Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા

શિયાળામાં તમારા શરીરની ચામડીની સંભાળ કેવી રીતે લેશો

ટી ટ્રી ઓઈલના ૮ થી ૧૦ ટીપાં ગરમ પણીમાં નાખીને સ્નાન કરવાથી ત્વચા મુલાયમ રહે છે

તમારા શરીરને કિલ્લો ગણો તો તે કિલ્લાની દિવાલ એટલે તમારી ચામડી. તમારા શરીરની ચામડી તમારા શરીરનું સૌથી મોટું અંગ છે અને તેનું વજન તમારા વજનના ૧૬ ટકા જેટલું છે જે તમારા શરીરમાં રહેલા બધાજ અંગોનું સંપૂર્ણપણે રક્ષણ કરે છે.

કોઇ પણ ઋતુ હોય તમારા શરીર પર હારના વાતાવરણના થતાં બધાં જ ફેરફારની અસર સૌથી વધારે તમારી ચામડી પર થાય છે અને આનું પ્રમાણ શિયાળામાં વધારે જણાય છે. આકારણથી તમારે તમારી શરીરની ચામડીની પૂરતી સંભાળ ખાસ કરીને શિયાળામાં વધારે લેવી જોઇએ.

શિયાળામાં તમારી ચામડીની સંભાળ કેવી રીતે લેશો?

૧. તમારી ચામડીને સુવાળી બનાવો:

સ્નાન કરતી વખતે તમે ગરમ કે થોડું હુંફાળું પાણી વાપરો અને કેમીકલવાળા સાબુ વાપરો ત્યારે તમારી ચામડી સુકાઇ જવાની માટે શિયાળામાં કેમિકલવાળા સાબુને બદલે સોફ્ટ સાબુ વાપરો. સ્નાન કર્યા પછી જેમાં ઓઇલ બેઝ (તેલ) હોય તેવા મોઇશ્વરાઇઝરની આખા શરીરની ચામડી ઉપર માલિશ કરો. તેનાથી તમારી ચામડી સુંવાળી થશે. શક્ય હોય તો શહેરના સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લઇ તે જણાવે તે તમારી ચામડીને અનુકુળ મોઇશ્વરાઇઝર લાવી અને તેનો ઉપયોગ કરો.

૨.સારી ક્વોલીટીનું સનસ્ક્રીન લોશન વાપરો.

સન સ્ક્રીન લોશન જેનું એસ.પી.એફ. (સન પ્રોટેક્ટિંગ ફેકટર) ઓછામાં ઓછું ૧૫ હોય તે દર બે કલાકે આખા શરીર પર લગાડો. પરસેવો વધારે થતો હોય અથવા સ્વિમીંગ કરતા હો ત્યારે આનો વધારે ઉપયોગ કરો. બજારમાં મળતા ''સન સ્ક્રીન લોશન'' મોંઘા પડતા હોય તો તમારી જાતે ૧૦૦ મિલી.લી. ચોખ્ખા પાણીમાં ૧૫ મિલી.લી. ગ્લિસરીન નાખી અને સન સ્ક્રીન લોશન ઘેર બનાવી તેનો ઉપયોગ કરો.
૩. પાણી અને બીજા પ્રવાહી વધારે પીઓ:

આખા દિવસમાં તમારે ઓછામાં ઓછું ૮ ગ્લાસ જેટલું પ્રવાહી જેમાં પાણી, ચા, કોફી, શરબતો, ફ્રુટ જૂઇસ, છાશ વગેરે પણ ગણાય તેટલું પીવું જોઇએ તેનાથી તમારી તંદુરસ્તી જળવાશે. ઉપરાંત તમારી ચામડીમાંથી વાઇરસ, બેક્ટેરિયા અને ઝેરી પદાર્થો નીકળી જશે.

૩. ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરો.

સામાન્ય રીતે શિયાળામાં લોકો ગરમપાણીથી સ્નાન કરે છે. આમ કરવાથી ચામડીમાં રહેલા તૈલી પદાર્થો નીકળી જાય છે. આ માટે ટી ટ્રી ઓઇલ હવે બજારમાં મળે છે. તેના ૮ થી ૧૦ ટીપાં ગરમ પાણીમાં નાખીને સ્નાન કરવાથી તમારી ચામડીના તૈલી પદાર્થો નીકળી નહીં જાય અને ચામડી સુંવાળી રહેશે.

૪. સ્ત્રીઓ માટે ખાસ સૂચના:

તમે મેક અપ માટે જે કઇ પ્રોડક્ટ વાપરતા હો તે પ્રવાહી હોય કે ક્રીમ પણ તેમાં ઓઇલ ના હોય તેનો ખાસ ખ્યાલ રાખશો. પાવડરવાળા પ્રસાધનો સારા ગણાય.

૫. ટુવાલ વાપરો

રૃંછાવાળો ટુવાલ વાપરો જેથી સ્નાન કર્યા પછી ચામડી ઉપર ઘસારો ના પડે. સ્નાન કર્યા પછી ટુવાલ શરીર પર ધીરે ધીરે ફેરવીને પાણી લૂછી નાખો. આમ કરવાથી ચામડી થોડી ભેજવાળી રહેશે. સુકાઇ નહી જાય.

૬. નિયમિત કસરત કરો:

૪૦ મિનિટ નિયમિત કસરતથી તમારા હૃદય અને રક્તવાહિનીઓ તંદુરસ્ત રહેશે. આ કારણથી તમારી ચામડીને પણ પૂરતા પ્રમાણમાં શક્તિ મળશે અને તે જલ્દી સુકાઇ નહીં જાય.

૭. તમાકુનો ઉપયોગ બંધ કરો.

તમાકુ તમારી ચામડીનો મોટો દુશ્મન છે માટે સિગારેટ પીવાનું અને ગુટકા ખાવાનું તદ્દન બંધ કરો.

૮. ખોરાકનું ધ્યાન રાખવું પડશે

તમારા ખોરાકમાં બે થી ત્રણ ફળો અને ૨૦૦ ગ્રામ જેટલા કાચા શાકભાજી (કાકડી, મૂળા, ગાજર, બીટ, ટામેટાં અને કોબી બ્રોકોલી, લેટુસ)નો ઉપયોગ કરો. આ ઉપરાંત જે કોઇ વસ્તુ ખાવાથી કે પીવાથી તમારી ચામડી ઉપર ખંજવાળ આવે કે લાલ ડાઘા કે ચકામાં થઇ જાય કે ચામડીના અનેક પ્રકારના દર્દો થાય તે પ્રકારના ખોરાક કે પ્રવાહી ચોક્કસ ધ્યાન રાખીને લેવાના બંધ કરો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments