Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

જૂની શરદીના બાળકોનું વર્ષામાં ખાસ ધ્યાન રાખવું

ઉનાળાની ગરમીથી ત્રાસેલા લોકોને વર્ષાનું આગમન ખૂબ જ ગમે છે. બાળકો, યુવાન, અને યુવતીઓને શરૃઆતમાં વરસાદમાં ભીંજાવાનું, ન્હાવાનું મન થાય છે એને રોકી શકતાં નથી

અને ઝંપલાવી અનેરો આનંદ માણે છે, પરંતુ આ આનંદ કોઇ વખત કોઈને મોંઘો પડી જાય છે. જુની શરદી, ઉધરસ, અસ્થમા એલર્જી અને વાયુવાળા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

સૌથી વધારે બાળકોનું ધ્યાન આ ઋતુમાં રાખવાની જરૃર છે કારણ કે, બાળકોમાં કફનું, યુવાનોમાં પિત્તનું અને વૃધ્ધોમાં વાયુનું પ્રાધાન્ય હોય છે એટલે એ દોષો વધે નહીં એ પ્રમાણે આહારવિહારની ગોઠવણ કરવી જોઈએ. આ રોગની પૂરતી સારવાર નહીં કરવાથી અવારનવાર થઈ આવે છે.

શરદી જુની થવાથી ઉધરસ, શ્વાસ અને ક્ષય જેવા ગંભીર રોગો થઇ શકે છે. આ ઉપરાંત કાનની બહેરાશ, દ્રષ્ટિમંદતા, ચક્કર, માથાનો દુઃખાવો, કાકડા વધવા વગેરે ઉપદ્રવો પણ થઇ શકે છે.

આ રોગ બાળકોને વિશેષ સતાવે છે. બાળક કોમળ હોય છે અને શરીરનો વિકાસ શરૃ હોય છે. એટલે બાળકોમાં વ્યાધિક્ષમતા (Immunity) ઓછી હોય છે.

એમાંય જે બાળકને એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ વાતવાતમાં આપવામાં આવે છે. એવા બાળકની રોગપ્રતિકારકશક્તિ ઘણી ઓછી થઈ ગઈ હોય છે. ઉપરાંત ખોરાક કફ વધે તેવો હોય છે.

આવા બાળકોને શરદી જલ્દી થઈ આવે છે. કોઇને તીવ્ર ઉધરસ અને અસ્થમાનો ઉપદ્રવ પણ પરેશાન કરે છે.
આયુર્વેદ યુનિ.એ જૂની શરદીના દર્દી બાળકોને ઔષધો આપી સંશોધનની દ્રષ્ટિએ અભ્યાસ કર્યો. આયુર્વેદમાં શરદી, કફ, ઉધરસ વિગેરે માં વપરાતાં મુસ્તકાદિ યોગ અને ગોજિહવાદિ કવાથ બે જાણીતા સફળ ઔષધો છે. આમાંથી બાળકો લઇ શકે એવો અવલેહ બનાવવામાં આવ્યો. મુસ્તકાદિ અવલેહ ૨૦ બાળકોને અને ગોજિહવાદિ અવલેહ ૨૦ બાળકોને છ અઠવાડિયા આપવામાં આવ્યો.

આ બાળકો જૂની શરદી અને વારંવાર થતી શરદીથી પીડાતા હતાં. બાળકની ઉંમર પ્રમાણે ૩ થી ૧૨ ગ્રામ અવલેહ ત્રણ વખત આપવામાં આવતો હતો. છ અઠવાડિયા પછી મોટાભાગનાં બાળકો સારા થયા. ૩૦ ટકા બાળકોને ઓછી અસર થઇ એકંદરે ઉત્સાહવર્ધક પરિણામ રહ્યાં.

બાળકોની ઉંમર ૩ થી ૧૨ વર્ષ વચ્ચેની હતી.

આ ઔષધો સાથે શરદી થવાનાં કારણો ત્યજવા. આ રહ્યાં કારણો- મળમૂત્રાદિના વેગોને રોકવા, અજીર્ણ, નાકમાં ધુમાડા-રજનું પ્રવેશવું, અત્યંત બોલવું, અતિ ક્રોધ, અતિ ઉજાગરા, અતિ નિંદ્રા, અતિ પાણી પીવું, વધારે પડતા શીત ઉપચાર કરવા, સવારની ઝાકળ વખતે ખુલ્લામાં સૂવું, અતિ ઠંડા ભારે પદાર્થોનું અતિ સેવન કરવું વગેરે.

બાળકોની શરદી અને ઉપદ્રવોમાં સુંદર કામ કરતાં બીજાં ઔષધો અહીં આપેલ છે, સુંદર કામ કરે છે. લક્ષ્મીવિલાસરસ, ત્રિભુવનકીર્તિ, કુમારકલ્યાણ રસ, બાલચાતુર્ભદ્ર, શ્રૃગ્યાદિ ચૂર્ણ, કંટકાયાવલેહ, હરિદ્રાખંડ વગેરે. આ ઔષઘોમાંથી બે કે ત્રણ પસંદ કરી દિવસમાં ત્રણ વખત આપવા અને સૂંઠ, હળદર, તુલસીનો ઉકાળો મધ સાથે આપવો. શરદીની શરૃઆતમાં એક કે બે ઉપવાસ કરાવવા. આ શક્ય હોય નહીં તો બિલકુલ હલકા ખોરાક પર રાખવા.

બાળક દર્દીનાં મા-બાપે યાદ રાખવા જેવો શ્લોક :વૃધ્ધા:પીનસા:બાધિર્યમ આન્ધામ અર્ધત્વં ચ ધોરાન નયન આમયાન ચ શોષ અગ્નિમાન્ધ્યમ કાસાન કુર્વન્તિ.
વધી ગયેલા પ્રતિશ્યાય, બહેરાપણું, ગંધ ગ્રહણ કરવાની અશક્તિ, આંખના ગંભીર રોગો, શરીરનું સુકાવું, મંદાગ્નિ અને ઉધરસ ઉત્પન્ન કરે છે.

Post Comments