Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

વિચારો : મંગળ પર પ્રથમ પગ મૂકનાર માનવી કયું વાક્ય ઉચ્ચારશે ?

સ્પર્ધામાં વિજેતાને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાંથી મળેલ મંગળના ઉલ્કાપિંડ 'એનડબલ્યુએ ૨૯૭૫'નો ૧.૭૬ ગ્રામનો ટુકડો ઈનામમાં મળશે

મંગળ પર જીવનની તલાશ કરવા મથતા વૈજ્ઞાનિકે પ્રમાણિત કરેલ મંગળથી ફેંકાઇને હજારો વર્ષો પહેલા આવેલ ખડકનો નાનો ટુકડો સ્પર્ધામાં જીતવાની તક

ઘણાં લોકો વીંટીમાં અમુક ખાસ નંગ મઢીને પહેરતાં હોય છે. કેટલાક તો એક વધારે નંગો એકથી વધારે વીંટી આંગળીઓમાં પહેરતાં હોય છે. તેમણે કયા નંગની વીંટી પહેરવી તે અંગે તેમણે જ્યોતિષીની સલાહ લીધી હોય છે.

તેમણે જે નંગની વીંટી પહેરી હોય તેનાથી તેમના જીવનની જે સમસ્યાથી મુંઝવણ, અનુભવતા હોય તે સમસ્યા ઉકેલાઇ જશે એવું જ્યોતિષીએ તેમને કહ્યું હોય છે અને તેમને શ્રદ્ધા હોય છે. હકીકતમાં તે માન્યતા હોય છે.

વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ નંગ પહેરવાથી કોઇ સમસ્યા હલ થતી નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જુદા જુદા ગ્રહો આપણાં જીવનમાં સારા-નરસા ભાગ ભજવતાં હોય છે. દરેક ગ્રહનું એક વિશિષ્ટ રત્ન હોય છે. તમારે કયા ગ્રહનું નંગ પહેરવું તે જ્યોતિષી નક્કી કરે છે. નંગ બજારમાં મળે છે પરંતુ તેની વીંટી બનાવી પહેર્યા પહેલા જ્યોતિષી તેને મંત્રે છે. જ્યોતિષમાં જે ગ્રહો છે તે ખગોળના ગ્રહોથી જુદા પડે છે.

જ્યોતિષમાં નવ ગ્રહો છે તેના નામ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ છે. ખગોળ વિજ્ઞાાનમાં સૂર્ય, ચંદ્રને ગ્રહો ગણવામાં આવતાં નથી જ્યારે રાહુ અને કેતુનું અસ્તીત્ત્વ જ નથી. સૂર્યનું નંગ માણેક (રૃબી) છે. તેનો રંગ ઘેરો ગુલાબી હોય છે. તે કુદરતી છે. તેમાં રેસા, વાદળ, દૂધક કે જીરમ (અંદર રહેલ કાળી માટી) અવશ્ય જોવા મળે છે. તે સંપૂર્ણ પણે પારદર્શક હોતા નથી. તે કૃત્રિમ રીતે તૈયાર કરેલા પણ મળે છે.

ગુરૃનું નંગ પોખરજ છે. તે મધ્યમ પીળા રંગનો છે. તે કુદરતી છે અને ખાણમાંથી મળી આવે છે. તેમાં અસ્તવ્યસ્ત વાદળાના આકારો દેખાય છે તેને દૂધક કહે છે. વળી સહેજ કાળી માટી પણ હોય છે. તે જીરમ કહે છે. તે ંસપૂર્ણ પારદર્શક નથી. કૃત્રિમ રીતે બનાવેલ પોખરજ પણ મળે છે. શનિનું નંગ નીલમ છે તેને ''બ્લ્યુ સેફાયર'' કહે છે. તેને આકાશી ઘેરા વાદળ જેવો બ્લ્યુ રંગ હોય છે. તે કુદરતી છે. તેમાં વાદળ જેવા રેસા જોવા મળે છે.

તેને દૂધક કહે છે. તેમાં ઘણીવાર કાળી માટી પણ જોવા મળે છે. તે જીરમ કહે છે. તેની કૃત્રિમ નકલો પણ બને છે. મંગળનું નંગ 'પરવાળું' છે. તે સુક્ષ્મ દરિયાઇ જીવ પરવાળાંનું સ્વરૃપ છે. તે કેસરીથી માંસ જેવા રંગનું અને આછા પારભાસકથી અપારદર્શક હોય છે. બુધનું નંગ પન્ના હોય છે. તેનો ઘેરો લીલો રંગ હોય છે. તે ખાણમાંથી મળે છે. શુક્રનું હીરો છે. કાર્બનનું, શુધ્ધ પારદર્શક સ્વરૃપ છે, તે ઘણું જ મૂલ્યવાન રત્ન છે.

તે રંગવિહીન ઉપરાંત તે પીળા, ગુલાબી, લીલા, ભૂરા અને કથ્થાઇ રંગમાં મળે છે. ચંદ્રનું નંગ મોતી છે. મોલુસ્કા સમુદાયની ખારાજળની 'પિ-કટાડા' પ્રજાતિની એક ચમકવાળા ગોલકરૃપે મોતી પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે જે મંગળના નંગની વાત કરી રહ્યા છીએ તે નંગ પૃથ્વીની કોઇ ખાણમાંથી મળેલું નથી. અલબત્ત તે પૃથ્વી પરથી મળેલું છે પરંતુ તે મંગળ પરથી ફેંકાઇને પૃથ્વી પર આવી પડેલું છે.

કૉલિન પિલિન્જર ઈંગ્લેન્ડની ઓપન યુનિવર્સિટીમાં ગ્રહોના વિજ્ઞાાન (પ્લેનેટરી સાયંસ)ના પ્રાધ્યાપક છે. તેણે પોતાની આત્મકથા લખી છે. તેનું નામ છે ''માય લાઈફ ઑન માર્સ'' અર્થાત્ મંગળ પર મારૃં જીવન છે. યુરોપીય અવકાશી સંસ્થાઓ મંગળ પર મોકલેલ નિષ્ફળ યાન બીગલ-૨ માટે પોતાનું જીવન રેડી તે તેટલું કામ કર્યું હતું તેની ડાયરી પરથી આ આત્મકથા લખી છે.

અત્રે એ યાદ રહેલી 'બીગલ' એ જહાજનું નામ હતું જેના પર મહાન વૈજ્ઞાાનિક ચાર્લ્સ ડાર્વિન દુનિયાના દૂરદરાજના પ્રદેશોની સફર કરી જીવોનો જે અભ્યાસ કર્યો તેના પરથી જગતને 'ઓરીજીન ઑફ સ્પીસીઝ' અર્થાત્ જીવોની પ્રજાતિઓનો ઉદ્ભવ નામના ગ્રંથરૃપે ઉત્ક્રાંતિવાદ આપ્યો હતો.

પ્રો. કૉલિન પિલિન્જર ૨૫મી ડીસેમ્બર ૨૦૦૩ પછી પોતાની જાતને હંમેશા એક પ્રશ્ન પૂછતા આવ્યા છે કે મંગળ પર જીવનની તલાશમાં બીજું અવકાશયાન ક્યારે જશે ? આ એક તારીખ છે જ્યારે તેમણે મંગળની યાત્રાએ બીગલ-૨ યાને મંગળ પર ઉતરનાર લેન્ડરયાને સંપર્ક ગુમાવ્યો. તે યાન ગ્રીનીચ મીન ટાઇપ પ્રમાણે સવારે ૫ અને ૨૮ મિનીટે પૃથ્વી પરના મથકે ઉતરાણ પછી સંદેશો મોકલવાનું હતું.

પરંતુ તેનો ટહૂકો સાંભળવા કાન સરવા કર્યા છતાં માત્ર શાંતિ જ મળી. બીગલ-૨ પોતાની સાથે એવા સાધનો લઇ ગયેલ કે જેણે મંગળ પર સજીવના અણસાર આપ્યા હોત. તે પછી અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ તે પછી ત્રણ યાનોને સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરાણ કરાવ્યા. પરંતુ તેમની ક્ષમતા બીગલ-૨ જેવી ન હતી.

શરૃઆતમાં નાસા યૂરોપિયન સ્પેસ એજન્સી (ઈસા) સાથે બે રોવરને મંગળની યાત્રાએ જીવનની તલાશ માટે ૨૦૧૮ સુધીમાં મોકલવા તૈયાર થયું હતું. પરંતુ આ વર્ષે તેણે જાહેર કર્યું કે તેના બજેટમાં કાપ આવતાં તેણે આ યોજના અંગે પુનર્વિચાર કરવો પડશે. ઈસાએ પોતે પણ ૨૦૦૭માં જીવનની તલાશ માટે બીજું યાન મોકલવાનું નક્કી કરેલું. પરંતુ તે તારીખ પણ શાંતિથી અનેક વખત પસાર થઇ ગઇ.

સદ્નસીબે તે બધાનો અર્થ એ નથી કે આપણે મંગળ પર જીવનના પુરાવા શોધવાના પ્રયાસો છોડી દેવા જોઇએ. આપણી પાસે હજારો વર્ષો પહેલા પૃથ્વી પર આવી પડેલા મંગળના ખડકોના ટુકડાઓ છે. હજારો વર્ષો પહેલા મંગળના ગ્રહો પર ઉલ્કાપિંડના ઘાતથી મંગળની સપાટી પરથી આવીને તે ઉલ્કારૃપે પડેલા છે. મંગળથી આવેલા ૯૦ જેટલા ઉલ્કાપિંડોને આપણે જાણીએ છીએ.

અલબત્ત તેમાના કેટલાક એક જ ખડકના પૃથ્વીના વાતાવરણમાં થઇ ગયેલા ટુકડા છે. તેમાંના મોટાભાગ ઉત્તર આફ્રિકાના રણપ્રદેશોમાંથી મળેલા છે. તેમાં એનડબલ્યુએ ૨૯૭૫નો પણ સમાવેશ થાય છે. આ ઉલ્કાપિંડનો ૧.૭૬ ગ્રામનો નાનકડો ટુકડો 'ન્યુ સાયન્ટીસ્ટ' નામનું સામયિક પોતે યોજેલ સ્પર્ધાના વિજેતાને ઈનામ આપે છે. આ સ્પર્ધામાં તમે પણ ભાગ લઇ શકો છો.

આ મંગળનું 'નંગ' જીલી તેની વીંટી પહેરી શકો છો. તે માટે તમારે એક વાક્ય શોધવાનું છે જે મંગળની ધરતી પર પગ મૂકનાર પહેલા યાત્રીએ ઉચ્ચારવા યોગ્ય હોય. ૧૪૦ અક્ષરોના આ વાક્યોની સ્પર્ધામાં પસંદગી પામેલને આ મંગળનું 'નંગ' મળશે. અલબત વધુ વિગત માટે વેબસાઇટ  newscientist.com/mafrsrock જુઓ. એ યાદ રહે કે ચંદ્રની ધરતી પર સૌ પ્રથમ ઉતરાણ કરનાર નીલ આર્મસ્ટ્રોંગે ઉચ્ચાર્યું હતું કે માનવીનું એક નાનું પગલું છે. માનવજાતની હરણફાળ છે.

આ ઉલ્કાપિંડના ટુકડા મંગળ પરથી જ આવેલા છે કારણકે દરેક ઉલ્કાપિંડ તેના ઉદ્ભવસ્થાનમાં ચાવી છુપાયેલી હોય છે. કેટલાક ઉલ્કાપિંડની અંદર તેના સંધાત વખતે રચાયેલા નાના નાના કાચના પોલાણો હોય છે. તેમાં વાયુનો અંશ હોઇ શકે છે. આ વાયુનું બંધારણનો મંગળના વાતાવરણના બંધારણ સાથે મેળ પડે છે. ૧૯૭૦ના દાયકામાં મંગળ પર ઉતરાણ કરનાર નાસાના વાઇકિંગ લેન્ડર યાને મોકલેલ મંગળના પૃથ્થકરણની વિગતો પરથી એ સાબિત થાય છે કે આ ઉલ્કાપિંડના ટુકડાઓ પરથી જ આવેલા છે.

આ ઉલ્કાપિંડના ઉદ્ગમસ્થાનનો બીજો નિર્દેશ તેમાં રહેલા સિલિકેટના અણુઓમાં ઓક્સિજનના ત્રણ સમસ્થાનિકો ઓક્સિજન-૧૬, ઓક્સિજન-૧૭ અને ઓક્સિજન-૧૮ના સાપેક્ષ પ્રમાણનો છે. (એક જ મૂળભૂત પદાર્થ (તત્ત્વ)ના એવા પરમાણુઓ જેના ગુણધર્મો સમાન હોય પરંતુ તેમના પરમાણુઓના દળ (વજન) જુદા હોય છે તેને એકબીજાના  સમસ્થાનિકો કહે છે).

આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ સમગ્ર સૌરમંડળમાં બદલાતું હોય છે. તેના પરથી સ્થાપિત કરી શકાય કે કોઇ ઉલ્કાપિંડ ચંદ્ર પરથી આવેલ છે કે લઘુગ્રહ પરથી આવેલ છે કે મંગળ પરથી આવેલ છે. મંગળ ગ્રહ પર સિલિકેટના અણુઓમાં ઓક્સિજન-૧૭નું પ્રમાણ સ્હેજ વધારે હોય છે તે પરથી ઉપરોક્ત ઈનામને પ્રમાણિત કરી શકાય છે.

મંગળના ઉલ્કાપિંડો મંગળ પર પાણીના અસ્તીત્ત્વની માહિતી પણ આપી શકે. તેનું કારણ એ છે કે તેમાં કાર્બોનેટ્સ જેવા ખનીજો હોય છે. તે પાણીમાં તળિયે બેઠેલા હોવા જોઇએ. મંગળની કક્ષામાં પરિભ્રમણ કરતાં યાને આ ખનીજોની વિપુલ પ્રમાણમાં ભાળ મેળવી નથી. જોકે નાસાના પોલર લેન્ડર નામના યાને એવા ક્ષારો શોધી કાઢ્યા છે જે ઉપરોક્ત રીતે રચાયા હોય.

પરંતુ એવા ઘણા પૂરાવાઓ છે કે પાણી લાંબા સમય માટે મંગળ પર હતું. 'નાસા'ના ઓર્બિટર યાનો અને 'ઈસા'ના માર્સ એક્સપ્રેસ નામના યાને સપાટી પર એવા આકારો અને ચીલાઓ જોયા કે જે વિશાળ જળરાશિ દ્વારા જ રચાયા હોય અને તે પણ કદાચ ત્રણ અબજ વર્ષો પહેલા રચાયા હોય. મંગળના ઉલ્કાપિંડમાંથી જે કાર્બોનેટ નિક્ષેપ મળી આવેલ છે તેનું રેડિયો - આઇસોટોપ અર્થાત્ કિરણોત્સર્ગી સમસ્થાનિકોની કાલગણના કરતાં તેનો ઉદ્ભવ ૩.૯ અબજ વર્ષ પહેલા થયો હોય તેમ માલૂમ પડે છે. આમ ઉપરોક્ત તારણને પુષ્ટિ મળે છે.

મંગળના ઉલ્કાપિંડોના અભ્યાસ પરથી ૧૯૭૮માં શોધી કાઢવામાં આવ્યું હતું કે ઉલ્કાપિંડોમાં જે ખનીજોના વિક્ષેપ મળ્યા છે તે મંગળ પર પાણીના લીધે થયેલ છે. આ જ તારણના ૨૫ કરતા વધારે વર્ષો પછી નાસાના રોવર યાનો સ્પીરીટ અને  ઓપોરચ્યુનીટીએ  પૂરાવા આપ્યા હતા.

અલબત્ત ઉલ્કાપિંડોએ મંગળના ગ્રહ પર સમૃધ્ધ જીવન વિકાસ પામ્યું હોવું જોઇએ. ઉલ્કાપિંડના અભ્યાસ પરથી મળેલ આ તારણને જબરજસ્ત પ્રસિધ્ધિ મળી હતી. તે એટલે સુધી કે ઓગસ્ટ ૧૯૯૬માં તે વખતના અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને આ સમાચારને આશ્ચર્યચકિત કરનારા રહ્યા હતા. તેનું કારણ એ છે કે આજથી ૧૩૦૦૦ વર્ષ પહેલા એન્ટાકટીકની એલાન હિલ્સ પર પડેલો 'એએલએચ ૮૪૦૦૧'થી ઓળખાતો મંગળનો ખડક મળી આવ્યો હતો. નાસાના વૈજ્ઞાાનિકોએ 'એએલએચ ૮૪૦૦૧'માં નેનોમીટર માપના 'જીવાશ્મ' હોય તેવા ચિહ્નો મળી આવ્યા હતા. (અત્રે યાદ રહે કે મીટરના એક અબજમાં ભાગને નેનોમીટર કહે છે)

