Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

સ્ટેલ્થ ટેકનોલોજી શું છે ?

રડારથી તેમજ દિવસ તથા રાત્રે અદ્રષ્ય રાખતી

પહેલી મે, ૨૦૧૧ની અંધારિયાની રાત્રે અમેરિકાના ચાર હેલિકોપ્ટરોમાં ૭૯ જાંબાઝ 'સીલ'ના કમાંડો ૧૨ઃ૩૦ વાગે કોઈને પણ અણસાર આપ્યા વિના ઓસામા બિન લાદેનના મહાલય જેવા અડ્ડા પર ત્રાટક્યા હતા તેમાં કઈ હાઈટેક વપરાઈ હશે ?


અમેરિકાની 'સીલ'નામથી ઓળખાતી 'સ્પેશ્યલ ફોર્સીઝ' (વિશિષ્ટ સૈનિક દળ)ની ટુકડીએ જે રીતે ખૂંખાર આતંકવાદીના તેના જ કિલ્લા જેવા અડ્ડામાં ઠાર માર્યો હતો તે ઘટના આધુનિક લડાઈના ઘણા નવા હાઈટેકનોલોજી પરિમાણોનો નિર્દેશ કરે છે.

પાકિસ્તાનની સરહદમાં તેના એક લશ્કરી મથક (યાદ રાખો કે પાકિસ્તાનની લશ્કર પણ ઘણું આધુનિક છે.) નજીક પોતાના કુટુંબ અને અન્યો સાથે અજ્ઞાાતવાસ સેવતા છતાં ત્યાંથી દુનિયાના સૌથી શક્તિશાળી આતંકવાદી સંગઠનનું નેતૃત્વ કરતાં કિલ્લેબંધ રહેણાંક ગૂપચૂપ બેથી ત્રણ હેલીકોપ્ટરો દ્વારા ઉતરાણ કરી મિનિટોમાં જ ઓસામા બિન લાદેન જેવા 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદીને ઠાર મારી તેના મૃતદેહ સાથે પોતાના જહાજ પર પહોંચી જવું સૈનિકોની બહાદૂરી અને તાલીમના પરિણામ કરતાં હાઈ ટેકનોલોજીની કમાલ હોય તેવું લાગે છે.

અલબત્ત હાઈટેકનોલોજીની વિગતો બહાર આવી નથી પરંતુ જે શોધો થઈ છે અને જેને વખતો વખત અત્રેથી પ્રગટ કરવામાં આવી છે તેનો ઉપયોગ થયો હોય તેવું લાગે છે. દુશ્મનને ગંધ પણ ન આવે તેવી રીતે તેના નિવાસની ઝીણામાં ઝીણી વિગતો અગાઉથી મેળવી હુમલાની યોજના તૈયાર થઈ હોય તેમ લાગે છે. સંભવ છે કે અંદરની વિગતો મેળવવા જંતુ કે જીવાતો જેવા રોબોટનો ઉપયોગ થયો હોય અથવા ત્યાં વસતા જંતુઓ અને નાના પ્રાણીઓમાં 'ઇલેકટ્રોનિક ઇમ્પ્લાન્ટ' કરીને ત્યાં છોડી દીધા હોય.

વળી હેલીકોપ્ટરમાંથી કે તેના કમ્પાઉન્ડમાં ઉતરાણ કર્યા બાદ તે બંગલામાં કોણ ક્યાં છે તેના દ્રશ્યો દિવાલને આરપાર વિંધિને જતાં સબમીલીમીટર તરંગો દ્વારા મેળવ્યા હોય વ્યૂહના સંકેતો છૂપી માહિતી એકત્ર કરવા માટે અને નૌ-નયન માટે હાઈટેક હાઇપર સ્પેક્ટ્રલ ઈમેજર્સ નામના સાધનો ઝીણામાં ઝીણી વિગત જાણવા માટે તેમની પાસે હશે. બંગલામાં હથિયારો અને દારૃગોળો ન હોય તે માની શકાય નહીં. પરંતુ હાઇટેકનોલોજીની મદદથી તેના પ્રચાલકોનો પ્રથમ ખાત્મો બોલાવી દીધો હોવો જોઈએ. તેના કારણે કાર્યવાહી શરૃ થઈ ત્યારે ધડાકા થયા હોવા જોઈએ. અને આગ લાગી હોવી જોઈએ. સીલ એટલે કે એસ.ઈ.એ.એલ. ટૂંકુ રૃપ છે. તે સમુદ્ર (સી), હવા (એરં) અને એલ(લેન્ડ) પરથી બન્યો છે.

'સીલ'ની ટુકડી ખાસ તાલીમ લીધેલ 'સ્પેશ્યલ ફોર્સિઝ'ના જવાનોની દરિયાઈ, હવાઈ અને જમીની પરિસ્થિતિમાં કામ કરતી ટુકડી હોય છે. સ્પેશ્યલ ફોર્સિઝને દુર્ગમ પરિસ્થિતિમાં દિવસો સુધી ખાધા-પીધા વિના ટકી રહેવાની અને જરૃર પડે ત્યાં રહેલા નાના પ્રાણીઓ અને વનસ્પતિને આરોગી ટકી રહેવાની તાલીમ મળી હોય છે. તેઓને ખાઈ શકે તેવા નાના પ્રાણીઓ અને વનસ્પતિને ઓળખવાની તાલીમ મળી હોય છે.

જરૃર પડે તે શિવામ્બુની જેમ પોતાના મૂત્રનું પાન કરવાની તાલીમ ધરાવતા હોય છે. તે અત્યંત ખડતલ હોય છે. તેમના પહેરવેશ એવા હોય છે કે આસપાસના પર્યાવરણથી તેમને અલગ પારખવા મુશ્કેલ હોય છે. તેમને કોઈ વ્યક્તિ પર ગોળીબાર કરવો હોય તો નિશાન તાકવું પડતું નથી પણ અંગ્રેજીમાં જેને 'રિફલેક્સ' કરે છે તેવી આપોઆપ થતી પ્રતિવર્તી ક્રિયાથી નિશાન પાડી દે છે.

ભારતમાં પણ આવી તાલીમ અપાય છે. તાલીમ ઉપરાંત હાઈટેકનોલોજીની કેટલી મદદ મળે છે તે વધારે મહત્ત્વનું છે. આ સૈનિકો પાસે જીપીએસ પણ હોય છે અને સેટેલાઇટ ફોન પણ હોય છે. તેમના પહેરવેશમાં પણ ઘણી હાઈટેકનોલોજી સમાયેલી છે. આ હાઈ ટેકનોલોજીની વિગતમાં અત્રે ઉતરવું નથી પણ આ આધુનિક કમાન્ડોના હાઇટેકનોલોજી પહેરવેશમાં એટલી ટેકનોલોજી હોય છે કે તેમની કાર્યક્ષમતા અનેક ગણી વધારે છે.

દુશ્મનને માત કરવાની, દુશ્મનનો ખાત્મો બોલાવવાની, અન્ય કમાન્ડોના સંપર્ક રહેવાની, પોતાના વડામથક સાથે સંપર્કમાં રહેવાની, અત્યંત મજબૂત હેલ્મેટ અને જેકેટથી પોતાને અભેદ બનાવવાની, હળવા તથા અત્યંત અસરકારક શસ્ત્રો ધરાવવાની તેમનામાં અકલ્પનીય ક્ષમતા આ હાઇટેક પહેરવેશથી મળે છે. અમેરિકાના જે કમાન્ડોએ ઓસામા બિન લાદેનનો ઘાત કર્યો તે બધા સલામત અને પોતાના જહાજ પર પાછા ફર્યા તે બતાવે છે કે તેઓ હાઇટેકથી સુરક્ષિત હતા. અંધકારમાં પણ જોઈ શકે તેવા તેમના ચશ્મા હોવા જોઈએ.

બીજી મહત્ત્વની વાત એ છે કે અમેરિકાના જહાજ પરથી ત્રણ હેલિકોપ્ટરો પાકિસ્તાનની સરહદમાં ઘૂસ્યા અને વાયવ્ય પાકિસ્તાનમાં આવેલ એબોટાબાદ શહેરમાં આવેલ હવેલી જેવા મકાન પર હુમલો કર્યો ત્યાં સુધી કોઈને ખબર ન પડી તે બતાવે છે કે આ હેલીકોપ્ટરોને જોઈ શકાય તેવા ન હતા તેમજ રડારની મદદથી તેને પકડી શકાય તેમ ન હતા. આ હેલીકોપ્ટરને અંગ્રેજીમાં તેને ''સ્ટેલ્થ હેલીકોપ્ટર'' કહે છે. ''સ્ટેલ્થ'' શબ્દ ''સ્ટીલ'' પરથી આવ્યો છે.

