Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

ભ્રષ્ટાચારીઓની દ્યુુત સભાના 'વિકર્ણ'

૯ ડિસેમ્બર : ઇન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે

ઠંડીની મોસમમાં ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે અને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચરમસિમાએ છે ત્યારે જે શબ્દ સૌથી વધુ કાને અથડાતો હોય તેમાં 'ભ્રષ્ટાચાર'નો સમાવેશ પણ થાય છે.

થોડા સમય અગાઉ કરવામાં આવેલા એક વૈશ્વિક અભ્યાસ અનુસાર ૬૫%ભારતીયોએ કબૂલાત કરી હતી કે સરકારી કાર્યાલયમાં તેમનું કામ 'મીટરગેજ'ને બદલે 'બુલેટટ્રેન'ની ગતિએ આગળ વધે તેના માટે જે-તે અધિકારીને લાંચ-રૃશ્વત આપી છે.

યુનાઇટેડ નેશન્સ દ્વારા ૯ ડિસેમ્બરની ઉજવણી 'ઇન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે' તરીકે કરવામાં આવે છે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે 'નૈતિક્તા નાદારી નોંધાવે અને પોતાની જાતને વેચવી  એટલે ભ્રષ્ટાચાર. ' બ્રિટનના સર જ્હોન એક્ટનનું અમર બની ચૂકેલું વાક્ય છે કે 'સત્તા ભ્રષ્ટ કરે છે, અમર્યાદ સત્તા અમર્યાદ ભ્રષ્ટાચાર લાવે છે.

' જેમ શુદ્ધ પાણીમાં નમક ભળી જાય તેમ ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં વણાઇ ગયો છે. કાચના ગ્લાસમાં ભરેલું તે પાણી ભલે ચોખ્ખું લાગે પણ તેને પીવામાં આવે ત્યારે અહેસાસ થાય કે તેમાં કેટલી ખારાશ છે, બસ આવું જ કંઇક આપણી સિસ્ટમમાં વણાઇ ગયેલા ભ્રષ્ટાચારનું છે.

અલબત્ત, આપણી પ્રવર્તમાન સિસ્ટમમાં ફક્ત અંધકાર જ છે તેમ પણ માની લેવાની જરૃર નથી. કેટલાક જાંબાઝો એવા પણ હોય છે જેઓ સિસ્ટમમાં રહીને ભ્રષ્ટાચારના અંધકારને ઉલેચવાનો પ્રયાસ અવશ્ય કરે છે.

મહાભારતની ધુત સભામાં દુશાસન દ્રોપદીનું ચીરહરણ કરી રહ્યો હતો અને તેની સામે પાંડવો જ નહીં ભીષ્મ પિત્તામહ, દ્રોણાચાર્યે પણ આંખો નીચી રાખી મૌન ધારણ કરી લીધું ત્યારે દુર્યોધનના ૯૯ ભાઇઓમાંથી વિકર્ણ એકમાત્ર એવો હતો જેણે આ ઘટના સામે એમ કહીને અવાજ ઉઠાવ્યો હતો કે, 'આ ખોટું થઇ રહ્યું છે. ' ભ્રષ્ટાચારીઓ આપણી સિસ્ટમનું ચીરહરણ કરી રહ્યા હોય ત્યારે કેટલાક વિકર્ણ પણ હોય છે જેઓ પોતાની સાથે શું થશે તેના પરિણામની પરવા કર્યા વિના તેની સામે સચ્ચાઇનું શસ્ત્ર ઉગામે છે.

ગત મહિને ભ્રષ્ટાચારના આક્ષેપને મામલે સાઉદી અરેબિયાએ  પ્રિન્સની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જોગાનુજોગ એ જ દિવસોમાં આપણા એક આઇએએસ ઓફિસર અશોક ખેમકાની ત્રણ દાયકાની કારકિર્દીમાં ૫૦મી વાર ટ્રાન્સફર કરવામાં આવી. કારણ? તેઓને જે પણ જવાબદારી સોંપાઇ તેમાં તેમણે ભ્રષ્ટાચારી મંત્રી-અધિકારીઓની પોલ ઉઘાડી પાડવાની  'ભૂલ' કરી તેનો 'શિરપાવ'.

થોડા વર્ષ અગાઉ હરિયાણામાં કામગીરી અદા કરી રહ્યા ત્યારે તેમણે ટોચના રાજકારણીઓને સાંકળતું એક મોટું જમીન કૌભાંડ નીડર થઇને બહાર પાડયું હતું. જેના માટે ના કેવળ તેમની ટ્રાન્સફર થઇ પણ તેમને જાનથી મારવાની ધમકી પણ મળી. પરંતુ તેની પરવા કર્યા વિના આજે પણ તેઓ ભ્રષ્ટાચારીઓ લડી રહ્યા છે. આવા જ એક જાંબાઝ સરકારી અધિકારી એટલે આંધ્ર પ્રદેશનાં આઇએએસ ઓફિસર પૂનમ માલાકોન્ડૈયા.

તેમને એગ્રિકલ્ચર કમિશ્નરની સોંપવામાં આવી ત્યારે બીજનું ઉત્પાદન કરતી એક મલ્ટિનેશનલ કંપનીને નિયમ અનુસાર ટેકાના ભાવથી વેચાણ કરવા ઘૂંટણીયે પાડી દીધી હતી. જોકે, મલ્ટિનેશનલ કંપનીને થયેલું નુકસાન આપણા નેતાઓથી જીરવાયું નહીં અને આ ઘટના બાદ પૂનમ માલાકોન્ડૈયાની  છ વર્ષમાં સાત વખત ટ્રાન્સફર થઇ હતી.

બિહારના મંજો નાથ માત્ર ૨૦ વર્ષની ઉંમરે આઇપીએસ બની ગયા હતા. ૩૯ વર્ષની કારકિર્દીમાં તેમણે નિર્ધાર કર્યો હતો કે ગમે તે પરિસ્થિતિ આવે પણ તેઓ કયારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં જ કરે. ૧૯૮૦માં તેઓ બોકારોના એસપી હતા ત્યારે તેમણે બોકારો સ્ટિલના એમડીની ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ ધરપકડ કરી હતી. જેના 'ઇનામ' તરીકે મંજો નાથને ૨૪ કલાકમાં જ બદલીના આદેશ આપી દેવામાં આવ્યા હતા.  તેઓની કારકિર્દીમાં કુલ ૪૦ વખત ટ્રાન્સફર થઇ હતી.

ગોવિંદ રઘુ ખેરનાર. ૧૯૯૦ના દાયકામાં આ એક નામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. બ્રિહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર તરીકે તેમણે મુંબઇમાં થયેલા ગેરકાયદે બાંધકામ સામે હથોડા ઉગામવાનું શરૃ કરી દીધું હતું.  જેના કારણે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનને જી.આર.ખેરનારે હાઇકોર્ટમાં પડકાર્યો.

જેમાં ખેરનારને ક્લિનચીટ મળતા તેમને ડેપ્યુટી કમિશ્નરની જવાબદારી પુન:સોંપવામાં આવી હતી..૯ ડિસેમ્બરે ચૂંટણી સાથે 'એન્ટિ કરપ્શન ડે' છે ત્યારે ભ્રષ્ટાચાર સામે લડતા આવા દરેક સરકારી અધિકારી અને સામાન્ય નાગરિકોને સલામ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments