Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા

તમારા શરીરના અગત્યના અંગ લિવરને જીંદગીભર સાચવો

આમ જુઓ તો શરીરના બધા જ અંગો અગત્યના છે પણ આ બધા માં તમારું લિવર જે તમારા શરીરના જમણા પડખામાં આગળ રહેલું છે અને મોટી ફેક્ટરીમાં પણ મુશ્કેલી થી થઈ શકે તેવા અનેક કાર્યો કરે છે જેમાં ના મુખ્ય કાર્ય

૧. તમે ખોરાકમાં લીધેલા દરેક પદાર્થ, જેનું તમારુ આતરડામાં પાચન થઈને લોહીમાં ભળી જાય છે તે લોહીને શરીરના જુદા જુદા અંગો ને પહોચડતા પહેલા શરીરને અનુકૂળ (ડિટોક્ષીફાય) બનાવવાનું કાર્ય

૨.ચરબી ના પાચન માટે પિત્ત બનાવવાનું કાર્ય ૩. શરીરમાં આવેલા બધા જ પ્રકારના કેમિકલ્સ ને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કાર્ય અને ૪.૨૨૦૦ જેટલા પાચક રસો (એંઝાઇમ) બાનવવાનું કાર્ય કરે છે જો લિવરને નહીં સાચવો તો તમે ઘણી તકલીફમાં મુકાઈ જશો કદાચ એનાથી તમારું મૃત્યુ પણ થાય.

૧. જરૃર કરતાં વધારે દવા કે ગોળીઓ ના લેશો

ઘણીવાર શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનના કાગળ વગર દવાવાળાને ત્યાથી દુખાવાની ગોળીઓ લઈ આવો છો અને લીધાજ કરો છો. આ દવાઓમાં જે કેમીકલ્સ હોય છે તે લિવરને નુકશાન કરી શકે છે જરૃર હોય તેવી અને આડઅસર ના હોય તેવી જ ગોળીઓ ના છૂટકે લો.

૨. ખાંડ :

ખાંડ પ્રમાણસર લેશો તો ડાયાબિટીસ નહીં થાય અને લિવરને પણ નુકશાન નહીં થાય. રિફાઈન્ડ સુગર અને ફ્રક્ટોઝ નામની સુગરમાંથી લિવર ફેટ (ચરબી) બનાવે છે જેને ફેટિ લિવર કહેવાય. આ સિવાય ઉપરથી ખાંડ નાખી હોય તેવા બજારમાં મળતા બધા જ સોફ્ટ ડ્રિંક્સ શરબતો કેક, પેસ્ટ્રી અને કેન્ડી વધારે પ્રમાણમાં લેવાથી લિવરને નુકશાન થશે.

૩. વધારે વજન :

તમારું વજન તમારા શરીરમાં વધારે ચરબી હોવાને કારણે હોય અને તે ઉપરાંત તમને ડાયાબિટીસ હોય તો તમને ''નોન આલ્કોહોલિક ફેટિ લિવર ડીસીઝ'' થવાની શક્યતા વધી જાય છે. આને કારણે લિવર પર સોજો આવશે અને તેના અનેક પ્રકારના કાર્યોમાં તકલીફ થશે. આનો તમારી પાસે એક જ રસ્તો છે કે તમારી જાતે પધ્ધતિસરનું ડાયેટિંગ કરી ને બોડી માસ ઇંડેક્સ ૨૫ થી વધવા ના દેશો.

૪. સપ્લીમેંટ તરીકે વિટામિન એ વધારે પ્રમાણમાં ના લેશો

વિટામિનએ તમને લીલા અને પીળા રગના શાકભાજી અને તાજા ફળોમાંથી મળે છે તે લો.સપ્લીમેંટ તરીકે મળે છે તે વિટામિન એ જો વધારે પ્રમાણમાં લેશો તો લિવરને તકલીફ થશે.

૫. ટ્રાન્સ ફેટ (કૃત્રિમ ચરબી)

તમે ઘરમાં કદાચ કૃત્રિમ ઘી નહીં વપરાતા હો પણ બજારમાં સીલબંધ ખોરાકની વાનગીના પેકેટ ઉપર જે વસ્તુઓથી તે વાનગી બનાવી છે તેમાં જો ટ્રાન્સફેટ લખેલું હોય તો તેવી બજારમાં મળતી ખોરાકની વાનગીઓ વાપરશો નહીં કારણ તે ખાવાથી તમારું વજન વધશે અને લિવર ને તકલીફ થશે.

૬. દારૃ પીવાની આદત

જેને દારૃ પીવાનું વ્યસન હોય તે જાણે અજાણે વધારે દારૃ પીશે તો તેનાથી ''આલ્કોહોલિક લિવર ડીસીઝ'' થશે અને તેના પછી ''સીરોસિસ ઓફ લિવર''અને લિવરનું કેન્સર ૫ણ થવાની શક્યતા વધી જાય છે.
 

Post Comments