પરંતુ આ પહેલી વખત નથી જ્યારે ઉલ્કાપિંડમાં જીવનના પૂરાવા મળી આવેલ હોય. ઈંગ્લેન્ડની ઓપન યુનિવર્સિટીએ ૧૯૮૯માં શોધી કાઢેલ એન્ટાર્કટિકમાંથી મળી આવેલ બીજા ઉલ્કાપિંડ 'ઈઈટીએ-૭૯૦૦૧'માં પણ મહત્વની ખોજ કરી હતી. તેમાં રહેલ કાર્બોનેટમાં તેમણે અમુક પ્રમાણ કાર્બનિક દ્રશ્યનું જોવા મળેલ. પૃથ્વી પર સજીવોના અવશેષો છોડી જાય તેવું આ દ્રશ્ય હતું.

એન્ટાર્કટિકામાં મળેલ ઉલ્કાપિંડ એએલએચ ૮૪૦૦૧માં જીવનના સંકેત મળ્યાના અજીબોગરીબ સમાચારની સનસનાટી પછી ભૂસ્તરશાસ્ત્રીઓ અને જીવાશ્મ અને કાર્બનિક દ્રવ્યની તપાસ કરી. કેટલાકનું એવું માનવું હતું કે તેમાંના જીવાશ્મ કૃત્રિમ રચના છે અને તેમાંનું કાર્બનિક દ્રવ્ય ઉલ્કાપિંડ પૃથ્વી પર પડયા પછી થયેલ સંદુષણ છે. તેમ છતાં તેનાથી જે આશા જન્મી તેણે 'બીગલ-૨' યાનને જીવનની તલાશમાં મંગળની યાત્રાએ મોકલવાને બળ મળ્યું.

૧૯૯૬ પછી 'ઈઈટીએ ૭૯૦૦૧' ઉલ્કાપિંડમાં કેટલાક વધારે કાર્બોનેટ નીક્ષેપનું પૃથ્થકરણ કરેલ છે. તેમાં માલૂમ પડેલ છે કે કાર્બનિક દ્રવ્યો ઉલ્કાપિંડ રૃપે આવેલા મંગળના ખડકના એક ભાગમાં જ માલૂમ પડે છે. આ પરિણામ એમ બતાવે છે તેનું કારણ સંદુષણ હોઇ શકે નહીં.

એક ભાગમાં કાર્બન જમા થયો હોય અને બીજા ભાગમાં ન જમા થયો હોય તેવું પૃથ્વી પર પડયા પછી સંદુષણના કારણે બન્યું હોય તે શક્ય નથી. વળી એન્ટાર્કટિકમાં પીગળેલ પાણીમાં એટલો ઓછા પ્રમાણમાં કાર્બન હોય કે ઉલ્કાપિંડના ખડકમાં સંદુષણ કરવા મોટા પ્રમાણમાં પાણી તેમાં ઉતર્યું હોય. આટલો કાર્બનિક નીક્ષેપ જમા થવા માટે ઉલ્કાપિંડ ઘણાં જ મોટા પ્રમાણમાં પાણી ઉતર્યું હોવું જોઇએ.

બીગલ-૨ના જીવનની તલાશના સંદેશો આવે તેવી અપેક્ષાસહ આઠ વર્ષ પહેલા જ પાણી ફરી વળ્યું હતું. એવું લાગે છે કે હજુ એટલો સમય રાહ જોવી પડશે. જ્યાં સુધી બીજું લેન્ડરયાન મંગળ પર જીવનની માહિતી ન મોકલે ત્યાં સુધી રાહ જોવી પડશે. અલબત્ત મંગળથી આવેલા બીજા કોઇ ઉલ્કાપિંડના ટુકડામાં હજુ સુધી વણશોધાયેલ રહસ્ય મળી આવે. કોને ખબર તમને ઈનામમાં મંગળનો નાનકડો ટુકડો મળે તેમાં છુપાયેલ હોય ?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments