને માથાનો દુઃખાવો ઉપડયો છે. તેણે ટુંકમાં જ પતાવ્યું.

As my headache is paining. Please grant me leave to press my head.

જેઓનું અંગ્રેજી નબળું છે તેઓ બેધડક કોઇપણ જાતના શરમ સંકોચ વગર આ રીતે અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. નવી પેઢીનો એક વર્ગ એમ માને છે કે ભાષાની શુધ્ધિ કરતા ''કમ્યુનિકેશન'' જરૃરી છે. જે કહેવાનું છે તે સામી વ્યક્તિ સમજી જાય તે પૂરતું છે.

સોશ્યલ મીડિયામાં દેવનાગરીની જેમ અંગ્રેજી અક્ષરો જે તે ભાષામાં ગોઠવાતા જાય છે. સોશ્યલ મીડિયામાં લાંબા અને ખરા સ્પેલિંગ લખવા કરતા ઝડપથી કી બોર્ડ પર હાથ ફરે તેને પ્રાધાન્ય અપાય છે. ઘણી વખત અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ના હોય તો પણ તે જ ભાષામાં વ્યવહાર કરવો અનિવાર્ય હોય છે ત્યારે હવે જે રીતે પણ પ્રત્યુત્તર અપાય, ક્ષોભ નથી અનુભવતી.

જે માલિકો કે ઉપરીઓ જે તે કર્મચારીને નોકરીએ રાખે છે તેઓ કર્મચારીના ટેકનીકલ વિષય પરની પકડને મહત્વ આપે છે. ઘણા ડોકટર, એન્જિનિયર, કમ્પ્યુટરના પ્રોગ્રામિંગ, ગ્રાફિક્સ, મેઇન્ટેનન્સમાં નિપુણ હોય તો પણ ભાષાની સજ્જતામાં અભાવ હોય છે. તો પણ તેઓ જોબ માટે પસંદગી પામે છે.

અમે એવા ડોકટર, એન્જિનિયર કે જુદા જુદા ક્ષેત્રોના ડબલ ગ્રેજ્યુએટ જોયા છે જેઓ તેમના વિષયનું પાવર પ્રેઝન્ટેશન ફાંકડા અંગ્રેજી સાથે કરતા હોય પણ તેમના વિષય બહારનું વર્કિંગ અંગ્રેજી અત્યંત નબળું હોય. તેઓ તેમના વિષયના ઈ-મેઈલ કે ટેક્ષ્ટ બરાબર કરતા હોય પણ તેમાં વ્યાકરણ કે સ્પેલિંગ દોષ નહીવત્ હોય. શક્ય છે કે અંગ્રેજી ભાષાનો ક્રિકેટ કોમેન્ટેટર તબીબી કે કાયદાની અંગ્રેજી 'જાર્ગન' પર ફાવટ ના ધરાવતો હોય. અંગ્રેજી પત્રકારત્વમાં પણ રાજકારણનું લેખન કરનાર વિજ્ઞાાનનો  રિપોર્ટ લખતા  શૂન્ય મનસ્ક થઇ જાય.

આપણી શિક્ષણની સિસ્ટમ પણ એવી છે કે અંગ્રેજીમાં સ્કોરિંગ કરતા વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં લથડિયા ખાતા હોય. ગોખીને માર્કસ મેળવી શકાય છે તો બીજી તરફ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થતા જ હોય છે ને. શાળામાં શીખેલું વ્યાકરણ, સ્પેલિંગ આગળ જતા ભૂલાઇ જતું હોય છે.

વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ડીગ્રી ધારણ કરનારા ભારતીયો કે ત્યાં વર્ષોથી વસનારાઓનું અંગ્રેજી ભારતમાં રહેતા હતા તે વખત જેવું જ હોઇ શકે છે.

અમેરિકા અને બ્રિટનમાં રહેતા ભારતીય મિત્રો ગ્રોસરી કે વાઈન શોપ ધરાવે છે. તેઓ તેમના વિદેશી ગ્રાહકો જોડે ખરીદ-વેચાણની પ્રક્રિયા પૂરતું જે અંગ્રેજી બોલે છે તે સાંભળીને તમે દંગ થઇ જાવ. અદ્દલ અમેરિકન કે બ્રિટિશ ઉચ્ચારો અને બોડી લેંગ્વેજ. બસ વિદેશના વસવાટ દરમ્યાન આટલી જ તેમની ભાષાસમૃધ્ધિ. તેઓ હોય પાછા 'વિલા' અને 'મેન્શન'ના માલિક.

