Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

મંદિરમાં દલિત પૂજારી- ક્રાન્તિકારી કેરળ

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામીનારાયણે લગભગ ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલાં એક ક્રાન્તિકારી પગલું ભર્યું હતું. કહેવાતી ઊજળિયાત વર્ણના લોકો જેમને તિરસ્કારની નજરે જુએ છે એવા દલિત વર્ણના લોકોને ભક્તિના માર્ગે વાળ્યા હતા.

તેમનાં વ્યસનો દૂર કરાવ્યાં હતાં, માંસ-મચ્છી ખાતાં અટકાવ્યા હતા અને તેમના અસંસ્કારી વાણી-વર્તનને સુશ્રાવ્ય બનાવ્યાં હતાં. એવું બહુ ઓછા સંતો-સમાજસુધારકોએ કરી બતાવ્યું હતું. આજે પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં કાઠી, કેતમજૂર, પ્રજાપતિ, લુહાર, નાયી, દેવીપૂજક વગેરે ભક્તો જોવા મળે.

કંઇક એવુંજ પણ જરા જુદા પ્રકારનું ક્રાન્તિકારી કામ ડાબેરીઓના ગઢ સમા કેરળમાં બન્યું છે. આમ તો કેરળ બીજી ઘણી રીતે અન્ય રાજ્યો કરતાં આગળ છે. ખાસ કરીને  કેળવણીની બાબતમાં કેરળમાં એકસો ટકા સાક્ષરતા પ્રવર્તે છે. એ જ રીતે દુનિયાભરમાં ૯૦ ટકા નર્સો કેરળની જોવા મળે છે.

છેલ્લા એક હજાર વરસના ઇતિહાસમાં પહેલીવાર કેરળના મંદિરોમાં દલિત યુવાનોને પૂજારી તરીકે નીમવામાં આવ્યા છે. આ એક ઐતિહાસિક અને ક્રાન્તિકારી નિર્ણય છે. અગાઉ તો અહીં નીચલી વરણના લોકોને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પ્રવેશ પણ નહોતો. આ લોકોને ત્યાં (સવર્ણની જેમ ) અવર્ણ કહેતા.

૧૯૩૬માં ત્યારના ત્રાવણકોર સ્ટેટે અવર્ણો મંદિરમાં પ્રવેશી ન શકે એવો વટહુકમ જાહેર કરેલો જે હમણાં સુધી અમલમાં હતો. તાજેતરમાં એ વટહુકમને રદ કરાયો હતો. એથી પણ આગળ વધીને કેરળના શિક્ષિત મંદિર સંચાલકોએ આ ક્રાન્તિકારી નિર્ણય કર્યો. અવર્ણ સમાજના થોડા શિક્ષિત યુવાનોને પસંદ કરીને પહેલાં તેમને પૂજારી થવાની જરૃરી તાલીમ આપી.

એવી તાલીમમાં વેદ-ઉપનિષદો અને રામાયણ મહાભારત જેવાં મહાકાવ્યોનો ખપ પૂરતો અભ્યાસ, જે મંદિરમાં તેમની નિમણૂક થવાની હોય તેના ઇષ્ટદેવ વિશેની માહિતી, એ દેવ સાથે સંકળાયેલી કથાઓ અને પરંપરા, ઉત્સવો તથા રોજિંદા પૂજાવિધિનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ત્યારપછી એમની કસોટી કરવામાં આવી.
કસોટીમાં જેટલા ઉત્તીર્ણ થયેલા યુવાનોને જે તે મંદિરમાં હાલ કામચલાઉ નિમણૂક આપવામાં આવી. કોર્પોરેટ ક્ષેત્રની ભાષામાં કહીએ તો આ એમનો પ્રોબેશન પિરિયડ છે.

એવા કેટલાક યુવાનો તો હજુ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. થીરુવલ્લા પ્રદેશના વાલનજવોત્તમ નામના ગામમાં મણપુર્રમ શિવ મંદિર છે. એમાં યેડુ કૃષ્ણન્ નામનો દલિત યુવાન પૂજારી તરીકે નીમાયો છે. એનાં માતાપિતા દાડિયા મજૂર તરીકે પેટિયું રળે છે.

કેરળ દેવસ્વોમ રેક્રૂટમેન્ટ બોર્ડે કૃષ્ણનની વરણી કરી તેથી એના સમાજમાં એનું માન રાતોરાત વધી ગયું. એના જેવા ૩૬ અવર્ણ યુવાનો જન્મે કે કર્મે બ્રાહ્મણ ન હોવા છતાં મંદિરોમાં પૂજારી તરીકે પસંદગી પામ્યા છે. દેશમાં અન્યત્ર આવું કંઇ બન્યાનું કદી સાંભળ્યું કે વાંચ્યું નથી. આમેય આપણાં સંસ્કૃત સાહિત્યમાં આવાં પાત્રો ઘણાં છે.

વાલ્મીકિ રામાયણમાં રામને ગંગા પાર કરાવનારો કેવટ અને પોતે ચાખી ચાખીને ભગવાનને મીઠાં બોર ખવડાવનારી શબરી છે તો મહાભારતમાં અર્જુનને ટક્કર મારે એવો એકલવ્ય છે, શ્રીમદ્ ભાગવતમાં ત્રિવક્રા છે...  આપણે જેમને નીચલી વરણના કહીએ છીએ એ ઘણીવાર કહેવાતા ઊજળિયાતો કરતાં મૂઠ્ઠી ઊંચેરા સાબિત થતા હોય છે. ભક્ત શિરોમણી કબીર, રોહિદાસ અને ધના કુંભાર એના જીવંત ઉદાહરણો છે.

કેરળમાં જે ક્રાન્તિકારી પગલું લેવાયું છે એવું અન્યત્ર બને તો ભારતીય રાજકારણમાં પણ આમૂલ ક્રાન્તિ થઇ જાય. માયાવતી જેવાના પક્ષ રાતોરાત શૂન્ય થઇ જાય. નાતજાતના ભેદ અને ઊંચનીચના તફાવતના પગલે તો બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો ને... કેરળમાં ભલે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની બોલબાલા હોય, દલિતોને મંદિરના પૂજારી બનાવવાનું કેરળનું પગલું અનોખું અને અજોડ છે. 

એ હકીકત સ્વીકારવી રહી. રામચરિત માનસમાં તો કહ્યંુ છે, જાતિપાંતિ પૂછે નહીં કોઇ, હરિ કો ભજે સો હરિ કા હોઇ... અને જા કી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તીન તૈસી... એક રીતે જોતાં આવું કેરળમાં જ બની શકે એમ લાગે છે કારણ કે ત્યાં સો ટકા સાક્ષરતા છે. શિક્ષણ પણ માણસને ખોટી પરંપરા અને ખોટા રીતરિવાજો બદલવાની પ્રેરણા આપતું હોય છે. કેરળનું આ પગલું અપવાદ રૃપ હોય તો પણ આવકાર્ય છે એમ નથી લાગતું ?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments