Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

ડ્રો અ બ્લેન્ક: નિષ્ફળ નિષ્ફળ રમીએ...

મુશ્કેલી તો દરેકને પડતી જ હોય છે. પણ વિચારો અને માર્ગ કાઢવાની કોશિશ કરો તો એનો ઉકેલ પણ મળી જતો હોય છે. પણ કોઈ  કારણોસર કોઈ હલ મળે જ નહીં ત્યારે તમે ડ્રો અ બ્લેન્ક કરો છો

એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું: 'લે ઝૂલ'
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે                                                                                                   
બાપાની પેઢીએ બેસી તે
ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.                                                                                
-રમેશ પારેખ

પ્રેમની પ્રપોઝલ કેવી મજેદાર હોય? હેં ને? પણ એની આડ અસર એ થાય છે કે પછી ભણવાનું જ ભૂલી જવાય. બાપાની પેઢીએ બેસો તો ચોપડે ફૂલ ચિતરવા જેવી એક્સ્ટ્રા-કરિક્યુલમ એક્ટિવિટી જ કરવી પડે. યુપી બોર્ડ એક્ઝામમાં પણ એવું જ થયું. એક છોકરાએ રસાયણશાની પરીક્ષાની ઉત્તરવહીમાં લખ્યું કે   

આઈ લવ માય પૂજા. લો બોલો! વરસ આખું આ છોકરો પ્રેમરસાયણમાં વ્યસ્ત રહ્યો હોય તો એને  રાસાયણિકશા સમીકરણ પછી ક્યાંથી આવડે? એણે આગળ લખ્યું કે... યે મહોબ્બત ભી ક્યાં ચીજ હૈ, ન જીને દેતી હૈ ઔર ન મરને.. સર...ઇસ લવ સ્ટોરીને પઢાઈસે દૂર કર દિયા.... છોકરાએ પછી તો ઉત્તરવહીમાં દિલ દોર્યું અને એમાંથી સોંસરવું નીકળતું એક તીર પણ એણે ચીતર્યું.

સમાચાર છે કે કરન્સી નોટ્સ પણ જોડી અને લખ્યું કે ગુરુજી કો કોપી ખોલનેસે  પહલે નમસ્કાર, પાસ કર દો બસ.. ચિઠ્ઠી તું જા સર કે પાસ, સર કી મરઝી, ફેલ કરે યા પાસ.... આ છોકરો કાફિયામાં ગઝલ લખે છે સાહેબ. ભલે આ છોકરો પ્રેમમાં નાસીપાસ થાય કે પરીક્ષામાં નાપાસ થાય, પણ જિંદગીમાં આમ સાવ નિષ્ફળ તો ન જ જાય. આખી વાતનો સાર એ છે કે એ ભાઈ કવિ બને એવા આસાર તો છે જ...

ઇંગ્લિશ ભાષાનો મુહાવરો 'ડ્રા અ બ્લેન્ક'  (Draw a Blank)નો સાદો અર્થ થાય છે નિષ્ફળ જવું.  પ્રશ્નનો ઉત્તર ના મળે, ધાર્યું પરિણામ ન મળે તો તમે ડ્રા અ બ્લેન્ક કર્યુ એમ કહેવાય. મુશ્કેલી તો દરેકને પડતી જ હોય છે. પણ વિચારો અને માર્ગ કાઢવાની કોશિશ કરો તો એનો ઉકેલ પણ મળી જતો હોય છે. પણ કોઈ  કારણોસર કોઈ હલ મળે જ નહીં, કશું સમજાય નહીં ત્યારે તમે ડ્રા અ બ્લેન્ક કરો છો.

ગુજરાતી લેક્સિકોન અનુસાર ડ્રા એટલે ખેંચવું તે, આકર્ષણ, ઘરાક કે ધ્યાન ખેંચનાર વસ્તુ, ચિઠ્ઠીઓ ઉપાડવી તે, લાટરી, હારજીત થયા વિનાની રમત. જ્યારે નક્કી ન થાય કે કોણ જીત્યું કે કોણ હાર્યું ત્યારે પરિણામ ચિઠ્ઠી ઉપાડીને નક્કી થાય. અને બ્લેન્કનો અર્થ થાય કોરું. જેમાં કશું નથી એ. બ્લેન્ક એટલે (કાગળ અંગે) કોરું, કશા લખાણ વિનાનું, રસ, ભાવ, પરિણામ વિનાનું, દસ્તાવેજમાં કશું લખવા માટે રાખેલી કોરી જગ્યા વગેરે. 

વાત જાણે એમ બની કે સોળમી સદીમાં ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથ-પહેલીને દેશ ચલાવવાં પૈસાની જરૃર પડી. ફ્રાંસ જેવા પાડોશી દેશોમાં લોટરીની સીસ્ટમ હતી. લોકો લોટરીની ટીકીટ ખરીદે, જેને લાગે એ માલામાલ પણ બાકીનાં પૈસા દેશની તિજોરીમાં જાય. રાણી એલિઝાબેથે સને ૧૫૬૭માં લોટરી માટે અપાતા લાઈસન્સમાં સહી કરી. તે સમયે લોટરીની પ્રથા કંઈક આવી હતી. કાચનાં બે મોટા ઘડા મુકવામાં આવતા.

એકમાં લોટરીની ટીકીટ જેણે લીધી હોય એનાં નામની ચિઠ્ઠીઓ રાખવામાં આવતી. અને બીજા ઘડામાં એટલી જ સંખ્યામાં ચિઠ્ઠીઓ નાંખવામાં આવતી. આ ચિઠ્ઠીઓમાં કોઈ કોઈ એવી હતી કે જેમાં ઇનામની રકમ લખી હતી. પણ બાકીની તમામ ચિઠ્ઠીઓ કોરી હતી. બ્લેન્ક... યૂ સી! પછી બંને ઘડાઓમાંથી એક એક ચિઠ્ઠી ખેંચવામાં આવતી. એકમાંથી નામ બોલાતું. પછી બીજી ચિઠ્ઠીમાં જો ઇનામની રકમ લખી હોય તો તે અને કાંઈ લખ્યું ના હોય તો એણે બ્લેન્ક ડ્રા કર્યુ એમ કહેવાતું.

ગુજરાતી લેક્સિકોનમાં પણ બ્લેન્કનો એક અર્થ થાય છે જેને ઇનામ નથી મળ્યું એવી લાટરીની ટિકિટ, ખાલી જગ્યા. 'ડ્રા અ બ્લેન્ક' શબ્દસમૂહ મુહાવરા તરીકે ઓગણીસમી સદીમાં પ્રચલિત થયો. જાણીતા ટૂંકી વાર્તાનાં લેખક વોશિન્ગ્ટન ઈરવીને 'ટેલ્સ ઓફ ટ્રાવેલર' વાર્તાની સ્ટોરીલાઈનમાં કંઈક સારું થાય છે અને એની ક્રેડિટ એક પાત્રને આપવામાં આવે છે. લોકો એનાં વખાણ કરે છે. પણ ખરેખર એણે તો કાંઈ કર્યુ જ હોતું નથી. એટલે ઈરવીન લખે છે કે આ તો એવી વાત થઇ કે ઇનામ જીતવા બદલ તમે એને અભિનંદન આપો પણ એણે તો ડ્રા અ બ્લેન્ક કર્યુ હતું.

એ તો ખરેખર ફેલ થયો હતો. આમ નિષ્ફળતા માટે  ડ્રા અ બ્લેન્ક મુહાવરો ભાષામાં શામેલ થઇ ગયો. પછી તો તમે યાદ કરવા મથો કે શું હતું? શું હતું? પણ કાંઈ યાદ ન આવે, મનની સ્લેટ સાવ કોરી જ રહે તો ય તમે ડ્રા અ બ્લેન્ક કર્યુ એમ કહેવાય. કોઈ પરિસ્થિતિ વિકટ બનતી જાય, કાંઈ સુઝે નહીં કે શું કરવું તો તમે ડ્રા અ બ્લેન્ક કર્યુ એમ કહેવાય. સમજાય નહીં, નજરથી સઘળું દૂર થઇ જાય, ભાન ભૂલી જવાય તો ય ડ્રા અ બ્લેન્ક કર્યુ એમ કહેવાય.

પરીક્ષાની ઘડી છે. જીવનની પરીક્ષા ય બોર્ડ જેવી જ અઘરી છે. કાંઈ સુઝે નહીં કે ક્યાં જવું? ભલે તમે ડ્રા અ બ્લેન્ક કરો. પણ રમત અધૂરી મુકી દેવાની મનાઈ છે. શાયર ગની દહીંવાલા કહી ગયા છે એમ.. સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ. નિષ્ફળ નિષ્ફળ પણ રમવું તો જરૃરી છે જ. અને હિંમત હાર્યા વગર ફરી મહેનત કરો. ફરી પુરુષાર્થ કરો. (આઈ મીન, ીઓ હોય તે ીઆર્થ કરે!) બસ, એ જ તો પૂજા છે. આઈ લવ માય પૂજા...

શબ્દ શેષ:

 'માનવીનું મગજ ગજબ છે. આપણે જન્મ્યા તે દિવસથી આપણું મગજ દિવસનાં ૨૪ કલાક કામ કરે છે પણ ત્યારે અટકી પડે છે જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ કે... પ્રેમમાં પડીએ છીએ!'- મિનિયન્સ ક્વોટ  


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments