Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

દરેક હત્યા કે તોફાન પાછળ 'સંઘ'ના હાથના આક્ષેપની ચાલ

ગૌરી લંકેશની હત્યાથી આઘાત

લંકેશની હત્યાનો લાભ ઊઠાવતા ઉદારમતવાદી-સેક્યુલરીસ્ટ ચહેરા

માત્ર પત્રકારો જ નહીં દરેક ભારતીયે ગૌરી લંકેશની હત્યાથી આઘાત અનુભવ્યો છે. લોકોને ગુસ્સો એ વાતનો છે કે આવું ઘાતકી કૃત્ય કરીને હત્યારાઓ બેંગલુરૃમાંથી આસાનીથી બહાર પણ જતા રહ્યા. હત્યારાઓનો હેતુ ગમે તે હોય પણ તેમને પકડી લાવવા જોઇએ.

આવી ઠંડે કલેજે થયેલી હત્યાની તપાસ થવી જોઇએ અને તે માટે ગૌરી લંકેશની વિચારધારા સાથે કોઇ નિસ્બત ના રાખવી જોઇએ. કર્ણાટકની સરકાર સામે આ મોટો પડકાર છે. તેમણે હત્યારાઓને પકડીને તેની પાછળનો હેતુ જાણવો પડશે.

દિલ્હીના રાજકારણને કેન્દ્રીત ટીવી માધ્યમો પૈકી કેટલાંકે મોટી-મોટી વાતો કરી પણ કોઇ નક્કી વાત આપી શક્યા નહીં. ઘણાંએ કહ્યું કે આ પૂર્વ આયોજીત કાવત્રું હતું. કેટલાકે આ હત્યાના જવાબદાર તરીકે મોદી સરકાર પર પણ પથ્થર તાંક્યો હતો. અંગ્રેજી માધ્યમના સમાચાર માધ્યમો પૈકી કેટલાંક ન્યુસંસ વેલ્યૂવાળા હોય છે. આવી કોઇ ઘટના બને એટલે તે એકદમ આગળ આવીને બંધારણ ભંગ સુધીની વાતો કરવા લાગે છે.

જ્યારે કોઇ હિંસા ફેલાય કે મતભેદો થાય ત્યારે સંઘ પરિવાર પર નિશાન તાંકવામાં આવે છે. જોયા-જાણ્યા વગર તેમજ ઉદારમતવાદનો આંચળો પહેરીને ફરતા લોકો ઈનટોલેરન્સની વાતો કરીને દેશના નેતાઓ પર આક્ષેપોનો મારો ચલાવે છે. હવે આ લોકો એવું સાબિત કરવા મથે છે કે લંકેશની હત્યા પાછળ સંઘ પરિવારનો હાથ  છે.

આ ઉદારમતવાદી ચહેરાઓએ હત્યારા શોધી કાઢવા ઉગ્ર રજૂઆત કરવી જોઇએ. આ લોકો એમ માને છે કે ભારત માટે શું સારું છે તે એકલા જ વિચારે છે.

સેક્યુલરીસ્ટથી ઘેરાયેલા મુખ્ય પ્રધાન સિધ્ધરમૈયા અને બેંગલુરૃ પોલીસ આરએસએસ - ભાજપના સંગઠન સાથે જોડાયેલા છૂટા-છવાયા લોકોને હત્યારા ગણાવીને વિશ્વ સમક્ષ રજૂ કરશે એમ લાગે છે. ભાજપના વિરોધીઓ આ હત્યામાંથી મોદી વિરોધી વાતો ઊભી કરીને લોકોના મનમાં રહેલી મોદીની લોકપ્રિય ઈમેજને હાની પહોંચાડવા માગે છે. હકીકત એ છે કે આવા લોકો ક્યારેય ફાવતા નથી.

અહીં એક વાત એ પણ છે કે લંકેશ તેમના કન્નડ અઠવાડીકમાં સંઘ પરિવાર સામે ઝેર ઓકતાં હતા. આ સ્થિતિમાં સંઘ પરિવાર તેમની હત્યા પાછળ કેવી રીતે જવાબદાર હોઇ શકે ? એક વાત એ પણ ચર્ચાય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન જે લાખો રૃપિયાની હેરાફેરી થઇ તેમાં કર્ણાટક સરકારની સંડોવણી હતી અને ત્યારે ઈન્કમ ટેક્ષ સત્તાવાળાઓએ ગૌરી લંકેશને પણ ટાર્ગેટ કર્યા હતા.

તેમણે એક એક્ટીવીસ્ટ તરીકે નક્સલવાદીઓ સાથે પણ સંપર્ક કર્યા હતા. તેમણે નક્સલવાદીઓને હથિયાર હેઠે મૂકવા પણ સમજાવ્યા હતા. કેટલાંક એમ માને છે કે ગૌરી લંકેશને કદાચ નક્સલવાદીઓએ જ પતાવી નાખ્યા છે. ગૌરી લંકેશનો ભાઇ આમ માનતો હોય એમ લાગે છે.

કોણે ગૌરી લંકેશની હત્યા કરી તે અંગે કોઇને ખબર નથી, વિવિધ અનુમાનો ચાલે છે પરંતુ મોદી વિરોધી બહુ બોલકાઓએ તો લંકેશની હત્યાના કાવત્રા પાછળ સંઘ પરિવાર છે એમ કહેવાનો જોરદાર પ્રયાસ કર્યો છે. બોલીવુડની ફિલમના થ્રિલરમાં હોય એમ કેટલાક કહે છે કે કર્ણાટકમાં આવતી ચૂંટણીઓ દરમ્યાન સિધ્ધારમૈયાની ઈમેજ તોડવા સંઘ પરિવારે આ કાવત્રું કર્યું છે. અહીં એ પણ સ્વીકારવું જોઇએ કે મોદી તેમની પાછળ થતા આક્ષેપોને ગણતા નથી; તે એવી માટીના બનેલા છે કે જે અડગ રહે છે.

મોદીનો વિરોધ કરતા આ એજ લોકો છે કે જેમણે ઈન્દિરા ગાંધીનો પણ વિરોધ કર્યો હતો. ઈન્દિરા ગાંધીએ જ્યારે એક પછી એક સંસ્થાઓને હાથમાં લેવાની શરૃઆત કરી હતી અને ન્યાયતંત્ર પર પણ આક્ષેપો કર્યા હતા.

ઈન્દિરાના સાથીઓ ઈન્દિરા ઈઝ ઈન્ડિયા કહેતા થઇ ગયા હતા ત્યારે બધા ચૂપ થઇ ગયા હતા. ત્યારે તેમનો વિરોધ કરવા કોઇ તૈયાર નહોતું. સમાચાર માધ્યમો એક સમયે નહેરૃના પીઠ્ઠુ બની ગયા હતા. ગણ્યાં-ગાંઠયા પત્રકારોએ જ્યારે હિંમત બતાવી ત્યારે તેમને નોકરી છોડવાનો વારો આવ્યો હતો.

અહીં એક ઉદાહરણ આપ્યું છે. ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સમાં કાર્ટૂનીસ્ટ તરીકે રાજેન્દ્ર પુરી હતા. ૧૯૬૨માં જ્યારે ચીન આસામમાં ઘૂસ્યું ત્યારે જવાહરલાલ નહેરૃને લાચાર સ્થિતિમાં દર્શાવતું કાર્ટૂન છપાયું હતું. તરત જ કોંગીજનો હિન્દુસ્તાન ટાઈમ્સની બહાર દેખાવો માટે પહોંચી ગયા હતા.

અંતે પરિણામ એ આવ્યું કે રાજેન્દ્ર પુરીને હિન્દુસ્તાન ટાઈમ્સમાંથી હટાવી દેવાયા હતા. તેમને બે વર્ષ સુધી કોઇ સ્થિર જોબ મળી નહોતી. તેમણે રાજકીય સર્કલને શરણે જવાની તૈયારી બતાવી નહોતી. હાલમાં સમાચાર માધ્યમોમાં કોઇ પુરી નથી. બધા પોતાના કામનું માર્કેટીંગ કરે છે.

મૂળ વાત પર પાછા ફરીએ તો સાથી પત્રકારની હત્યાનો જોરદાર વિરોધ થવો જોઇએ. કોઇની પણ સાઇડ લીધા વગર પોલીસને છૂટો દોર આપવો જોઇએ. બની બેઠેલા સેક્યુલરીસ્ટ અને ઉદારમતવાદીઓના મતે તપાસ ના થવી જોઇએ. 

Post Comments