Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોચર-અગોચર - દેવેશ મહેતા

શરીર અને મનને સ્વસ્થ અને પ્રસન્ન રાખવા શરીર વિજ્ઞાનીઓ હવે પ્રસ્તુત કરે છે સંગીત - ઉપચાર !

પ્રાત:કાળે કે સંધ્યાકાળે સાંભળવામાં આવતું દિવ્ય સંગીત શરીરને સ્ફૂર્તિ અને શક્તિ તો આપે જ છે, એ સાથે હૃદય, મન, ઇન્દ્રિયો અને સ્નાયુઓને સ્નિગ્ધતા આપે છે

જાપાનમાં સંગીતના શિક્ષણને એક અનિવાર્ય વિષય બનાવવામાં આવ્યો છે. ત્યાં પ્રાથમિક શાળાથી લઇને માધ્યમિક શાળા સુધી બધા વિદ્યાર્થીઓએ અન્ય વિષયોની જેમ સંગીતનો ફરજિયાત અભ્યાસ કરવો પડે છે. સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ વિકાસ અને પ્રતિભા નિર્માણ શ્રેષ્ઠ રીતે વિકસિત થાય એ હેતુથી સંગીતનું પ્રશિક્ષણ અપાય છે.

દુનિયાભરના વિજ્ઞાાનીઓ કહે છે કે સંગીત સ્વાસ્થ્ય સંપાદનનો શ્રેષ્ઠ ઉપચાર છે. અનેક સંશોધન ક્ષેત્રોમાં થઇ રહેલા પ્રયોગોને આધારે એવું કહી શકાય કે હવે એ દિવસો દૂર નથી જેમા સંગીતને ચિકિત્સા વિજ્ઞાાનનું મહત્ત્વનું અંગ બનાવવામાં આવશે. એ વખતે સંગીત કેવળ રોગનિવારણ, બુધ્ધિમત્તા વધારનાર અને પ્રતિભા સંપાદન કરાવનાર સાધન તરીકે અપનાવવામાં આવશે.

શરીર વિજ્ઞાનીઓ કહે છે કે શરીરમાં સવારે અને સાંજે વધારે શિથિલતાની સ્થિતિ આવે છે. એનું કારણ એ છે કે એ વખતે પ્રોટોપ્લાઝમની શક્તિ ઓછી થઇ જાય છે. આમ તો સવારે શરીરને કોઈ થાક લાગેલો નથી હોતો પણ પાછળના દિવસના થાકનો પ્રભાવ આળસના રૃપે છવાયેલો રહે છે. જેનાથી જીવંત શરીરની રચના થાય છે એ પ્રોટોપ્લાઝમની પૂરતી માત્રા શરીરમાં રહે એ જરૃરી છે.

સવારે અને સાંજે જ્યારે એની માત્રા અપૂરતી હોય ત્યારે વધારે પડતું કામ કરવામાં આવે તો શરીર પર ભારે બોજો પડે છે અને માનસિક ઉદ્વેગ અને તનાવ વધે છે. એ થાક દૂર કરવા કોઈ ગરમ વસ્તુનું ખાદ્ય કે પેય રૃપે સેવન કરે તો થોડીવાર માટે પ્રોટોપ્લાઝમના અણુઓ ઉત્તેજિત થઇ તરંગાયિત તો થાય છે પણ એનાથી શરીરને ભારે નુકસાન થાય છે.

જેમ વાવાઝોડાનો તોફાની પવન વૃક્ષો અને છોડવાઓને હચમચાવી તો દે છે પણ થોડીવાર બાદ એની પ્રતિરોધ ન કરી શક્તા જડમૂળથી ઉખાડી દે છે એ રીતે થાક દૂર કરવા માટે લેવાતા ઉત્તેજક પદાર્થોપહેલા તો શરીરમાં ક્રિયાશીલતા લાવે છે પણ પછી બુધ્ધિમાં વિભ્રમ, અનિદ્રા, દુ:સ્વપ્ન અને અન્ય શારિરીક તકલીફો ઊભી કરે છે.

સવારે અને ઉત્પન્ન થતા થાકને દૂર કરવા એક અન્ય બિનહાનિકારક ઉપાય છે અને તે છે મૃદુ, મધુર સંગીત. આવા સંગીતની લહેરો શિથિલ થયેલા પ્રોટોપ્લાઝમને એવી હળવી અને પ્રિયકર રીતે ઉત્તેજિત અને આંદોલિત કહે છે જે રીતે પ્રિયજનના સામીપ્ય અને સાંન્નિધ્યથી હૃદયને પ્રસન્નતાની અનુભૂતિ થતી હોય છે. પ્રાત:કાળે કે સંધ્યાકાળે સાંભળવામાં આવતું દિવ્ય સંગીત શરીરને સ્ફૂર્તિ અને શક્તિ તો આપે જ છે, એ સાથે હૃદય, મન, ઇન્દ્રિયો અને સ્નાયુઓને સ્નિગ્ધતા આપે છે. એ વિચાર અને ભાવનાને શુદ્ધ કરે છે અને સત્કરાય્ કરવા પુષ્ટ કરે છે.

એટલે જ આપણી સંસ્કૃતિમાં સવારે અને મોડી સાંજે સૂતા પહેલાં પ્રાર્થના, સ્તુતિ, ભજન, કીર્તન વગેરે કરવાની પ્રથા રાખવામાં આવી હતી. જે હવે બહુ ઓછી જગ્યાએ જળવાઈ રહી છે. પહેલાના વખતમાં સ્ત્રીઓ સવારે દળણાં દળતી વખતે પ્રભાતિયાં ગાતી હતી. આ પ્રભાતિયાનું સંગીત એમને અનાજ દળવાની અને આખો દિવસ કામ કરવાની શક્તિ અને સ્વાસ્થ્ય આપતું.

સંગીત એક પ્રકારની સ્વર સાધના, પ્રાણાયામ અને યોગ પ્રક્રિયા છે જેનાથી શરીરના આંતરિક અને બાહ્ય અવયવોન વ્યાયામ થાય છે. તે સારી ભાવનાઓે પણ ઉત્પન્ન કરે છે તેથી તેનો ઉપયોગ કરનાર પ્રેમ, કરુણા, ઉદારતા, દયા, મમતા, આત્મીયતા, સૌજન્ય, સેવાપરાયણતાવાળો બને છે.

જાપાનના અગ્રગણ્ય વાયોલિનવાદક, સંગીતકાર અને શિક્ષણવિદ ડૉ. શિનિચી સુઝુકી (૧૭-૧૦-૧૮૯૮-૨૬-૧-૧૯૯૮) એ પણ સંગીત વિશે મૂલ્યવાન સંશોધન કર્યું. તેમણે 'ઇન્ટરનેશનલ સુઝુકી મેથડ ઓફ મ્યૂઝિક એજ્યુકેશન'ની સ્થાપના કરી એમની પત્ની સાથે એના વિકાસ માટે જીવનભર સમર્પિત થઇ ગયા હતા. તે કહે છે 'શુધ્ધ સંગીત મનુષ્યનાં ભાવ સંવેદના ઉત્પન્ન કરે છે. શિસ્ત, સહિષ્ણુતા અને કોમળતા ઉત્પન્ન કરે છે. હૃદયને સુંદર બનાવવામાં સંગીતની વિશિષ્ટ ભૂમિકા છે.

સંગીતથી જાપાનનું દરેક બાળક સહૃદય અને આદર્શવાદી ભાવોથી સંપન્ન બને એવું અમે ઇચ્છીએ છીએ. આ લક્ષ્ય સિધ્ધ કરવા અમે અમારું જીવન સમર્પિત કર્યું છે.' માર્ટિન લ્યૂથર કિંગ પણ કહેતા હતા - 'મનુષ્ય જાતિને ઇશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા ભવ્ય વરદાનોમાં એક સંગીત પણ છે.' વિશ્વવિખ્યાત સંગીતકાર પાબ્લો કાસાલ્સ કહેતા હતા કે દુનિયાને વિનાશથી બચાવવા માટે સંગીત જ મોટામાં મોટું સંરક્ષણ બની શકે છે.

સંગીતની અસર વૃક્ષો, વનસ્પતિ અને વિવિધ પ્રકારની ખેતીનાપાક પર પણ થાયછે. ૧૯૬૨માં દક્ષિણ ભારતની અન્નામલાઈ (Annamalai)  યુનિવર્સિટીના બોટનીના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ કૃષિ વિજ્ઞાાની ડૉ.ટી.સી.સિંહે વાંસળી, હારમોનિયમ, વાયોલિન વગેરે વાદ્યોથી શાસ્ત્રીય સંગીતની સૂરાવલીઓ સંભળાવી ચોખા, શેરડી, મગફળી, સાબુ ચોખા,સક્કરિયાના પાકમાં ૨૦થી ૮૦% જેટલો વધારો કરી બતાવ્યો હતો.

ડૉ. ટી.સી.સિંહે ૧૦ વર્ષ સુધી એક બાગમાં એવો પ્રયોગ કર્યો જેમાં એને બે ભાગમાં વહેંચી એકમાં સંગીત સંભળાવ્યું અને બીજામાં સંગીત ન સંભળાવ્યું. એક ભાગ જેમાં સ્ટેલા પુનૈયા વાયોલિન વગાડી ગીત સંભળાવતી ત્યાં બી અંકુરણ, છોડવાનો વિકાસ, પુષ્પોની અને ફળોની માત્રા વધારે થતી.જ્યારે બીજો વિભાગ જ્યાં સંગીતની સૂરાવલીઓ રેલાવવામાં આવતી નહોતી ત્યાં એ બધાની વૃધ્ધિ ખૂબ ધીમી અને ફસલની પેદાશ ખૂબ ઓછી થઇ હતી.

બન્ને વિભાગોમાં ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ તો એક સરખા જ રાખવામાં આવ્યા હતા. ડૉ. સિંહે જણાવ્યું હતું કે સંગીત વૃક્ષોમાં રહેલા પ્રોટોપ્લાઝમને સંતુલિત કરી યોગ્ય માત્રામાં આંદોલિત કરી વધારી દે છે તેથી ત્યાં પાકની વૃધ્ધિ ઝડપી થાય છે અને પેદાશ વધારે થાય છે.

૧૯૭૩માં ડોરોથી રેટાલેક (Retallack) નામની સંશોધક મહિલાએ પણ વૃક્ષો-વનસ્પતિ પર સંગીતની અસર જાણવા પ્રયોગો કર્યા હતા. એણે એક સ્થળે શુધ્ધ શાસ્ત્રીય સંગીત વગાડી છોડનો વિકાસ કેવો થાય છે તે જોયું.બીજા સ્થળે રોક મ્યુઝિક વગાડી છોડ પર કેવી અસર થાય છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. જે જગ્યાએ શુધ્ધ શાસ્ત્રીય સંગીત વગાડયું હતું ત્યાં છોડનો વિકાસ ઝડપી અને સ્વસ્થ હતો.

એથી ઊલટું જે જગ્યાએ રોક મ્યુઝિક વગાડયું હતું ત્યાં વિકાસ ધીમો પડી ગયો હતો અને એ રુગ્ણ થઇ સૂકાઈ ગયો હતો. ડોરોથીએ એના આવા અનેક પ્રયોગોના પરિણામો સાથે સંગીતના ધ્વનિની વનસ્પતિ સૃષ્ટિ પર કેવી અસર પડે છે તેની વિગતો એના પુસ્તક 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક એન્ડ પ્લાન્ટસ'માં રજૂ કરી છે.
 

Post Comments