Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

ગુરુશંકાનો પ્રશ્ન ગુરુ ગ્રહ કરતાંય મોટ્ટો...!

દ્રશ્ય પહેલું: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આંખે ગોગલ્સ ચડાવીને મોટરબાઇક પર શૌચાલયનો મહિમા વર્ણવતું ગીત ગાતાં ગાતાં ગામડાની શેરીમાંથી નીકળે છે. ગ્રામજનો એમની સાથે જોડાય છે.

મોંમાં આંગળીઓ નાખ્યા વિના બચ્ચનજી સિસોટી વગાડીને એેક ગ્રામજનને ઇશારો કરે છે કે ડબ્બો આ તરફ છે... છેલ્લામાં છેલ્લા સમાચારમાં જણાવાયા મુજબ દબંગ-બજરંગી સ્ટાર સલમાન ખાન મુંબઇ મ્યુનિસિપાલિટી સાથે ખુલ્લામાં હાજત જવાની સમસ્યા રોકવા માટે જોડાયા છે... ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારની ટોયલેટ: એક પ્રેમ કથા ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું સૂચન કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ-સિનિયર ફિલ્મ સર્જક પહલાજ નિહાલાનીએ કેન્દ્ર સરકારને કર્યું છે. ખુલ્લામાં લઘુશંકા કે ગુરુશંકા સંતોષવાની આ સમસ્યા જગજૂની છે અને બ્રહ્માંડમાં સૌથી વિરાટ ગણાતા ગુરુ ગ્રહ કરતાં પણ અનેકગણી મોટ્ટી છે.

બહુ લાંબે ન જઇએ. માત્ર એક દાખલો પૂરતો છે. ૨૦૧૩ના આંકડા મુજબ ભારતીય રેલવેનાં નાનાં-મોટાં મળીને સાત હજાર પાંચસો નેવ્યાસી સ્ટેશનો છે. એમાં પચીસ ટકા સ્ટેશનો જંક્શન તરીકે ઓળખાય છે એમ માની લઇએ. એવાં કોઇ જંક્શન સ્ટેશન પર જાઓ. પાંચ મિનિટ ઊભા રહો. માથું ભમી જશે. મોટા ભાગનાં જંક્શનો ગંધાતા હોય છે. કારણ ? ટ્રેન સ્ટેશન પર ઊભી હોય ત્યારે ટોયલેટ ન વાપરવા એવી સૂચના ત્રણેક ભારતીય ભાષામાં લખેલી હોવા છતાં ટ્રેન સ્ટેશન પરઊભી હોય ત્યારે જ લોકો બેધડક ટોયલેટ વાપરે છે.

પાટનગર દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ, મુંબઇ સેન્ટ્ર્લ કે બોરી બંદર જેવાં સ્ટેશનોના યાર્ડમાં અનેક ગેરકાયદે લોકો વસે છે. એ બધા રોજ સવાર પડયે યાર્ડમાં ઊભેલી ટ્રેનોમાં કુદરતી હાજત સંતોષી લે છે. ખુદ ભારત સરકારના ૨૦૧૩-૧૪ના રેકોર્ડ મુજબ દેશના બાવન ટકા-વાંચો ફરીથી, બાવન ટકા એટલે કે અડધો અડધ લોકો પાસે જાજરૃની સગવડ નથી.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ટોયલેટનેા મહિમા ગાઇ ગાઇને ગળું બેસાડી દે તો પણ સો ટકા સફળતા મળવાની નથી. ઉત્તર ભારતમાં તો ગંગા-યમુના જેવી નદીઓના તટ પર રોજ સવાર પડયે સેંકડો લોકો એકબીજાની શરમ રાખ્યા વિના 'લોટો' લઇને બેઠાં હોય છે. ઘણીવાર તો ત્યાંય ગપ્પાં ગોષ્ઠિ ચાલતા દેખાય. (આ લખનારે પૂર્ણ કુંભ મેળા વખતે નજરે જોયું છે.) દેશના લગભગ દરેક ગામડાંમાં આ સ્થિતિ છે.

મુંબઇ પૂરતી વાત મર્યાદિત કરીએ તો આ મહાનગરના પચાસ ટકાથી વધુ લોકો એશિયાની સૌથી મોટી ગણાતી ઝૂંપડપટ્ટીમાં રહે છે. હાર્બર લાઇન કહેવાતી રેલવે લાઇન પર તો ટ્રેકની અડોઅડ અસંખ્ય ઝૂંપડાં છે. પચાસ લાખથી વધુ મુંબઇગરા (એટલે કે ઝૂંપડાંવાસીઓ ) રેલવેના ટ્રેક પર જ રોજ નિયમિત રૃપે હાજત સંતોષે છે. વચ્ચે કોઇએ સરસ કહ્યું હતું કે ધર્મસ્થાનો બહુ થયાં, હવે ટોયલેટ્સ બનાવો. દલીલ કરવા ખાતર કોઇ કહે કે આટલા હજાર, ધારો કે પાંત્રીસ હજાર સુલભ શૌચાલયો તો છે.

બહુ સારી વાત છે. આવા પે એેન્ડ યૂઝ કેન્દ્રો (કેન્દ્ર જેવો સરસ શબ્દ અહીં વાપરવા બદલ સૉરી) વ્યક્તિ દીઠ એક રૃપિયો વસૂલ કરે છે. એક પરિવારમાં ત્રણ કે ચાર જણ હોય તો રોજના ચાર રૃપિયા લેખે મહિને કેટલા થયા ? એવો હિસાબ ઝૂંપડાંવાસીઓ માંડીને બેધડક રેલવે ટ્રેક પર અડ્ડો જમાવી દે છે. પરિણામે બહારગામથી આવતી ટ્રેનોના ઉતારુઓએ ટ્રેન મુંબઇ પ્રવેેશ કરે એટલે નાકે રૃમાલ દબાવવો પડે છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા આ મહાનગરની આ સ્થિતિ હોય તો દૂર દૂરનાં ગામડાંના લોકોનો વાંક શી રીતે કાઢવો ? ૧૯૪૭થી આજ સુધીની કોઇ સરકારે ભાગ્યે જ આ પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું છે. હવે તો સમસ્યા ગુરુના ગ્રહ કરતાંય વિકરાળ બની ગઇ છે. એનો એકમાત્ર ઉપાય ધર્મસ્થાનેાને બદલે ટોયલેટ બનાવવાનો છે. ક્યાંક તો ધર્મસ્થાનોમાં જમા થતા પૈસા દ્વારા ટોયલેટ બનાવવાનું ક્રાન્તિકારી સામાજિક પગલું લેવાની તાતી જરૃર છે.

ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં ધીમી પણ મક્કમ ગતિએ હવે થોડીક જાગૃતિ આવી રહી જણાય છે. ટોયલેટ ન હોય એવાં કુટુંબોમાં પરણીને જવાની શિક્ષિત યુવતીઓની તૈયારી હોતી નથી. મહિલાઓ માટે આ એક બહુ ક્રાન્તિકારી નિર્ણય ગણાય. માત્ર સરકાર આવા વિરાટતમ મુદ્દે કશું કરી શકે નહીં. આપણે પોતે જાગવાની તાતી જરૃર છે.

અગાઉ તો માણસ ઉપરાંત દૂધાળાં ઢોરનાં મળ-મૂત્રનું દેશી ખાતર સોના જેવું ગણાતું. આજે માત્ર એકથી દોઢ ટકા ખેડૂતો આવું ખાતર વાપરે છે. બાકી બધે રાસાયણિક ખાતરોની બોલબાલા  છે. પરિણામે ઠેકઠેકાણે ગંદકી અને રોગચાળો સામાન્ય થઇ પડયાં છે. દરેક શિક્ષિત વ્યક્તિ ફક્ત એક જણને ખુલ્લામાં ગુરુશંકા કરતાં રોકતી થાય તો પણ આવતાં બે પાંચ વર્ષમાં જબરદસ્ત સુધારો થઇ શકે. ટોયલેટની ખરી પ્રેમકથા આ છે... થઇ જાઓ તૈયાર !
 

Post Comments