Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

પુરુષ હું...યાયાવર સા સુખ ખોજતા હું...

૧૯ નવેમ્બર : ઇન્ટરનેશનલ મેન્સ ડે

માનવસૃષ્ટિનું ચક્ર અવિરત્ ચાલતું રહે તેના માટે ઇશ્વર દ્વારા પુરૃષ અને સ્ત્રીની રચના કરવામાં આવી છે. આ પૃથ્વી પર ઇશ્વરે મને પુરૃષનું કિરદાર નિભાવવા આપ્યું છે. મારો જન્મ થયા બાદ સમજણનો કક્કો ઘૂંટી રહ્યો હોવું ત્યારથી જ મગજમાં ઠસાવી દેવાનું શરૃ કરી દેવામાં આવે છે કે, 'હું પુરૃષ છું અને સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ અનુસાર જ વર્તવાનું છે.

' બાળપણમાં રમતી વખતે ઈજા ગમે તેટલી વધારે કેમ ના થઇ હોય મને કહેવામાં આવે છે કે, 'શું છોકરી જેમ રડે છે? આવું બધું તો વાગ્યા કરે.'  બસ, ત્યારથી જ ઇચ્છા-અનિચ્છા છતાં મને શિખવાડવામાં આવે છે કે દર્દ થાય તો પણ અંડરથી રડી લેવાનું, લોકોને આંસુ દેખાવવા જોઇએ નહીં.

કિશોરાવસ્થામાં પ્રવેશતાં જ મારી અંદરનો પુરૃષ નવા રોમાંચને માણવા, નવા પડકારનો સામનો કરવા થનગનવા લાગે છે. કોલેજમાંથી કોણ વધારે ગુલ્લી મારે છે તેનું કોઇ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે તો તેમાં મારો જ મોખરાનો ક્રમ હશે. કેમકે, ગુલ્લી મારવી તે પણ મારા રોમાંચની વૃત્તિને સંતોષે છે.

સૌંદર્ય જોવું મારા સ્વભાવમાં છે અને કોઇ સુંદર યુવતી પસાર થાય તો તેની સામે થોડી સેકન્ડ માટે નજર પણ કરી લઉં છું.  તેનો મતલબ એવો બિલકુલ નથી કે  કોઇ યુવતીને ખરાબ નજરે જોઇ રહ્યો છું. હા, કેટલાક એવા દુષ્ટ લોકો એવા પણ હોય છે જે યુવતી પર ખરાબ નજર નાખવી પૌરૃષત્વ લજવે છે. અમારું કામ યુવતીને રક્ષણ આપવાનું છે.

કોલેજ પૂરી થતાં જ અને ખાસ કરીને લગ્ન બાદ મારું જીવન ૩૬૦ ડિગ્રીનો વળાંક લઇ લે છે. યુવાનીમાં હું ભલે ઠાવકો કે બિન્ધાસ્ત દેખાતો હોઉં પણ પરિવારની જવાબદારી આવતા જ મારામાં આપોઆપ પરિપક્વતા જોવા મળશે. યુવાનીના દિવસોમાં હું ભલે એવી બડાશ હાંકતો હોઉં કે , 'ફલાણા પર્ફ્યૂમ વિના હું ઘરની બહાર પગ જ મૂકું નહીં કે મને આ જ બ્રાન્ડની જીન્સ ફાવે.

' પરંતુ પરિવારની જરૃરિયાત પૂરી કરી શકું તેના માટે બધા જ શોખને તિલાંજલિ આપું છું. ઘણી વખત તો મેં નવા કપડાની ખરીદી પણ ટાળી છે, જેથી પત્નીને કોઇ સારા વેકેશન કે સંતાનોની જરૃરિયાત પૂરી કરવા કરકસર કરી શકાય. ઓફિસ જતી વખતે એક હાથમાં એક્સિલેટર કે સ્ટિયરિંગ વ્હિલ હોય છે  જેના દ્વારા 'યસ્સ સર, યસ્સ સર થઇ જશે.

એમાં કામ ચાલુ જ છે...હા તે કામ ઝડપથી પૂરું કરાવું જ છું... સોરી સર...' નો સંવાદ સાંભળવા મળશે અને સાંજે હું ઘરે પાછો ફરી રહ્યો હોઇશ ત્યારે આ જ સ્થિતિ હશે પણ સંવાદ આવો હશે કે, 'સોરી ડાર્લિંગ..આજે ઓફિસના પ્રેશરમાં તારા પર ગુસ્સો થઇ ગયો...આજે તમને બધાને ડિનર પર લઇ જાઉં છું. આપણી સ્વિટુને પણ કહેજે તૈયાર રહે..તેના માટે સરસ રમકડું પણ ખરીદ્યું છે.

' ઘરે થાકીને લોથ પોથ થઇને હાથમાં રિમોટ સાથે બિગ બોસ, ન્યૂઝ ચેનલની ફાઇટ કે સાઉથની બી ગ્રેડની ફિલ્મ જોઉં તો ઘરના અન્ય સભ્યો એમ વિચારે કે આ શું ઢંગધડવા વિનાનું જોવે છે. પણ હકીકતમાં મારું ધ્યાન તે સમયે ટીવીમાં નહીં પણ આવતીકાલે ઓફિસના ટાર્ગેટ પૂરા કરવા, સ્કૂલની ફી-ઇએમઆઇ ભરવા પર હોય છે, જેથી મારા પરિવારના સભ્યોને કોઇ તકલીફ પડવી જોઇએ નહીં.

'સિંઘમ' ફિલ્મના વિલન જયકાંત શિકરે જેમ 'કુછ ભી કરને કા ઈગો હર્ટ નહીં કરને કા' મૂડમાં આવીને પત્ની-સાસુ વચ્ચે કોલ્ડવોર થાય ત્યારે મારા માટે નટબજાણીયા કરતા પણ વધારે સંતુલન રાખીને ચાલવું પડે છે. મારી ચાની કિટલી અને પાનનો ગલ્લો એટલે મારા માટે પિયર.મને સતત પડકારોનો સામનો કરવો ગમે છે. ઘણી વાર એવા પણ આક્ષેપ થતાં હોય છે કે હું લગ્ન બાદ બદલાઇ ગયો છું.

સાચી વાત એ છે કે હું નહીં પણ મારા સંજોગો બદલાયા છે.  જીવનની લડાઇમાં હું પણ હારું છું-થાકું છું-રડવાની પણ ઇચ્છા થાય છે પણ પરિવારનો ચહેરો સામે આવી જતાં નવા  જ જોશનો સંચાર થાય છે. મારા જીવનનો એક જ સિદ્ધાંત છે કે પરિવારને તકલીફ પડવી જોઇએ નહીં, 'મારી હયાતીમાં કે મારા પછી પણ.'

...અને છેલ્લે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પુરૃષ અંગેની એક  કવિતા : પુરૃષ હૂં...ક્રંદન મેરી ગતિ નહીં, પરિસ્થિતિ પલાયન મેરી મતિ નહીં, ઇસ લિયે હંસતા હૂં ઠહાકે માર કર, હાહાકાર સે સ્વંય કો ઉભાર કર, પુરૃષ હૂં...અશ્રુ મેરી શોભા નહીં,

સહાનુભૂતિયોં સે મેરી પ્રભા નહીં, યાયાવર સા સુખ ખોજતા હું, બહુદા ભરી ભીડ મેં એકાંત ભોગતા હૂં, પુરૃષ હું...અપને હી આદર્શો પર જિયા બહુતબાર  શિવ કી તરહ હલાહલ પિયા, મૈને સૃજન કીયા- સંઘાર જિયા, બસ ભીતર કા અશ્રુ નહીં બહને દિયા....'
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments