Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

રોગનિદાનમાં સહાયક ડાઉઝિંગ વિદ્યા

આજે તો લગભગ એ પ્રાચીન કળા લુપ્તપ્રાય બની રહી છે. એક સમયે ધરતીના પેટાળમાં વહેતું પાણી શોધી આપનારા પાણીકળા હતા. કેટલાક પાણીકળા પોતાના પગના નળાના હાડકામાં ખેંચાણ અનુભવીને કહેતા કે કેટલે ઊંડે પાણી હશે. બીજા કેટલાક પાણીકળા ખાસ પ્રકારની લાઠી સાથે રાખતા અને એ લાકડી ધરતી પર અડાડીને કહેતા કે કેટલે ઊંડે સુધી ખોદવાથી પાણી મળશે. અંગ્રેજીમાં આ કળાને ડાઉઝિંગ કહે છે.

એક પ્રાચીન કળા ડાઉઝિંગ દ્વારા બીમારીનું નિદાન કરવાની છે. એક તરફ આધુનિક તબીબી વિજ્ઞાન નીત નવી શોધો કરતું રહે છે તો બીજી બાજુ નેચરોપથી તરીકે ઓળખાતી કેટલીક પ્રાચીન કળાઓ ફરી પુનર્જીવિત અને નવપલ્લવિત થઇ રહી છે. એવી એક કળા છે ડાયગ્નોસિસ ઓર હિલીંગ બાય ડાઉઝિંગ... એનો સૌ પ્રથમ પ્રયોગ ગેલીલિયો નામના વિજ્ઞાાનીએ કરેલો એમ મનાય છે. એણે માણસની નાડી (હાથની રક્તવાહિની) માપવા માટે ઘડિયાળના લોલકનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો.

આજે તો ડાઉઝિંગની કળા ખૂબ આગળ વધી ચૂકી છે.  ઘડિયાળના લોલક જેવું પેન્ડુલમ આ કળામાં વાપરવામાં આવે છે. છેડે વજનદાર ચીજ હોય એવા એક સાધનને દોરા કે પાતળા તાર વડે ડાબે-જમણે ઝૂલાવવામાં આવે છે. ગુરુત્ત્વાકર્ષણના જોરે એે ઝૂલતું રહે છે અને અભ્યાસીને એના સવાલનો જવાબ મેળવવામાં સહાય કરે છે.

આવો પ્રયોગ કરનારા નવોદિતોને શરૃમાં હા-ના સમજવામાં તકલીફ પડે ખરી. ધીમે ધીમે અભ્યાસ વધતો જાય તેમ તેમ આ કળા આત્મસાત થતી જાય. આ કળાના ઉપાસકો તો એવો દાવો પણ કરે છે કે સર્જનહારે માણસને આપેલી બુદ્ધિપ્રતિભાનો આગવો વિકાસ કરવામાં પણ આ કળા તમને સહાય કરે છે. સંમોહન દ્વારા મનોચિકિત્સા કરનારા હિપ્નોટિસ્ટ પણ ક્યારેક પેન્ડુલમ વાપરે છે.

જો કે આ વિદ્યાશાખાના અભ્યાસીઓ એને ડાઉઝિંગ  કહેતા નથી. પેન્ડુલમની મદદથી હિપ્નોટિસ્ટ પોતાના ક્લાયન્ટને સહેલાઇથી સંમોહિત કરી શકે છે એવું અભ્યાસીઓ કહે છે. એક વાત સ્પષ્ટ છે કે આ કોઇ જાદુ નથી કે રોગની સંપૂર્ણ સારવાર પણ નથી. જો કે શરીરના કયા અંગમાં તકલીફ છે એનો સચોટ સંકેત આ કળા આપી શકે છે.  

આ કળાના અભ્યાસીઓ કહે છે કે પેન્ડુલમના પ્રયોગ શીખનારે આ કળાનો આરંભ કરતાં પહેલાં થોડાં અઠવાડિયાં સઘન ધ્યાન કરવું જોઇએ. ધ્યાનથી વ્યક્તિની પોતાની ઊર્જા વધે ત્યારબાદ તેને સવાલના જવાબ મેળવવામાં થોડી સુગમતા થઇ પડે ખરી. અભ્યાસીઓ ફરી ફરીને ચેતવે છે કે આ કોઇ જાદુ નથી કે ચમત્કાર નથી.

માત્ર ગુરુત્ત્વાકર્ષણના નિયમને પગલે પેન્ડુલમ કામ કરે છે અને એના દ્વારા મળતા સંકેતો સૂચન કરે છે. ટેરો કાર્ડની જેમ આ એક એવી વિદ્યાશાખા છે જેમાં પેન્ડુલમ વાપરનાર પોતે કેટલી હદે સજાગ છે એ મહત્ત્વનું બની રહે છે. કેટલાક જ્યોતિષીઓ પેન્ડુલમની મદદથી આગાહીઓ પણ કરે છે. આપણે એમાં ન પડીએ. માત્ર રોગના સંકેતો કે જે તે અંગમાં કશીક ખરાબી હોવાના સંકેત મળે એ મહત્ત્વની વાત છે.

એક અભ્યાસીએ સરસ વાત કરી- જેમ રેડિયોનું એન્ટેના હવામાં રહેલા ધ્વનિતરંગો ઝડપી લઇને રેડિયો સાંભળનારને એ સંભળાવે છે એમ પેન્ડુલમ બાહ્યાવકાશમાં કે બીમાર વ્યક્તિના શરીરમાં રહેલાં   આંદોલનો ઝડપી લઇને જાણકારને એનો સંકેત આપે છે. આમ પેન્ડુલમ એક પ્રકારનો એન્ટેના છે. ઘણા અભ્યાસીઓ એને આધ્યાત્મિક સાધન તરીકે સ્વીકારે અને એાળખાવે છે. એના સંકેતો અભ્યાસીઓ સિવાય કોઇને જલદી પરખાતાં નથી.

જે હો તે, એક વાત નક્કી કે લોલક અથવા પેન્ડુલમ અધ્યાત્મ વિદ્યા ઉપરાંત બીજી ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. બીમાર વ્યક્તિના કયા અંગમાં તકલીફ હશે એનો સંકેત મેળવવા જાણકારો હવે એનેા  બહોળો ઉપયોગ કરતા થયા છે. એ રીતે પણ રોગ-નિદાનમાં એનું મહત્ત્વ વધી રહ્યું છે એ હકીકત છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments