Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

સો દર્દોની એક દવા : સ્ટેમસેલ

છેલ્લા ચાર દાયરામાં સ્ટેમસેલ સારવારના આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે આપણાં અનેક રોગોનો ઉપાય આપણાં શરીરમાં જ પડેલો છે માત્ર એક જ સ્ટેમસેલમાંથી આપણાં શરીરનું સમગ્ર માળખું રચાયેલ છે

આજે આપણું શરીર અંદાજે ૬૦૦૦૦ હજાર અબજ કોષોનું બનેલું છે. પરંતુ આપણો આરંભ એક કોષ રૃપે થયેલ હોય છે. તેને સ્ટેમ સેલ કહે છે. તેની મદદથી કોઈ અવયવ ઉગાડી શકાય કે કોઈ અવયવનું સમારકામ કરી શકાય છે

આપણને એ ખબર નથી કે આપણાં જ શરીરમાં કેટલાય જીવલેણ દર્દોનો ઉપાય પડેલો છે. પરંતુ આપણે આવા ઉપાય બહાર શોધતા હોઈએ છીએ. આપણાં જ શરીરના 'સ્ટેમ સેલ' અને સ્ત્રોત કોષ આપણાં જ દર્દોનો રામબાણ ઇલાજ છે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે ચાર દાયકામાં તેણે ક્રાંતિ સર્જી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે 'ઇશ્વર: સર્વભૂતાગમ્ હૃદયેષુ તિષતિ જર્નાદન' અર્થાત્ ઇશ્વર દરેક પ્રાણીઓના હૃદયમાં વસે છે. કમનસીબે આપણે આંતરખોજ કરવાના બદલે ઇશ્વરને બહાર શોધીએ છીએ. આમ આપણા કેટલાક જીવલેણ દર્દોનો ઉપાય બહાર શોધવાના બદલે આપણાં શરીરના સ્ટેમસેલ છે. આ સ્ટેમસેલ શું છે તે આપણે જાણવું જોઇએ.

આપણે જાણીએ છીએ કે પુખ્ત વયની કોઈ વ્યક્તિનાં શરીરનું માળખું અંદાજે ૬૦૦૦૦ અબજ કોષોનું બનેલું છે. પરંતુ આપણો આરંભનો એક કોષ રૃપે થયો હોય છે. સ્ત્રોતકોષો (સ્ટેમસેલ) એક કોષીય બીજગામી તરીકે પ્રારંભ કરી વૃધ્ધિ પાયાના શરૃઆતમાં પ્રારંભિક કોષો છે.

કોષોની વૃધ્ધિ દ્વિભાજનથી થાય છે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ... એમ વૃધ્ધિ થાય છે. આ કોષોનું રૃપાંતર અધિત્વચીયપેશી, ચેતાપેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી રક્ત વગેરેમાં થઇ જુદા જુદા અવયવો બને છે. અવયવો મળીને આપણું શરીર બને છે. સ્ત્રોતકોષ (સ્ટેમ સેલ) અન્ય કોષોથી જુદા છે.સ્ત્રોતકોષોમાં (સ્ટેમસેલમાં) અનેક સ્નાયુઓમાં બદલાવાની ક્ષમતાના લીધે તેમને પ્રયોગશાળામાં ઉછેરી કે બહારના અન્યનીન સાથે ભેગા કરી નવા નવા અવયવો વિકસાવવા શક્ય બનશે.

વર્ષોથી જેના વિશે મોટી મોટી વાતો, વિવાદો અને આશો પછી છેવટે સ્ત્રોત કોષ સારવાર અર્થાત્ સ્ટેમ સેલસારવાર દર્દીઓના વિશાલ સમુદાય સુધી પહોંચવાની તૈયારીમાં છે. જે દર્દીની શ્વાસનળી કે તેનો ભાગ કાઢી નાંખવા આવેલ હોય તે દર્દીમાં સંશ્લેષિતી (કૃત્રિમ રીતે બનાવેલ) શ્વાસનળીનું પ્રત્યારોપણ કરવાની શોધો સ્ટેમસેલના ઉપયોગ માટે નવી આશા જન્માવી છે.

આવા દર્દીઓને જુદા જુદા દ્રવ્યોની એવી સંશ્લેષિત શ્વાસનળીનું આરોપણ કરવામાં આવેલી છે જેના બહારના ભાગ પર જે તે દર્દીના જ સ્ટેમસેલનું આવરણ ચઢાવવા આવેલ હોય. જુલાઈ ૨૦૧૧નાપહેલા અઠવાડિયામાં દક્ષિણ કોરિયામાં નિયમનકારોએ દુનિયામાં સૌ પ્રથમ જે લોકોને હાર્ટએટેક આવ્યો હોય તેને સૌ પ્રથમ સ્ટેમસેલ ઉપચાર પધ્ધતિથી સારવાર આપવાની અને તેને લગતું વેચાણ કરવાની હોસ્પીટલોને મંજૂરી આપી.

જેનામાં વિશાળ જનસમુદાયને ઉપકારક નીવડવાની ક્ષમતા છે તે દાંતની સ્ટેમસેલ સારવાર છે. દરેક વ્યક્તિને કોઇને કોઇ તબક્કે દાંતના દુ:ખાવાની સમસ્યા પીડતી હોય છે. અલબત્ત તે વ્યક્તિ પોતાની સામાન્ય પ્રવૃત્તિ બંધ રાખતી નથી. શ્રીરામકૃષ્ણ પરમહંસે તો દાંતના દુ:ખાવાને ઇશ્વર સાથે સરખાવેલ છે. જેવી રીતે આપણે આપણી પ્રવૃત્તિમાં રચ્યા, પચ્યા હોઈએ ત્યારે પણ દાંતના દુ:ખાવા પ્રત્યે આપણે સભાન હોઈએ છીએ તેવી રીતે જીવનમાં પણ આપણે આપણી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોઈએ ત્યારે પણ ઇશ્વરની સતત હાજરી પ્રત્યે સભાન હોઈએ છીએ.

હવે વિશાળ સમુદાયને આવરી લે તેવી સ્ટેમસેલ ટેકનોલોજીની પધ્ધતિ શોધાયેલ છે જેમાં ઉઝરડામાંની દાંત જ નહી પણ દંતાવલિ ઉગાડી શકાય છે. કોઈ વ્યક્તિનું રક્ત સંપૂર્ણ રીતે પુન:સર્જન કરે છે અલબત્ત આ રીતે સંપૂર્ણ રક્તનું પુનસર્જન ત્યારે જ શક્ય બન્યું જ્યારે એવા સ્ટેમસેલ પારખી શકાયા જેમાંથી દરેક પ્રકારના રક્તકોષો ઉદ્ભવે છે.

આ બધા સૌથી ઉતેજીત્ત કરે તેવો કિસ્સો એ છે કે એક વૃધ્ધમાં શ્વાસનળીનો સંશ્લેષિત ભાગ છત્રીસ વર્ષના એક પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યો. તે પુરુષનો પોતાની કેન્સરયુક્ત શ્વાસનળી (ટ્રેકિયા) દૂર કરવાની હતી. ૯મી જુન ૨૦૧૧ના રોજ સ્વીડનમાં સ્ટોકહોમ ખાતે કારોલિન્સ્કા યુનિવર્સિટી હોસ્પિટલમાં પાએલો મક્ચિઆરિનિએ આ પ્રક્રિયા કરી હતી. તેનું પરિણામ ત્યારે જ જાહેર કરવામાં આવ્યું જ્યારે દર્દી જુલાઈના પહેલા અઠવાડિયામાં ઘર જવા માટે સંપૂર્ણ 'ફીટ' જાહેર કરવામાં આવ્યા.

મક્ચિઆરિનિ શ્વાસનળી (ટ્રેકિયા)નું આ પ્રત્યારોપણ તેમનું પહેલું ન હતું. ૨૦૦૮માં તેણે અન્યની દાનમાં મળેલી શ્વાસનળીનું પ્રત્યારોપણ કર્યું હતું. પરંતુ આ નવી પધ્ધતિ કોઈ દાતાની જરૃર નથી. તેમાંનો સંશ્લેષિત (કૃત્રિમ) શ્વાસનળીનો ઉપયોગ થાય છે. તેથી આ પધ્ધતિની વ્યાપક ક્ષમતા છે. આ પધ્ધતિમાં તો પેશી દર્દી માટે માપસર બનાવવામાં આવે છે. તે પછી તેની અંદર અને બહાર દર્દીના પોતાના સ્ટેમસેલ (સ્ત્રોતકોષો)નું સ્તર રચવામાં આવે છે.

આ સારવારની શરૃઆત બીજા એક તજજ્ઞા લંડનના એલેકઝાંડર સૈફાલિઆંને દર્દીની રોગિષ્ટ શ્વાસનળીનું ઝીણવટથી સ્કેનિંગ કર્યું. તેનો ઉપયોગ કરી સૈફલિઆને નવા પ્રકારના પ્લાસ્ટીક (પોલીયર) પદાર્થની મદદથી માપસરની શ્વાસનળીની રચના કરી.

શસ્ત્રક્રિયા કર્યા પહેલાં બે દિવસ અગાઉ તે તબીબોની ટીમે તે દર્દી ૨૦૦ મિલિલીટર બોનમેરો (અસ્થિમજ્જા) મેળવ્યો એ તેમાંથી મધ્યોતક સ્ટેમ સેલ ખેંચી લીધા. આ રીતે ચાર કરોડ સ્ટેમ સેલ મેળવ્યાં. 'મધ્યોતક' સ્ટેમસેલ એટલે એવા સ્ટેમસેલ જે આરંભિક બીજગર્ભ (એમ્બીયો) રચે છે.

ઉપરોક્ત ચાર કરોડ મિલિલીટરનો અર્ક બૂટના ખોખા જેવા 'બાયોરીએક્ટર'માં રાખેલા સંશ્લેષિત શ્વાસનળીમાં રેડવામાં આવે છે. તેનાથી શ્વાસનળીમાં અંદર અને બહાર સફળતાપૂર્વક દર્દીના પોતાના જ સ્ટેમસેલનું પડ રચાય જાય છે.

શસ્ત્રક્રિયા દરમ્યાન શ્વાસનળીના અંદરના ભાગમાં નાકમાંના અસ્તરના 'થીંગડા' લગાડી તેને ફાઈનલ ટચ રાખવામાં આવે છે. તે પાછળથી સપાટી પરંતુ આવરણ જેનાથી બને છે. તેવા અધિચ્છદી કોષો રૃપે વૃધ્ધિ પામે છે. તે શ્વસનમાર્ગની અંદરથી સપાટી પરના અસ્તર સાથે મેચ થાય છે.

જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તેના ગુણધર્મ તેનો શું ઉપયોગ છે તેને અનુલક્ષીને તે પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે પ્લાસ્ટીક (પોલીમર)ના માળખાની ડીઝાઈન એવી બનાવવી શક્ય છે જે જીવનભર ચાલી શકે અથવા તો સલામત રીતે ક્ષય પામી શકે જેથી તે પૂરેપુરૃં નવી પેશીમાં બદલી શકાય.

તેના કારણે તેનો ઉપયોગ બાળકો માટે કરી શકાય. બાળકો મોટા થાય તેમ તેની શ્વાસનળી પણ મોટી થાય તે જરૃરી છે. કાયમી ધોરણે ટકે એવું આરોપણ કર્યું હોય તો બાળકો વૃધ્ધિ પામતાં તે નાનું પડે છે તેથી બાળકો મોટા થાય તેની સાથે તે બદલાવી શકાય તે જરૃરી છે.

આમાં મોટી સિધ્ધિ એ છે કે આપણે અન્યના અવયવોનું પ્રત્યારોપણ કરવાને બદલે અવયવો બનાવવા તરફ જઇ રહ્યા છીએ. આ મોટી વિભાવનાના બદલાવની સિધ્ધિ છે. અલબત્ત આ વિભાવના સરળ સંરચના જેવી કે શ્વાસનળી, મૂત્રમાર્ગો અને રક્તવાહીનીઓ માટે કામ આપે છે.

બીજા એક સ્ટેમસેલીના ઉપયોગના વિકાસમાં દક્ષિણ કોરિયાના સીઓન્સામ સ્થિત પીસીબી ફાર્મિસેલ કંપની દુનિયાની પહેલી કંપની છે. જેને હાર્ટ એટેક બાદ બચી જનારાની સ્ટેમસેલ કાર્યવિધિ સારવાર કરવા માટે માન્યતા મળી છે.

નવી માન્યતા પ્રાપ્ત કાર્ય વિધિ સ્ટેમસેલનું દર્દીના બોન મેરો (અસ્થિમજ્જા)માંથી નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે કે ખેંચવામાં આવે છે. પ્રયોગશાળામાં તેની સંખ્યાવૃધ્ધિ થાય છે. તે પછી હૃદયની ધમની દ્વારા હૃદયમાં તેનું સીધું ઇન્જેકશન આપવામાં આવે છે. આ કાર્યવિધિની સફળતા-નિષ્ફળતા બાબત બહુ ઓછી તબીબી વિગતો પ્રાપ્ય છે.

એટલે તેનાથી દર્દીને કેટલો ફાયદો થાય છે તે જાણી શકાયેલ નથી. પરંતુ જુલાઈ ૨૦૧૧ના પહેલા અઠવાડિયામાં વર્તમાનપત્રોના અહેવાલ  સમજીને  આ કાર્યવિધિની જે ટ્રાયલ કરવામાં આવી એટલે કે પ્રાયોગિક ધોરણે જે દર્દીઓ પર કાર્યવિધિ કરતાં માલૂમ પડયું કે હૃદયના કાર્યમાં છ ટકા ફાયદો જણાયો હતો. તે પણ કાર્યવિધિ કર્યા પછી છ મહિને જેમની આ રીતે સારવાર કરવામાં આવી નથી તેવા દર્દીઓની સરખામણીમાં ફાયદો જણાયો હતો. અલબત્ત સુધારણાની માત્રા ઓછી છે. પણ આ કાર્યવિધિની ભવિષ્ય ઉજળું છે.

પરંતુ બોનમેરો કોષોનો ઉપયોગ કરવો ખર્ચાળ છે. કારણ કે તેને તૈયાર કરવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગે છે. પરંતુ બીજી એક સારવાર પધ્ધતિ એવા સ્ટેમસેલ પર આધારિત છે કે ઉદરની ચરબી (એબ્ડોમિનલ ફેટ)ની બાયોપ્સી કરી તેમાંથી નિષ્કર્ષણ કરેલ સ્ટેમસેલ (સ્ત્રોતકોષો) છે. તેનું શુધ્ધિકરણ કરી અને તે ફરીથી ઇન્જેકશન દ્વારા આપવામાં આવે છે. આ કાર્યવિધિ હજુ તબીબી ટ્રાયલ નીચે છે. પરંતુ તેની કંપની યુરોપમાં માન્યતા માટે આ વર્ષે અરજી કરવા ધારે છે.

દુનિયાની નજર દક્ષિણ કોરિયાની ઉપચાર પધ્ધતિ કારગત છે કે નહીં તે પર છે. કેટલીક ખાનગી કંપનીઓ દુનિયાભરમાં બિનઅધિકૃત રીતે સ્ટેમસેલ ઉપચાર કરવા માટે તૈયારી બતાવે છે. ખાસ કરીને પૂર્વ યુરોપના દેશોમાં અને રશિયામાં અને મુખ્યધારામાં રહેલા સંશોધકો મરણિયા થયેલા માબાપોને સતત ચેતવણી આપતા રહે છે કે સાબિત નહીં થયેલ સારવાર પાછળ નાણા ખર્ચવા નહીં.

સારા સમાચાર એવી 'મધર' સ્ટેમસેલ (માતૃસ્ત્રોતકોષ) ઓળખી શકાયેલ છે. જેમાંથી બધાં જ પ્રકાર લોહીના કોષો ઉદ્ભવે છે. રક્તકોષો કે જે ઓક્સિજન પૂરો પાડે છે તેનાથી માંડીને શ્વેતકોષો કે જે શરીરને રોગ પ્રતિકાર ક્ષમતા આપે છે. તેના કારણે એવી શક્યતા ઉભી થાય છે જેમાં દર્દીના રક્તનું સંપૂર્ણ પુન: રચના થઇ શકે.

કદાચ લ્યૂકેમિયા (લોહીના કેન્સર)ના દર્દીઓને કેમોથેરાપી સારવાર આપ્યા પછી જે રોગ પ્રતિકાર ક્ષમતા શરીર ગુમાવે છે તે સામે બોનમેરોમાંથી એક જ સ્ટેમસેલ સારવાર આપ્યા પહેલાં આપવાથી રોગ પ્રતિકાર ક્ષમતા જળવાય છે. અત્યારે આવા દર્દીઓને નવો બોનમેરો એવા દાતાનો આપવામાં આવે છે જેની પેશી દર્દી સાથે મેચ થતી હોય છે. માત્ર ત્રણે એક દાતા મળે છે. બોનમેરો હાડકાના પોલાણમાં હોય છે તેને ગુજરાતીમાં અસ્થિમજ્જા કહે છે.

આમ તો સંશોધન વિજ્ઞાાનીઓને વર્ષોથી જાણ હતી કે જે કોષમાંથી લોહીમાના તમામ વર્ગનાં કોષો મેળવી શકાય છે તે બોનમેરોમાં રહેલ છે. પરંતુ ઉંદરો પર ૨૦ વર્ષો સુધી જટીલ પ્રયોગો પછી છેવટે તેને અલગ પાડી શકાયેલ. આમ જે કોષને વૈજ્ઞાાનિકો વર્ષોથી જાણતા હતા તે કોષને સૌ પ્રથમ વખત જોવાનું આ ૨૦ વર્ષોના પ્રયોગો પછી બન્યું જીવલેણ એવા લ્યુકેમિયાના દર્દીઓ માટે આશીર્વાદ પૂરવાર થઇ રહેલ છે.

સ્ટેમસેલની ચાર દાયકા યાત્રામાં ચાવી રૃપ ઘટનાઓ તેમા સારવારના સીમાચિહ્નો છે.

૧૯૬૮માં પ્રથમ સ્ટેમસેલનો સફળ ઉપચાર થયો. તેમાં દર્દીના સંબંધ ન હોય તેવી વ્યક્તિનો બોનમેરોનું પ્રત્યારોપણ કરવામાં આવેલ.

૧૯૯૮માં માનવ ગર્ભના સ્ટેમસેલ (સ્ત્રોતકોષો)ની વૃધ્ધિ પ્રયોગશાળામાં કરવામાં આવી. તેમાંથી શરીરની કોઈપણ પેશીનું નિર્માણ થઇ શકે.

૨૦૦૫ હાર્ટ એટેકના દર્દીઓને સહાયરૃપ થવા પુખ્ત સ્ટેમસેલની વ્યાપક ટ્રાયલ કરવામાં આવેલી. તે નિષ્ફળ ગઇ.

૨૦૦૬માં ત્વચાના સામાન્ય કોષોને એવા સ્ટેમસેલમાં બદલી શકાયા જે માનવગર્ભના સ્ટેમસેલ જેવા સર્વતોમુખી સ્ટેમસેલ છે. પરંતુ તે માનવગર્ભમાંથી નથી. આવા સ્ટેમસેલનું ટુકું નામ 'આઈપીએસ'કોષો છે.

૨૦૦૮માં ઉપરોક્ત 'આઈપીએસ' કોષોમાંથી પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ)માં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતાં કોષો ઉત્પન્ન કર્યા. આપણે જાણીએ છીએ શરીરમાં ઇન્સ્યુલિનની ખામી કે ઉણપના કારણે ડાયાબીટીસ નામનો રોગ થાય છે.

૨૦૦૮ પ્રથમ વખત શ્વાસનળીનું પ્રત્યારોપણ કરવામાં આવેલું. આ શ્વાસનળી અન્યની દાનમાં મળી હતી.તેના પરથી પોતાના કોષો દૂર કરવામાં આવ્યા હતા અને તેના બદલે તેના પર દર્દીના પોતાના સ્ટેમસેલ લગાવવામાં આવ્યા હતા.

૨૦૧૦માં સૌ પ્રથમ કરોડરજ્જુની ઇજા પામેલ દર્દીને માનવગર્ભ સ્ટેમસેલની સારવાર કરવામાં આવી.
૨૦૧૧માં દક્ષિણ કોરિયાની એક કંપની હાર્ટએટેકના દર્દી માટે સ્ટેમસેલ ઉપચારનું વેચાણ કરવા છુટ આપવામાં આવી.

દુનિયાભરની પ્રયોગશાળામાં સ્ટેમસેલ ઉપચાર અંગે વ્યાપક સંશોધનો થઇ રહ્યા છે. આપણાં કેટલાય જીવલેણ રોગોમાં તેમાં ઉપચાર પડયા છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments