Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

ગુજરાતની 'પાણી'દાર સમસ્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહેે ઇઝરાયેલના હાઇફા શહેરના સમુદ્રતટે દરિયાનાં પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટનંુ નિરીક્ષણ કરીને મીઠું થયેલું પાણી પીધું.

આ સમાચાર તમે પણ અખબારોમાં વાંચ્યા હશે. હાલ ગુજરાતનાં ઘણાં ગામડાં એેવાં છે જ્યાં ભર શિયાળે પણ એક ઘડો પાણી મેળવવા આપણી બહેન-દીકરીઓ પાંચ પાંચ સાત સાત ગાઉ સુધી પગે ચાલીને જાય છે.

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. આપણને સવાલ થાય કે આપણે દરિયાનું ખારું પાણી મીઠું કરીને પીવા યોગ્ય ન બનાવી શકીએ ? દરિયાના પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયાને ડિસેલિનેશન ઑફ સી વૉટર કહે છે.

દરિયાના પાણીમાં રહેલા ક્ષાર અને બીજી ખનિજોને દૂર કરીને એને પીવાનું બનાવવાની પ્રક્રિયા આમ તો ભારતમાં મોજુદ છે. આ ટેક્નોલોજી ખૂબ મોંઘી છે. આમ છતાંય આપણા દેશમાં એક કરતાં વધુ સ્થળે આવા પ્લાન્ટ કાર્યરત છે અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

સૌથી વધુ ડિસેલીનેશન પ્લાન્ટ તામિલનાડુમાં છે.દક્ષિણનાં રાજ્યો કાવેરી નદીનાં જળ-વિતરણ માટે વરસોથી લડતાં રહ્યાં છે. તામિલનાડુમાં પીવાના પાણીની જરૃરિયાત જેટલો ન વરસાદ પડે છે ન તો ત્યાં વરસાદનંુ પાણી સંઘરવાની પૂરતી ક્ષમતા છે. આપણે ગુજરાત પૂરતી વાત કરીએ તો કરસનભાઇ પટેલની નિરમા, ઇન્ડિયન રેયોન અને ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ જેવી કેટલીક કંપનીઓ પોતાના પ્લાન્ટ્સને ધમધમતા રાખવા ડિસેલીનેશનનો ઉપયોગ કરે છે ખરી.

ગુજરાતની સાડા છ સાત કરોડની વસતિને પીવાનું પાણી પૂરું પાડવા માટે અબજો રૃપિયા ખર્ચીને એક કરતાં વધુ અત્યંત વિરાટ પ્લાન્ટ નાખવા પડે અને એ કામ કંઇ રાતોરાત થાય નહીં. ૨૦૧૩ના આંકડા પ્રમાણે દેશમાં ૧૮૨ ડિસેલીનેશન પ્લાન્ટ્સ કામ કરતાં હતાં. એની સંખ્યા વધારીને ૨૦૧૭ સુધીમાં ૫૦૦ની કરવાની હતી. પરંતુ આપણે ત્યાં સરકારી તંત્ર જે ઝડપે અને જે રીતે કામ કરે છે એ જોતાં આ ટાર્ગેટ હજુ સિદ્ધ થયું નથી.

આમ તો દેશમાં બારમાસી કહેવાય એવી ૧૮૫ નદીઓ છે. ગુજરાત પૂરતી વાત રાખીએ તો ગુજરાતનાં ૭૦ ટકા જળસ્રોતો ૩૦ ટકા વિસ્તારોમાં પ્રસરેલા છે. એમાંય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વધુ જળસ્રોતો છે. ૨૦૧૩ના આંકડા પ્રમાણે ચાલીએે તો એ સમયે ગુજરાતમાં ૫૫,૬૦૮ મિલિયન ક્યુબીક મીટર જેટલો જળસંગ્રહ હતો પરંતુ એમાંથી માત્ર ૩૮,૧૦૦ મિલિયન ક્યુબીક મીટર જેટલો જથ્થો વાપરવા યોગ્ય હતો.

આ તબક્કે ડિસેલીનેશન પ્લાન્ટનો વિચાર વ્યવહારુ છે કે કેમ એની શક્યતા પણ તપાસાઇ હતી. હવે કેટલાક મહત્ત્વના મુદ્દા વિચારવાના હતા. આપણે પોત્તે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલી બધી ગંદકી કરી છે અને એટલું પ્રદૂષણ આપણા સમુદ્રજળમાં છે કે માત્ર એક ક્યુબિક મીટર પાણી પીવાલાયક બનાવવા માટે મિનિમમ ૬૦ રૃપિયા ખર્ચ આવે એવો અંદાજ હતો.

એક તરફ ડિસેલીનેશન પ્લાન્ટની સામગ્રી ખાસ્સી મોંઘી હતી અને બીજી તરફ આપણા દરિયાકાંઠાનું પાણી વધુ પ્રદૂષિત હતું. એટલે આપણે સાઉદી અરેબિયા કે ઇઝરાયેલની જેમ સસ્તા ભાવે પીવાનું પાણી પૂરું પાડીએ એવી શક્યતા આપોઆપ ઓછી થઇ જતી હતી.

કેટલાક નિષ્ણાતોએ સૌર ઊર્જાથી ડિસેલીનેશન પ્લાન્ટ ચલાવવાની ભલામણ પણ કરેલી. પરંતુ નિષ્ણાતોની ભલામણ અને સરકારી તંત્ર દ્વારા એનો અમલ એ બંને વચ્ચે ઘણીવાર વરસોનો સમયગાળો વીતી જતો હોય છે. દુનિયાના કેટલાક દેશો વેસ્ટ વોટરને રિસાઇકલ કરીને ફરી વાપરવા યોગ્ય બનાવે છે. આપણે ત્યાં એવા પ્રયાસો પણ થઇ શકે.

પરંતુ આ બાબતમાં પણ ટોચના કોર્પોરેટ સેક્ટર જે રીતે  સંપૂર્ણ ચોક્સાઇથી અને બધા પાસાનો વિચાર કરીને આગળ વધે એમ સરકારી તંત્ર કદી આગળ વધતું નથી એવો આપણો અનુભવ રહ્યો છે. આ સંજોગોમાં ૨૦૧૩ના આંકડા ફરી એક વાર તપાસવા જેવા છે.

ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો એટલો બધો કસ કાઢવામાં આવ્યો ૨૦૧૩માં જ ૭૦ ટકા તાલુકાઓના ભૂગર્ભ જળ ખારાં થઇ ગયાં હતાં. ૧૯૬૦થી ૨૦૧૩ વચ્ચે ભૂગર્ભ જળ એટલી હદે વાપરી નાખવામાં આવેલું કે આશરે તેર લાખ હેક્ટર જમીન અને પંદરસોથી વધુ ગામડાંમાં જ્યંા જુઓ ત્યાં ખારું પાણીજ મળતું હતું.

હવે થોડી આશાસ્પદ વાત કરીએ. આજની તારીખે ગુજરાત રાજ્યમાં દેશના ૪૦ ટકા કરતાં વધુ ડિસેલીનેશન પ્લાન્ટ્સ ધમધમી રહ્યા છે. ૨૦૧૮ સુધીમાં રોજનું ૩૦૦ મિલિયન લિટર પીવાલાયક પાણી મળે એવી યોજના નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે અમલમાં મૂકાઇ હતી. એમની યોજના એવી પણ હતી કે ૨૦૩૦ સુધીમાં રોજ ૧૫૦૦ મિલિયન લિટર પાણી ગુજરાતને મળતું થાય.

આ બાબતમાં કેટલી અને કેવી પ્રગતિ થઇ છે એ આપણે સૌ મતદારોએ જાણવું જોઇએ. પાણીનો પ્રશ્ન જીવન મરણ જેવો મહત્ત્વનો છે. એ જોતાં નવેંબરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી માટે મત માગવા આવનારા દરેક ઉમેદવાર કને જવાબ માગવો જોઇએ. દેશના તમામ લોકોમાં ગુજરાતીઓ પૈસે ટકે સૌથી સમૃદ્ધ ગણાય છે. તો પછી પીવાના પાણી અંગે પાણીવાળા પુરવાર પણ થવું જોઇએ.
 

Post Comments