Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાઇલ્ડ કેર- મૌલિક બક્ષી

બાળક માટી ખાય છે ?

બાળક પર સતત ધ્યાન રાખો માટી ખાય તે અરસામાં તેનું ધ્યાન બીજે દોરવું. હાથની રમતો-ચેષ્ટામાં મજા આવે તેવી પ્રવૃત્તિઓ કરાવવી. તેને મારવું નહીં, બીક બતાવવી નહીં. માટી ખાવાનું તુરત નહીં મટે, સમય લાગશે

શું બાળક માટી ખાય છે ? ચંપલ ચાટે છે ? કલર ખાય છે ? ચૂનો-માટીના પથરા-ઇંટના ટુકડા ખાવાનું મન થાય છે ? કેટલાક બાળકો કાગળ ખાય ? - તમને જાણીને આશ્ચર્ય થતું હશે. બાળકો ન ખાવાની વસ્તુ ખાય. તેને વિજ્ઞાાનની ભાષામાં PICA - પાઇકા કહેવાય છે. આ વિચિત્ર લશ્રણનું વિજ્ઞાાન સમજવા જેવું છે.

બાળકને મોંમાં વવળાટ થવો - ૩ મહિના પછી બાળક મોંમાં હાથ નાખે. વધુ લાળ વહેવડાવે. ૪ થી ૬ મહિનાની વચ્ચે રમકડા મોંમાં નાખે.

લગભગ ૯ મહિના સુધી આ પ્રક્રિયા વારંવાર કરશે આને 'માઉથીંગ'નો સમય કહેવાય. બાળકને મોંમાં 'વવળાટ' આવે. કશુંક સ્પર્શે તે તેને ગમે છે. દાંત આવવાથી પેઢા કડક થતા હોય - આ કારણસર લગભગ ૧ વર્ષ સુધી ગમે તે વસ્તુ મોંમાં નાખવાની જાણે ટેવ ન પડી હોય ? તેની ચિંતા ન કરશો. તેની કોઇ સારવાર આપવાની ન હોય. દાંતની મમરીઓ કોઇ અસર કરી ન શકે.

માટી કેમ ખાય ? - ૧ થી ૨ વર્ષ સુધીમાં પણ મોંમાં નાખવાની આંતરિક ઇચ્છા ઓછા વત્તા પ્રમાણમાં પ્રબળ રહે. ૨ વર્ષ પછી બાળકને ન ખાવાની વસ્તુઓ ખાવાનું રહે તે રોગ કહી શકાય. ખુલ્લામાં લાંબો સમય બાળક રમતું હોય, એકલુ પડીજતું હોય કે માતા-પિતાનું ધ્યાન કયારેક ઘટી જાય ત્યારે બાળકને માટી ખાવાની ટેવ પડે. બાળકમાં સહજપણે આવુ ખાવાનું કેમ મન થાય તે વિષે અનેક વૈજ્ઞાાનિક ખ્યાલો છે : પરંતુ આપણે એટલું સમજીએ કે આ રોગ નથી લક્ષણ છે.

માનસિક કારણથી થાય છે તો એટલી સમજ પૂરતી છે. બાળક માટી ખાય તો આંતરડામાં કૃમિનો ચેપ લાગે, લોહી ફીકુ પડે. અને નબળાઈ આવે. ક્યારેક સીસાનું પ્રમાણ શરીરમાં વધે તો લોહી પર વિકાર ઉત્પન્ન કરે. બધા કેસને બધી જ આડઅસર ન પણ થાય. પરંતુ જેટલો લાંબો સમય અને જેટલા વધારે પ્રમાણમાં માટી ખાય તે પ્રમાણમાં આડઅસર વધારે રહે.

શું સારવાર ? યાદ રાખો કે માટી ખાવાનો રોગ માનસિક છે, બાળક પર સતત ધ્યાન રાખો માટી ખાય તે અરસામાં તેનું ધ્યાન બીજે દોરવું. હાથની રમતો-ચેષ્ટામાં મજા આવે તેવી પ્રવૃત્તિઓ કરાવવી. તેને મારવું નહીં, બીક બતાવવી નહીં. માટી ખાવાનું તુરત નહીં મટે, સમય લાગશે. તમારા ડોકટરનો સંપર્ક કરો. ડોકટર લોહીની જરૃરી તપાસ કરે તો કરાવવી. બધા જ માટી ખાતા બાળકોને કૃમિની તથા આયર્નની દવા આપવામાં આવે છે. કેટલાક કેસને લોહ તત્વના ઇંજેકશન આપવામાં આવે છે. ઇંજેકશન સાથે પીવાની દવાઓ અવશ્ય આપવી.

બધા જ કેસને ઇંજેકશનની જરૃર હોતી નથી. બાળકની તમે વધારે સમય અને હુંફ આપો. તેની સાથે રમો, રમી શકે તેવી ઉંમર હોય તો માટી કામ (Clay) પેન્સીલથી કાગળ પર ચિત્રકામ, રમકડા એકબીજા પર ગોઠવવા - વિગેરે રચનાત્મક રમતો પૂરી પાડો, તમારી સંભાળ અને સારવારમાં આત્મવિશ્વાસ રાખજો, માટી ખાવાનો રોગ મટતા સમય થાય તો અયોગ્ય  ન માનશો.



 

Post Comments