સ્ટીલનો અર્થ ચોરી છૂપીથી કામ પાડવું તેવો થાય છે. વણપરખાતાં હેલીકોપ્ટર હતા. રડારથી પણ અદ્રષ્ટ હતા. આવા હેલીકોપ્ટર અમેરિકાની નૌસેનાનું ગુપ્ત આયુધ ગણાય છે. હજુ સુધી કદી તેનો ઉપયોગ થયો નથી. આ પૈકી એક હેલીકોપ્ટરમાં ખામી સર્જાતા સીલ કમાન્ડો એ જ તેને વિસ્ફોટથી ઉડાડી મૂક્યું હતું કારણ કે તેની અગ્રીમ ટેકનોલોજીને કોઈના હાથમાં પડે તેમ તેઓ ઇચ્છતા ન હતા.

આ સ્ટેલ્થ હેલીકોપ્ટરનો ઉપયોગ થયો હતો તે બાબત પણ અમેરિકાની લશ્કરી સંસ્થા પેન્ટાગન ગુપ્ત રાખી રહેલ છે. પરંતુ સમાચાર સંસ્થાએ ખામી યુક્ત હેલીકોપ્ટરને વિસ્ફોટથી ઉડાવી દીધા પછી જે તેનો ભંગાર બાકી રહ્યો તેની તસ્વીરો ઉપરથી અમેરિકાના વૈજ્ઞાાનિકોએ તારવેલ છે કે આ હેલીકોપ્ટર 'સ્ટેલ્થ' હતા.

અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તે હેલીકોપ્ટરો સિર્કોસ્કી એચ-૬૦ બ્લેક ટોક નામના હેલીકોપ્ટરનું સુધારા વધારા કરેલું રૃપ હતું. એચ-૬૦ બ્લેકહોલમાં તેની પૂછડીના શેટરમાં વધારાની પાંખો હતી. તેનાથી ઉડાન દરમ્યાન બહુ જ ઓછો અવાજ કરતું હતું અને તે તેને બહુ જ દેખી શકાય તેવી ટેકનોલોજી ધરાવતું હતું. આવી ટેકનોલોજી અમેરિકાના એફ-૧૧૭ નામના ફાઈટર વિમાનો ધરાવે છે.

તે સ્ટેલ્થ વિમાનો છે તે દિવસે તો દેખી શકાતા નથી પરંતુ રડાર દ્વારા પકડી શકાતા પણ નથી. આ ટેકનોલોજી આમેજ કરેલ હેલીકોપ્ટરોને પાકિસ્તાનના રડાર પારખી શક્યા ન હતા. તે માટે હેલીકોપ્ટરોમાં ખાસ પ્રકારનું હાઈ-ટેક મટીરીઅલનો ઉપયોગ થવો જોઈએ. હેલીકોપ્ટરની પૂંછડીની કાઠીમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા જેમાં અવાજ ઘટાડવા માટેના આવરણ પાછળના રોટરો પર રાખવામાં આવ્યા હતા.

પ્રથમ તો આ હેલીકોપ્ટર તમારા તરફ આવી રહ્યું છે તે તમે જાણી શકશો નહીં. તે ઝડપથી અને નિમ્ન ઉડાન કરતાં આવે છે અને તે તરફ આવ તાં હોય તેવો અવાજ કરતાં નથી તેથી તમારા સુધી પ્હોંચી ન જાય ત્યાં સુધી પ્હોંચી ન જાય ત્યાં સુધી તમને ખબર પડતી નથી અને તમારે પ્રતિક્રિયા આપતાં ઘણું મોડું થઈ જાય છે. આ તેની સફળતાનો ભાગ છે. અત્રે આ હેલીકોપ્ટર લાદેનના હવેલી જેવા મહેલના કમ્પાઉન્ડમાં પ્હોંચી ગયા ત્યાં સુધી કોઈને ખબર ન પડી. વળી આ હેલીકોપ્ટરો પોતે પણ શસ્ત્ર સજ્જ હતા.

આ રીતે હેલીકોપ્ટરના અવાજ ઘટાડવાના સુધારા વધારા ઉપરાંત વિસ્ફોટથી ઉડાડી દીધેલા એક હેલીકોપ્ટરના જે કાટમાળ વધ્યો હતો. તેમાંના સખત ખૂણાઓ અને સપાટ સપાટીઓ સ્ટેલ્થ જે વિમાનમાં બહુ સામાન્ય જોવા મળે છે. આમ તે કોપ્ટરો બ્લેક હોકના સુધારા વધારા કરેલા રૃપ હતા. ચોમાસાના પાડોશીઓના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી હેલીકોપ્ટરો તેમના માથા પર આવી ન ગયા ત્યાં સુધી તેનો કોઈ ધ્વનિ તેમને સંભળાયો ન હતો. પૂછડીની કાઠી પરના રોટરના આવરણ અને રોટરની ખાસ ડિઝાઈનથી આ અવાજ દબાઈ ગયો હતો.

આમ ચોરીછૂપીથી ઉડતા અવાજ વગરના હેલીકોપ્ટર લાદેનના મહેલના કમ્પાઉન્ડમાં ઉતરી પડયા હતા અને તેમાંના 'સીલ' કમાંડોએ અણધાર્યો હુમલો કર્યો હતો. આ 'સ્ટેલ્થ' ટેકનોલોજી ઝડપથી ભૂમિસેના, હવાઈ દળ અને નૌસેનામાં ફેલાઈ રહી છે.

સામાન્યતઃ યુદ્ધ દરમ્યાન રાત્રે હવાઈ હુમલા થતા હોય છે. તેનું કારણ એ છે કે અંધારામાં વિમાન છેક નજીક આવી જાય ત્યાં સુધી દેખાય નહીં પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રડારની શોધ થઈ તેથી દુશ્મનનું બોમ્બર વિમાન આવતું હોય તો રડારના પડદા પર તે જાણી શકાય છે અને તેની અધવચ્ચે તોડી પાડવા ફાઈટર વિમાનો મોકલાય છે અથવા વિમાન વિરોધી તોપો તેને તોડી પાડવા સાબદી રખાય છે.

હવે અમેરિકાએ એફ-૧૧૭ નામના એવા વિમાનો બનાવ્યા છે જે રડારને પડદે પકડી શકતાં નથી. થોડા વર્ષો પહેલાં અખાતના યુદ્ધમાં તેનો ઉપયોગ થયો હતો. આ વિમાનો છૂપી રીતે હુમલો કરતાં હોવાથી તેને 'સ્ટેલ્થ' વિમાનો કહે છે.

આમ તો ૧૯૭૬માં સ્ટેલ્થ વિમાનો બનાવાની શરૃઆત થઈ હતી. ટેવ-બ્લ્યુ વિમાનો એવા હતા જે તેના પરથી પરાવર્તીત થતાં રડાર તરંગોની તીવ્રતામાં ૧૯૬૦માં જેને સામાન્ય ગણવામાં આવી હતી તેના સોમા ભાગની થઈ જતી હતી. તેનો અર્થ એ થયો કે રડારના પડદે આ વિમાન બહુ નજીક આવે ત્યારે જ પકડી શકાય. આપણે જાણીએ છીએ રડાર પ્રણાલિમાં ભૂમિ મથકેથી અમુક તરંગ લંબાઈના રેડિયો તરંગોએ પ્રસારિત કરવામાં આવે છે.

આ તરંગોના માર્ગમાં કોઈ વિમાન કે અન્ય તેવો કોઈ અવરોધ આવે તો આ તરંગો પરાવર્ત થાય છે અને ભૂમિ પરના રડાર રીસીવીંગ મથકે ઝીલાય છે અને પડદા પર આવી રહેલા વિમાનના સ્થાનને બતાવે છે અને તેની ઝડપને બતાવે છે. રડાર તરંગો તો પ્રકાશની ઝડપે પ્રસરે છે અને પરત આવે છે તે આગંતુક વિમાનનો સામનો કરવા પૂરતો સમય મળે છે.

પરંતુ આ પરાવર્ત થઈને આવતા રડાર તરંગોની તીવ્રતા ઘટી ગયેલી હોય તો આગંતુક વિમાન બહુ નજીક આવે ત્યારે જ તેની જાણકારી મળે છે. ત્યારે તેનો સામનો અસરકારક રીતે કરવો મુશ્કેલ થઈ જાય છે. આ વિમાન એફ-૧૧૦નું પૂરોગામી હતું. એફ-૧૧૭ તો તેનો આકાર, તેના પરથી ખાસ પ્રકારની લાઈટો, તેના પર લગાવેલ લેપ અને તેના રંગના આધારે તે રડારના પડદે દેખાતું નથી. કાળારંગનું આ વિમાનરડાર પર તો દેખાતું નથી પરંતુ રાત્રિના અંધારામાં આંખથી પણ ઓજલ રહેલ છે.

પરંતુ દિવસે તે કાળા ટપકા જેવું દેખાતું હોવાથી વિંધાય જાય છે, પરંતુ તે પછી એવા વિમાનો વિકસાવવાના છે જે રાત્રે તો ઠીક પણ દિવસે પણ આંખથી કે દૂરબીનથી દેખી શકાય નહીં. આમ રડાર પર પણ પારખી ન શકાય અને આંખે પણ ન જોઈ શકાય તેવા વિમાનો અદ્રષ્ય વિમાનો જ કહેવાય.

વિમાનની પાંખની આગળની ધાર પર અને અગ્રભાગમા ટોપ પર દશ લાઈટો એવી ગોઠવી અને તેની તીવ્રતા એવી રાખી કે આકાશના ઊજાશ સાથે મેચ થઇ જાય. પરિણામે વિમાન આકાશની પાશ્ચભૂમાં અદ્રશ્ય થઇ જાય. આવા વિમાનને દૂરથી પારખી શકાય નહીં.

વિમાન પર લાઈટો ગોઠવી તેેેને અદ્રષ્ય કરવાના બદલે પછી તો એવી શોધ થઇ કે જેમાં વિમાન પર પ્રકાશનું ઉત્સર્જન કરતાં પોલીમર (પ્લાસ્ટીક)નું પડ લગાવવામાં આવે છે. આ પોલીમર ચમકે છે અને કાચીંડાની જેમ રંગ બદલે છે. જુદા જુદા વોલ્ટેજના કારણ આ પડ બ્લ્યુ (ભૂરૃં), ગ્રે (રાખોડી), શ્વેત તથા આકાશ સાથે મેચ થાય તેવા કોઈપણ રોડથી ચમકે છે, આ પડને ઇલેક્ટ્રોક્રોમિક પડ કહે છે. તેની મદદથી આકાશમાં ઊડતા વિમાનોના રંગ આકાશના રંગ સાથે મેચ થતાં રહે છે તેથી તે વિમાનો દેખાતા નથી.

દુશ્મનનું વિમાન આવા વિમાનની ઉપર ઉડતું હોય તો જમીનની પાર્શ્વભૂમાં તેને પારખી લે છે. તેના વિમાનની સપાટી પર વધારે સારૃં પોલીએથીલીન આધારિત રડાર શોષણ દ્રવ્ય લગાવવામાં આવે છે. તે વીજચુંબકીય તરંગોનું વાહક છે. તે પ્રકાશ માટે પારદર્શક છે પરંતુ તેને વીજભાર આપતાં તે પારદર્શક રહેતું નથી આ પડની ખૂબી એ છે કે તે પોતાની તેજસ્વીતા અને રંગ બદલી શકે છે. વિમાનની બધી બાજુ રહેલા પ્રકાશ સંવેદી સંવેદકો આસપાસના પ્રકાશને પારખે છે.

આકાશનો રંગ અને જમીનનો રંગ પણ પારખે છે. વિમાનમાં રહેલ કોમ્પ્યુટર આ પડતી તેજસ્વીતા, રંગ, તેનો શેડ વગેરે એવી રીતે ગોઠવે છે કે ઉપરના આકાશ અને નીચેની જમીન સાથે તે મેચ થયા કરે. વળી આ વિમાનના પડ પર વીજભાર આપતાં તે તેના પર પડતા રડારના તરંગોને વિખેરી નાખે છે. આ રડારથી તે પકડાતું નથી અને દિવસે કે રાત્રે તે દેખાતું નથી.

આ 'સ્ટેલ્થ' ટેકનોલોજી ઘણી વિકાસ પામી છે. હવે તો માત્ર વિમાનો જ નહીં સબમરીનો અને દરિયાઈ લડાયક જહાજો પણ આ ટેકનોલોજી ધરાવે છે. ભારતની પ્રથમ ન્યૂક્લિયર સબમરીન અરિહંત પણ આ ટેકનોલોજીયુક્ત છે. ભારતમાં તૈયાર થઇ રહેલ સ્વદેશી નવી પેઢીનું ફાઈટર વિમાન તેજસ પણ આ ટેકનોલોજીયુક્ત છે. અલબત્ત આમાંથી કઈ કક્ષાની 'સ્ટેલ્થ ટેકનોલોજી' ઓસામા બિન લાદેનના નિવાસ પર પહોંચેલા હેલીકોપ્ટરોમાં વાપરી હતી તેવી જાણકારી નથી. સીલ કમાન્ડોની કામગીરીમાં કઇ અને કેટલી હાઈટેકનોલોજી વપરાયેલ હતી તેનો સંભવતઃ ભવિષ્યમાં જ ખબર પડશે.

સ્ટેલ્થ ટેકનોલોજી તો ભૂમિદળની રણગાડીઓ એટલે કે ટેંકો પણ આવી રહ્યાના સમાચાર છે. તે જાણવું પણ રસપ્રદ પડશે.
 

Post Comments