Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

૨૦૧૯ના જંગ માટે ભાજપની તૈયારી,વિપક્ષ હતાશ

પશ્ચિમ બંગાળ, ઓડીસા, કેરળ પર નજર

સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. મોદી સરકારના ત્રણ વર્ષ પુરાં થઈ ગયા છે અને ૨૦૧૯ના જંગની તૈયારીઓ થઈ રહી છે. આમ તો, ચૂંટણીમાં કોણ જીતશે તેની આગાહી કોઇ ના કરી શકે પણ બીજા વર્ષ માટે પણ મોદી શાસન આવશે એવી સ્થિતિ ચોક્કસ છે. જો કે તે દરમ્યાન વચ્ચેના સમયમાં બનતી ઘટનાઓ પર પણ આધાર રહે છે. જેમ કે કિસાનોનું આંદોલન ઉંચકાયું પણ પાછું ઠંડુ પડી ગયું છે. કાશ્મીર પણ ફરી શાંતિની દિશામાં જોવા મળે છે. આ બધું મતદારના મન પર અંકાઇ જતું હોય છે.

પરંતુ ૨૦૧૯ના ચૂંટણી યુધ્ધ માટે જો કોઈ તૈયાર હોય તો એ ભાજપ છે તે નક્કી છે, જ્યારે મોદી-શાહની જોડીની નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો સાથે ચૂંટણીની તૈયારીઓ પણ થઇ રહી છે. ચૂંટણીના પડકારોનો સામનો કરવા પક્ષના પ્રમુખ અમિત શાહ સતત પ્રયાસ કરી રહ્યા છે, યુવા નેતાઓમાં જોમ પુરી રહ્યા છે, મતદારોને ઘેર જમી રહ્યા છે અને બધાની સમસ્યા સાંભળી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં જયાં ભાજપની પકડ ઓછી છે તેવા વિસ્તારોના પ્રવાસ પણ કરી આવ્યા છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ભાજપની બેઠકો વધારવા વડાપ્રધાનની લોકપ્રિયતાનો ઉપયોગ પણ તે કરશે. ગુજરાત, રાજસ્થાન જેવાં જે રાજ્યોમાં ભાજપની પકડ છે ત્યાં કદાચ બેઠકો ઘટશે એમ મનાય છે. ખરેખર તો ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ થોડી બેઠકો ગુમાવશે જયાં તેણે ૮૦માંથી ૭૩ બેઠકો જીતી હતી.

ભાજપે દક્ષિણના રાજ્યો અને ઉત્તર - પૂર્વના રાજ્યોમાંથી બેઠકો મેળવવા પગપેસારો કરવો પડશે. તેલંગાણા, ઓડીસા, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ વગેરેમાં ભાજપે મજબુત બનવાની તક ઝડપવી પડશે. આ વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષોનું શાસન છે, ભાજપે ત્યાં સૌ પહેલાં તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસને કાઢવો પડશે અને પછી પોતાનું સ્થાન મજબુત કરવું પડશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ઓડીસામાં નવીન પટનાયકને હંફાવવા ભાજપ માટે બહુ મુશ્કેલ નહીં હોય.

તેલંગાના પર કબજો ના જમાવી શકે પણ પોતાની બેઠકો વધારી શકે છે. હાલમાં તેલંગાણાની લોકસભાની ૧૭માંથી એક બેઠક ભાજપ પાસે છે. ભાજપ અહીં તેલંગાણા ક્ષેત્રમાં મજબુત ટેકો ધરાવે છે તેથી ત્યાં બેઠકની સંખ્યા વધી શકે છે. આંધ્ર પ્રદેશમાં એનડીએનો સાથી પક્ષ છે પણ ચંદ્રાબાબુ નાયડુ અહીં ભાજપની સંખ્યા વધે તેના વિરોધી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઓડીસામાં ભાજપ માટે ચાન્સ ઉભા થયા છે. ૨૦૧૯માં આવતી રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તે સારો દેખાવ કરી શકે એમ છે. ઓડીસાની ૨૧માંથી માત્ર એક બેઠક ભાજપને મળી હતી.

જોકે સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે નવીન પટનાયકની લોકપ્રિયતા હોવા છતાં ઘણા મતો મેળવ્યા હતા અને બે નંબર પર રહેલી કોંગ્રેસને ત્રણ નંબર પર લાવી દીધી હતી અને પોતે બે નંબર પર આવી ગયા હતા. ઓડીસામાં એન્ટી-ઇન્કમબન્સી ફેકટર અને ભ્રષ્ટાચારના આરોપોના કારણે ઓડીસામાં એનડીએ માટે ચાન્સ ઉભો થયો છે.

પશ્ચિમ બંગાળમાં પણ મુખ્ય પક્ષ તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપે પડકાર ઉભો કર્યો છે. એક તરફ કેન્દ્રમાં મમતા બેનરજી અને ડાબેરી પક્ષો કોંગ્રેસ સાથે ભેગા થઈને ભાજપનો સામનો કરવાનો છે તો બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપ પડકાર ફેંકી રહ્યું છે.

૨૦૧૪ની લોકસભામાં ભાજપે પશ્ચિમ બંગાળની ૪૨માંથી માત્ર બે બેઠક જીતી હતી. આ રાજ્યની ૩૦ ટકા મુસ્લિમ વસ્તી પર બધા પક્ષો મદાર રાખી રહ્યા છે.

અંતે એ મુદ્દો પણ યાદ રાખવો જોઈએ કે ભાજપ ૨૦૧૯માં ફરી સત્તા પર આવે તે પાછળનું કારણ એ છે કે વિરોધ પક્ષો હજુ અટવાયેલા છે. કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી તે ભલે કોંગ્રેસના વડા હોય પણ મતદારો હજુ વડાપ્રધાન મોદીને છોડવા તૈયાર નથી. તેમની સામે નથી ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી અને નબળા વર્ગ માટે ઘણી યોજના લાવ્યા છે. ટૂંકમાં વિપક્ષ ડીપ્રેશનની સ્થિતિમાં છે.
 

Post Comments