Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા

આદુના ચમત્કારિક ફાયદા

૧. સ્નાયુના દુખાવામાં આદુનો રસ અથવા આદુનું તેલ અદ્ભૂત ફાયદો કરે છે :

આખા દિવસના કામકાજ પછી જ્યારે હાથના અને પગના સ્નાયુ દુખતા હોય ત્યારે આદુનો રસ અથવા બજારમાં મળે છે તે 'જીંજર ઓઈલ' લગાડવાથી દુખાવામાં થોડીક જ વારમાં રાહત થશે. લગાડતા પહેલા ખાસ ધ્યાન રાખશો કે હાથ કે પગની ચામડી કોઈ ઠેકાણે છોલાઈ ગઈ ના હોય નહિ તો લગાડવાથી ખૂબ બળતરા થશે.

૨. મગજને સજાગ અને ચેતનવંતુ રાખવા આદુનો ઉપયોગ કરો :

માનવીનું મગજ માનસિક તનાવ અને શરીરમાં જિંદગી દરમ્યાન થયેલી અનેક તકલીફો અને ચેપ (ઈન્ફ્લેમેશન)ને કારણે રોગગ્રસ્ત બને રહે. માનસિક એકાગ્રતા તો જતી રહે છે પણ મોડા વહેલા યાદશક્તિ જતી રહેવાનો (આલ્ઝામેર ડીસીઝ અને સેનીલીટી) રોગ થાય છે. પ્રયોગોથી નક્કી થયું છે કે નિયમિત આદુનો ઉપયોગ કરવાથી માનસિક એકાગ્રતા વધે છે એટલું જ નહીં પણ મગજને કોઈ પણ પ્રકારના સોજાથી દૂર રાખે છે તેથી યાદશક્તિ બરોબર રહે છે.

૩. ઉધરસ, શરદી અને નાક ભરાઈ જવાની તકલીફ માટે આદુનો રસ શ્રેષ્ઠ છે :

તમને વારે વારે શરદી થઈ જતી હોય, નાક ભરાઈ જતું હોય, છીંકો અને ઉધરસ ખાઈને ત્રાસી ગયા હો તો આદુવાળી ગરમ ચા દિવસમાં બે કે ત્રણ વાર પીઓ. તરત ફાયદો થશે.

૪. અપચો, એસિડિટી અને છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) માટે આદુ અકસીર દવા છે :

માનસિક તનાવ હોય ત્યારે ખાસ કરીને મોટી ઉમ્મરે ખાધેલા ખોરાકનું પાચન થતાં વાર લાગે છે અને અન્નનળીમાં ઉપર જવાથી એસિડિટી અને છાતીમાં બળતરા થવાનું બહુ સામાન્ય છે. જમતા પહેલાં આદુનો નાનો કકડો (૨ ગ્રામ) ચાવી જવાથી કે તેનો રસ પીવાથી આ બધી જ તકલીફો જતી રહેશે.

૫. ઊબકા અને ઉલટી થતાં અટકાવવા માટે આદુનો ઉપયોગ કરો :

સ્ત્રીઓમાં સુવાવડ વખતે થતી 'મોર્નિંગ સિકનેસ' જેમાં ઉબકા અને ઉલટી થવાનું સામાન્ય છે તેમાં અને કેન્સરના દરદીને પણ 'કેમોથેરેપિ' વખતે પણ આવી તકલીફ થાય ત્યારે આદુનો રસ અકસીર કામ કરે છે.

૬. સાંધાના વા માટે આદુનો ઉપયોગ કરવાથી રાહત થાય છે :

આદુના રસ સાથે તજનો ભૂકો, એક ચપટી તલ અને થોડો ગુંદર ભેળવીને એક સાથે લેવાથી સાંધાના દુખાવા (આર્થાઇટિસ)માં તાત્કાલિક રાહત થાય છે.

૭. મોંને ચોખ્ખું કરવા આદુનો ઉપયોગ કરો :

ચા અથવા કોઈ પીણું પીધા પછી કે કશું ખાધા પછી મો ચોખ્ખું ના લાગે તો કકડો આદુ ચાવી અને રસને મોંમાં ફેરવશો તો મોંમાં રહેલા સૂક્ષ્મ જીવાણું નાશ પામશે તેથી મોં ચોખ્ખું થઈ ગયેલું લાગશે.

૮. લોહીનું પરિભ્રમણ વધારવા આદુનો ખોરાકમાં ઉપયોગ કરો :

રોજે ખોરાકમાં થોડું આદુ લેવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે જેથી મોં, આંખો અને ચામડી પર તેજ લાગશે.

૯. આદુ લેવાથી ડાયાબિટીસ કાબુમાં રહેશે અને હૃદયરોગ સામે રક્ષણ મળશે.

પરદેશોમાં તાજેતરમાં થયેલા સંશોધનો પ્રમાણે રોજ ખોરાકમાં ૨ થી ૪ ગ્રામ આદુ લેવાથી ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે એટલું જ નહિ પણ આદુના ઉપયોગથી 'લો ડેન્સિટિ લાઈપોપ્રોટીન'નું પ્રમાણ ઓછું થાય છે એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થાય છે.

૧૦. જમ્યા પછી થતાં ગેસ અને આફરાનું પ્રમાણ આદુને કારણે ઓછું થાય છે.

નિયમિત ખોરાકમાં આદુ લેવાથી મોંમાંથી સલાઈવા (લાળ), પેટમાંથી પાચક રસો (ગેસ્ટ્રીક જૂઈસ) અને પિત્તાશયમાંથી પિત્ત (બાઈલ) વધારે નીકળે છે એટલે લીધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને ગેસ (વાછૂટ) અને આફરાનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments