Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

પ્રણવે દર્શાવ્યું છે કે પીએ પદ માટે તે સક્ષમ છે...

સંઘના કાર્યક્રમમાં જવાનો વિવાદ

શરુઆત એ રીતે કરી શકાય કે પ્રણવ મુખરજી એ ખરા વિનર છે. જ્યારથી તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી કોંગીજનો તેમને ભૂલી ગયા હતા. ઘણા મહિનાઓથી તે નહોતા તો કોઈ પબ્લિક ફંક્શનમાં દેખાતા કે નહોતા કોઈ માધ્યમોમાં દેખાતા છે. જો કોંગ્રેસ પ્રણવ અમારા છે એમ કહીને ડીબેટ કરતી હોય તો તેણે એ પણ જાણવું જોઈએ કે પોતાના સિનિયર ગાર્ડનમા પાણી છાંટે છે, પૌત્રોને રમાડે છે અને લગભગ પોતાની ઓળખ પણ ગુમાવી દે છે ત્યારે પક્ષે એમની સાથે રહેવું જોઈએ.

જો પ્રણવદા મહત્ત્વના હોય તો તેમના પક્ષે તેમને અલિપ્ત રાખવાના બદલે મહત્ત્વની જવાબદારી આપવી જોઈએ. પ્રણવ અગાઉના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ક્યાં છે ખબર છે ? તેમને કોઈ યાદ કરે છે ખરા ? તે હમણાં શું કરે છે તેની કોઈને ખબર છે ? કોઈને પણ એ જાણવાની પડી નથી. પરંતુ જુઓ પ્રણવબાબુને ! તેમણે છેલ્લા એક અઠવાડિયાથી સમાચારોનો તખ્તો આંચકી લીધો હતો. પ્રણવે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં જવું જોઈએ કે નહી તે ડીબેટ ઉગ્ર બની ગયું હતું.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં થર્ડ ઓટીસી એટલે કે ઓફિસર્સ ટ્રેનિંગ કોર્સમાં ત્રીજું વર્ષ પૂરું કરનારનું અભિવાદન કરવાનું હતું. જે લોકો પોતાના મનને બંધિયાર સ્થિતિમાં રાખે છે તે માને છે કે સંઘ એ ભાગલાવાદમાં માને છે. સંઘ પોતાના એજન્ડા સાથે આગળ વધે છે, તેનું એક ચોક્કસ મિશન છે. તેને કોઈ ખાસ ઉતાવળ હોય એમ લાગતું નથી. સંઘ વારંવાર કહે છે કે, ભાગલા અમારા ડીએનએમાં નથી. સંઘ તેના કાર્યકરને શિસ્તબદ્ધ અને કાયદાનું પાલન કરનાર તરીકે બનાવવા માંગે છે.

સંઘના નિયમોની વાતો વ્યાજબી છે પણ પ્રાચીન હિન્દુ સમાજ અને લોકશાહીમાં રહેતો હિન્દુ વચ્ચેના મતભેદોને કે નાસમજને સંવાદ દ્વારા ઉકેલવાની જરૃર છે. જ્યારે પ્રણવે એકવાર આમંત્રણ સ્વીકાર્યું હોય પછી તેને પાછું ન ઠેલી શકાય.

દરમ્યાન સંઘના કાર્યક્રમમાં જઈને પ્રણવે ૨૦૧૯ના જંગ પહેલાં પણ પોતે રાજકીય પ્લેયર છે તે સાબિત કરી શક્યા છે. એવી અટકળો જોવાય છે કે જો એનડીએ બહુમતી બેઠક નહી લાવી શકે તો કદાચ પ્રણવ મુકરજીને સર્વસંમત વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવી શકાય. એન.ડી.એ. અને નોન એનડીએ એમ બંનેમાં તે આવકાર્ય છે. આ સ્થિતિમાં પ્રણવના ઓળખીતા કોર્પોરેટ હાઉસ પણ તેમની મદદે આવી શકે છે.

નાગપુર જઈને પ્રણવે એવો સંકેત આપી દીધો છે કે પોતે હજુ દેશની સેવા કરવા સક્ષમ છે. અહીં યાદ રહે કે મલેશિયામાં ૯૨ વર્ષે વડાપ્રધાન બનેલા મોહમ્મદ કરતા પ્રણવ નાના છે આ ઉપરાંત કોઈ બંધારણી અડચણ નથી કે એકવાર રાષ્ટ્રપતિ બનનાર વડાપ્રધાન ના બની શકે.

નાગપુર જઈને પ્રણવે રાહુલ ગાંધીનું કામ પણ કરી આપ્યું હોવાનું કહેવાય છે. આનંદ શર્મા અને અન્ય કોંગીજનોએ ખુશ થઈને ટ્વીટ કરી હતી કે પ્રણવે સંઘને તેમને ત્યાં જઈને સ્પષ્ટ વાત છે કે વડાપ્રધાન મોદી સામે ઉભો રહી શકે તેવો કોઈ ચહેરો વિપક્ષો કે કોંગ્રેસ પાસે નથી કોંગ્રેસ પક્ષની કમનસીબી એ છે ક તેનું વહાણ હજુ ડામાડોળ છે. કર્ણાટકમાં નાના જૂથ એવા કુમારસ્વામીએ ટેકો આપીને સરકાર બનાવી છે પણ અસંતોષ પ્રસરેલો છે.

આમ આદમી પાર્ટી

હૃદય પરિવર્તન થયેલુ કોને કહેવાય તે જોવું હોય તો અરવિંદ કેજરીવાલની ચાલ જોવી જોઈએ. કેજરીવાલના સાથી દિલીપ પાંડેએ જ્યારે કોંગ્રેસ સાથે જોડાણની વાત ચલાવી ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રિ-પોલ સર્વે પરથી નિર્ણય લેવાયો છે. સર્વે અનુસાર આપવાળા દિલ્હીમાં એક જ બેઠક જીતી શકે એમ છે જે દર્શાવે છે કે, આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી છે. ગયા મહિને આપના ઉમેદવારે ચૂંટણીમાં માત્ર ૧૯૦૦ વોટ મેળવીને ડિપોઝીટ ગુમાવી હતી. ગુરૃદાસપુર લોકસભાની પેટા ચૂંટણીમાં પણ આપની હાર થઈ હતી.

નો કોમેન્ટ

બેંગલુરૃના એક અંગ્રેજી અખબારો હેડિંગ માર્યું હતું કે, કુમારસ્વામી વરીડ એબાઉટ ગવર્નમેન્ટ સર્વાઇવલ... એટલે કે પોતાની સરકાર ટકશે કે કેમ તેની ચિંતા સતાવે છે. એટલે જ મુખ્યપ્રધાને તમામ એપોઇન્ટમેન્ટ કેન્સર કરીને પોતાના ઘેર- હોમ હવન રાખ્યા છે યજ્ઞાનું નામ ચંડીકા- પારાયણી હતું. બે દિવસના આ યજ્ઞામાં ૭૦૦ શ્લોકો બોલાય છે... શું એમ નથી લાગતું કે રાહુલે મારતે ઘોડે બેંગાલુરુ પહોંચવું જોઈએ.

 

 

Post Comments