જેમનું અંગ્રેજી નબળું છે તેઓ ગૌરવ સાથે દલીલ કરે છે કે ફ્રાંસ, રશિયા, જાપાન, ઈટાલી, ચીન, કોરિયા, જર્મન, સ્પેન, સ્વિડન જેવા ૧૦૦થી વધુ દેશોના નાગરિકો ડેલિગેટ્સ અને નેતાઓ વિશ્વ મંચ પર ક્યાં અંગ્રેજી બોલે છે. હવે તો તેમાં આપણા હિન્દીભાષી વડાપ્રધાન મોદી પણ ઉમેરાયા છે.  ભારતના ઘણા રાજ્યો  પણ અંગ્રેજીની ઉપેક્ષા કરે છે.

જો કે સોશ્યલ મીડિયાનો ભારત જેવા દેશમાં એક ફાયદો એ થયો છે કે તેનું મહત્તમ ચલણ અને ફોરવર્ડેડ મેસેજ, વિદેશી ક્લિપિંગ્સ અંગ્રેજીમાં હોઇ તેને સમજનારો વર્ગ વધ્યો છે. કેવો પોસ્ટ પણ આ જ રીતે અંગ્રેજીમાં આપે છે.

જો કે ભારત જેવા દેશમાં મહત્તમ સંદર્ભ પુસ્તકો અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે અને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ થકી જ આપણે વિશ્વમાં રાજ કરી શકીએ તેમ છીએ. ભારતની વહીવટની, ન્યાયતંત્રની તેમજ બૌધ્ધિકોની, પોલીસી મેકરોની ભાષા અંગ્રેજી છે.

અંગ્રેજી ભાષાની પકડને લીધે જ અમલદારો નેતાઓ પર રાજ કરે છે. આપણી કમ્પ્યુટરની ઓનલાઇન ટેકનોલીજીનું માધ્યમ અંગ્રેજી છે તે રીતે જોતા પણ અંગ્રેજી જાણવું રહ્યું.

જે દેશોમાં અંગ્રેજીનું ચલણ નથી ત્યાં કમ્પ્યુટર અને વ્યવહારની ભાષામાં પણ તેમની પોતીકી રાષ્ટ્રીય ભાષા છે. આપણે વીકી પીડિયા કે ગૂગલ સર્ચ અંગ્રેજીમાં જ આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે કરીએ છીએ. આપણે તમામ વિષયો, શાખાના વૈશ્વિક પુસ્તકો પણ અંગ્રેજીમાં જ વાંચવાના રહે છે.

ભારતમાં તમે અંગ્રેજી ભાષા પર પકડ ધરાવતા હો તો તમારા કરતા જે તે ક્ષેત્રમાં કોઇ વધુ જાણતું હોય તો પણ તેના પર છવાઇ જઇ શકો છો. વધુ કમાઇ શકો, નામના મેળવી શકો.

ભારતીયોની અંગ્રેજી ભાષા અને ગોરાઓ પ્રત્યેની લઘુતાગ્રંથીનો ક્યારેય અંત નથી આવવાનો... જેમનું અંગ્રેજી નબળું હોય તેઓએ સાચી રજાચિઠ્ઠી લખતા શીખીને પ્રારંભ કરવા જેવો ખરો !

*વિદેશથી ઘણા વર્ષે ભારત આવતો એક દેશી તેનું વિમાન મુંબઈ એરપોર્ટ તરફ લેન્ડ થતું હતું ત્યાં જ ખુશીનો માર્યો જોરશોરથી વિમાનમાં બુમ પાડવા લાગ્યો કે 'Bombay... Bombay.'

એર હોસ્ટેસે તેને વિનંતી કરી કે 'Be silent' (બી સાયલન્ટ) દેશીએ ઉછળતા ઉછળતા કહ્યું કે ''ઓકે... ઓમ્બે... ઓમ્બે.''

(ગયા અંકના 'માઈક્રોફિકશન લેખની વાઈરલ બનેલી ૧૩ વાર્તા ડો. હાર્દિક યાજ્ઞિાક લિખીત હતી.)

 

Post Comments