Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

સંજુ : બાબા રે બાબા , યે ક્યા હો ગયા ? આંખે હૈ ખુલી ઔર 'સચ'ખો ગયા !

આપણી સંસ્કૃતિ તો જ્યાંથી જે સારું ગ્રહણ કરવા જેવું લાગે એ બાકીનું ફિલ્ટર કરી અપનાવવાની રહી છે, એટલે તો વર્ષોની વિદેશી ગુલામી છતાં ય ટકી છે

'સંજુ' ફિલ્મ રિલીઝ થઇ એટલે અપેક્ષા મુજબ માત્ર સોશ્યલ નેટવર્ક પર થતી સક્રિય થઇ જતી હળાહળ કોમવાદી માનસ ધરાવતી 'રૃદાલી'ઓનો કકળાટ સંભળાવા લાગ્યો. અદ્દલ ડાબેરી સ્યુડો સેક્યુલર્સની સ્ટાઈલમાં બીજાની પસંદગીના નિર્ણયોની ચોટલી પોતાના હાથમાં રાખવાને ધર્મ સમજતા આ મિરર તાલીબાની માન-સિકતા ધરાવતી રૃદાલીઓ નવરા બેઠાં કાલ્પનિક કોન્સ્પીરસી થિયરીઝ ફેલાવીને ભોટ લોકોનું બ્રેઈનવોશિંગ કરવામાં ઉસ્તાદ હોય છે. અમુક જ કલરના ચશ્માં પહેરી આપણને ચોક્કસ એન્ગલથી જ દ્રશ્ય બતાવતા મીડિયાની પેઠે એ બધા સિલેક્ટીવ મેમરી રાખી પહેલી નજરે ધારદાર લાગતી પણ બીજી નજરે ખોખલી થઇ જતી દલીલો કરશે. અંતે પ્રતિબંધ અને બહિષ્કાર દ્વારા જ દેશપ્રેમ સાબિત કરવાનો ધોકો પછાડયા કરશે.

આ ટિપિકલ મોડસ ઓપરેન્ડી છે, જે કાયમ તૈમૂરની મમ્મી કરીના કપૂરને સૈફ અલી ખાનની 'બેગમ' તરીકે સંબોધ્યા કરશે. પણ કદી ય એ નહી ક્હે સૈફની સગી બહેન સોહા પણ એક કાશ્મીરી પંડિત હિંદુ એવા કુણાલ ખેમુની ગૃહલક્ષ્મી છે. ઈનફેક્ટ, આવું કહી એમના વિભાજનવાદી ઝેરીલા પ્રચાર સામે માનવતાવાદી અને પ્રગતિશીલ સત્યો મુકનાર લોકોનીં  ય બદબોઈ કરશે, કારણ કે એમના ટવીસ્ટેડ ટ્થના પરપોટામાં પંચર પડે એ એમને નથી ગમતું હોતું. પણ એમના આ પાગલપ્રલાપ સામે સેન્સિબલ મોડર્ન વાતો કરનારાઓને મળતું પ્રચંડ જનસમર્થન જોઇને એ બધા કાયમ ઠૂઠવો મુક્યા કરે છે રોક્કળ સાથે. ધેટ્સ વ્હાય રુદાલીઝ.

લેટેસ્ટ સેમ્પલ સંજુ ફિલ્મ સામે વાઈરલ કરવાના પ્રયાસો થયેલા એ વાઈરસ જેવો મેસેજ છે કે બોલીવૂડ ક્રિમિનલ્સને જ ગ્લોરીફાઈ કરતી ફિલ્મો બનાવ્યા કરે છે, પણ પોઝિટીવ પ્રેરણા આપતા આપણા નેશનલ હીરોઝ પર ફિલ્મો નથી બનાવતું. જુઓ, આ અમે અમારું ચણીબોરના ઠળિયાની સાઈઝનું ભેજું લડાવી શોધી કાઢેલું કલ્ચરલ ટેરરિઝમ છે. બ્લા બ્લા. વોટ એ જોક. એ ખરું કે બોલીવૂડ જ નહિ પણ હોલીવૂડ, અરે વર્લ્ડ સિનેમા અને સાહિત્યને ક્રાઈમ સ્ટોરીઝમાં અને નેગેટીવ કેરેક્ટર્સમાં રસ પડે જ છે. આના પર વિગતે અગાઉ લખ્યું છે, માટે ટૂંકસાર એટલો જ કે માનવમન ગાંધીયન મોરાલિટી પર નથી ચાલતું. ક્રાઈમના સમાચારો બધાને રસપ્રદ લાગે જ. ભલે પોઝિટીવ ન્યુઝની કોસ્મેટિક ગુલબાંગો મારવામાં આવે, નેગેટીવ ન્યુઝ આવે જ નહી એવા સમાચારપત્રોને જાહેરાત મેળવવાના ય ફાંફા પડે કારણ કે રીડરશિપ રહે જ નહી. ગુજરાતીમાં આવા સાત્વિક મેગેઝીન્સની થયેલી દુર્દશા નજર સામે છે. યુ જસ્ટ કાન્ટ બીટ નેચર.

પણ હિન્દી ફિલ્મે પોઝિટીવ નેશનલ હીરોઝ પર કંઈ ઓછી ફિલ્મો નથી બનાવી. મોટી સ્ટારકાસ્ટ સાથે ય બનાવી છે. પણ આવી ફિલ્મો કેમ નથી બનાવી - એવું રુદન કરનારાઓને ય એ યાદ નથી આવતી, મતલબ એમને જ વેરભાવે ભક્તિની માફક મુસ્લિમ ડોન લોકોની ફિલ્મો જ યાદ રહી જાય છે ! બાકી 'મંગલ પાંડે' અને 'સરદાર' કેતન મહેતાએ બનાવી છે.

ગાંધી પર પહેલી ફિલ્મ એટનબરો બનાવી ગયા, પછી ગાંધીને કેન્દ્રમાં રાખીને આઠ-દસ ફિલ્મો બની ગઈ. ( એ ય અગાઉ લખાઈ ગયું). ભગતસિંહ પર પાંચેક ફિલ્મો બની ગઈ. મિલ્ખા સિંહ, અશ્વિની નાચપ્પા, એમ. એસ. ધોની, મેરી કોમ વગેરે સ્પોર્ટ્સ આઇકોન્સ પર ફિલ્મો બની. બાજીરાવ પેશ્વા અને સમ્રાટ અશોક પર બિગ બજેટ ફિલ્મો બની. નીરજા, એરલિફ્ટ અને રેઇડ જેવી ફિલ્મો સત્ય ઘટનાઓના આઇકોન્સ પરથી બની. પ્રામાણિક પોલીસ અફસરો પરથી ફિલ્મો બની છે. સુભાષબાબુ અને બી.આર. આંબેડકર પર બાયોપિક બની છે. ચિત્રકાર રાજા રવિવર્મા ( રંગરસિયા )  અને પ્લેન ઉડાડવાની કોશિશ કરનાર વિજ્ઞાાની શિવકર તાલપડે ( હવાઈઝાદા) બની છે. 'પેડમેન' અને 'પરમાણુ' તો હમણાની જ ગણાય. પાન સિંહ તોમર અને ફૂલન જેવા અન્યાય સહન કરી ડાકુ બનેલાની બાયોપિક પણ બની. મોહે જો દરો અને ચિત્તાગોંગના ક્રાંતિકારીઓ પર ફિલ્મો બની. બોર્ડર અને એલઓસી પર ફિલ્મો બની. કારગિલ જેવા યુધ્ધો પર બની.

ગાઝી એટેક અને ભારતીય જાસૂસની સત્યઘટના પરથી તાજી જ હિટ 'રાઝી' બની. ફોગાટ બહેનો પરથી 'દંગલ' બની  એમ દોડવીર બાળક બુધિયા પર પણ ફિલ્મ બની અને એવરેસ્ટ આરોહણ કરનાર ચેમ્પિયન પર પણ બની. તિગ્માંશુ ધુલિયાની અફલાતૂન 'રાગ દેશ' ફિલ્મ આઝાદ હિન્દ ફોજના વીરલાઓ પર બનીને આવી. અત્યારે પણ ગોલ્ડ, કેસરી, રાણી લક્ષ્મીબાઈ અને સ્ટ્રીટ ચિલ્ડ્રનને સિવિલ સવસ ઓફિસર બનાવનાર આનંદ કુમારની જીવનગાથા જેવી અડધો ડઝન પોઝિટીવ દેશપ્રેમના આઇકોન્સની ફિલ્મો બની રહી છે. મતલબ, રુદાલીઓની નજર ભાઈલોગની ફિલ્મો પર એટલી ચોંટેલી રહે છે કે એમને બીજી કોઈ દેખાતી જ નથી ! ખીખીખી.

હા એ ખરું કે, આમાંની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા ન મેળવી શકી. મતલબ, આપણો દેશપ્રેમનો દેખાડો દંભી છે. જે પરદેશી કંપનીઓના મફત સોશ્યલ નેટવર્ક પર ટાઈપ થતી કોમેન્ટ્સમાં ઉછાળા મારે છે. પણ આપણા દેશના અસલી નાયક-નાયિકાઓ પર પોઝિટીવ ફિલ્મો બને ત્યારે એના વખાણ કરવા છે, પણ પૈસા ખર્ચીને દોડીને જોવા નથી જવી. ડિટ્ટો, એવા લેખો-પુસ્તકો. મનોરંજન મનમાં ભાવે ને  બહાર એનું નામ પડે ત્યારે મૂંડી હલાવે ! માટે માસ પબ્લિકમાં એનું કોમ્યુનિકેશન કરવા ય મનગમતા ઈમોશનલ મસાલાઓ ઉમેરવાની ટ્રિક્સ કરવી પડે. કોરી રિયાલીટી કોઈ ચાવતું નથી. ચટણીઅથાણાથી એને સ્વાદિષ્ટ કરવી પડે. હ્યુમન એંગલનો ડ્રામા ઉમેરી પ્રેઝન્ટેશન કરવું પડે.

અને એમાં એક્કા એવા દિગ્દર્શક રાજકુમાર પાસે એમની આગવી 'હિરાણીચાસણી' છે. ગુજરાતી રાઈટર અભિજાત જોશી સાથે મળીને એલ.સી.ડી. - લાફ્ટર, ક્રાય, ડ્રામાની ફેન્ટેસી ફોર્મ્યુલા એમણે ડેવલપ કરી છે. એટલે ક્રિસ નોલાન અને રાકેશ રોશનની જેમ હિરાણી પણ એક જ વાર્તા  વારંવાર કહેતા હોવા છતાં ઓડિયન્સ થાકતું નથી ! હિરાણીસાહેબની બધી ફિલ્મોમાં કોમન મેનના અવગુણો કે ભૂલોનું પ્રતિનિધિત્ત્વ કરતો એક 'આઉટસાઈડર'  હીરો હોય. જે પોતાના કરતા અલગ વિશ્વમાં એન્ટ્રી મારે. અને ત્યાં જે સ્થાપિત પ્રોટોકોલ કે પરંપરા હોય એને ચેલેન્જ કરે. એને ચાહતા સ્વજનોને ગેરસમજ થાય, પણ અંતે હસીખુશી એની સંવેદનશીલતા અને ઇનોસન્સને લીધે એ આગવી સ્ટાઈલમાં યાત્રા કરી લાડકો બને. હીરોઈન એમાં વઘારમાં જીરું જેટલી હોય ને એક  સાઈડકિક મિત્ર કે મદદગાર હોય. વિલન પણ જરા કોમિક હોય. બસ લઝીઝ હિરાણીમૂવી ઈઝ રેડી ટુ બી સર્વ્ડ !

'સંજુ' આવી જ લહેજતદાર પારિવારિક વાનગી છે. સ્માર્ટલી હિરાણીજોશીની બેલડીએ એમાં બાપ-દીકરા, યારીદોસ્તી અને કુસંગમાં પડતા વ્યસનની સાથે લોકો અંદરખાનેથી જેના આક્રમણથી ત્રાહિમામ છે એ મીડિયા ટ્રાયલનો વન વે જજમેન્ટલ એટીટયુડ એમાં એટલી કાબિલે તારીફ રીતે ગૂંથી લેવાયો છે કે, મસાલા ઢોસામાં મસાલો જ પીરસાયો છે અને ઢોસો છે જ નહી, એ વાત સુધ્ધાં ભૂલાઈ જાય ! પિતાને 'તમારી સાત્વિકતાની વિરાટ છાયામાં એ તમારા જેવો નહિ થઇ શકે' એવું કહેતો દોસ્ત અને 'તમે મારા કરતા બહેતર સંતાનને લાયક હતા' એવું ક્બૂલતો પુત્ર એ બે સીન જ સો-સો કરોડ માટે કાફી છે. બાકી સંભવત:  ટીના મુનીમના પાત્ર પરથી જરાક પ્રેરિત લવસ્ટોરીનું હ્યુમર અને માતાની બીમારીનું કેન્સર બીજા ૫૦-૫૦ કરોડ અને ઘપાઘપ થી ક્વેશ્ચન માર્ક સુધીના ટીખળી વર્ડ્સ. ત્રણસો કરોડ પ્લસ તો થઇ જ જાય. પૈસા વસૂલ.

બ્લોક્બ્સ્ટર 'સંજુ' ફિલ્મનો હજુ એના મેકર્સને વિચાર સુધ્ધાં નહોતો આવ્યો ત્યારે જ સંજય દત્તના ફાઈટિંગ સ્પિરિટ અને અનેક વખત બાઉન્સ બેક થવામાં એને મલ્ટી કોઈ અમોઘ કુદરતી મદદ ( મા-બાપની દુઆ ?)ને બિરદાવતો લેખ લખી નાખેલો. માવાગુટકા ય ન છોડી શકવા માટે ડ્રગ એડીકટ આજે ય ફિટ એવો કસરતી બોડી બિલ્ડર જેલમાં જઈને  બને એ એમેઝિંગ ઇન્સ્પિરેશન તો વ્યસનીબંધાણીઓ માટે છે જ. ડિપ્રેશનમાં આવી જીવ ટૂંકાવી દેતી આપણી પ્રજાને સેલિબ્રિટીના એકઝામ્પલ થકી ય કશીક પોઝિટીવ પ્રેરણા મળે તો વો નેગેટીવ દાગ અચ્છે હૈ ! કારણ કે, નકરા ગાંધીશાઈ નીતિમત્તાના અનુશાસિત ઉપદેશોથી કોઈનું જીવન સીધા પાટે ચડતું નથી. આપણી સંસ્કૃતિ તો જ્યાંથી જે સારું ગ્રહણ કરવા જેવું લાગે એ બાકીનું ફિલ્ટર કરી અપનાવવાની રહી છે, એટલે તો હજારો વર્ષોની વિદેશી ગુલામી છતાં ય ટકી છે.

સંજુબાબા તો બિચારો માતા અને પત્નીના કેન્સરને લીધે સંજોગોનો શિકાર બનેલ ભોળિયો દેવદૂત છે એવો લૂલો બચાવ કરતા જેમ લાડકોડમાં છકી ગયેલા અને સારાસારનો વિવેક ગુમાવી ચૂકેલા એડલ્ટ બોડીમાં ટ્રેપ થઇ ગયેલા પ્રોબ્લેમ ચાઈલ્ડને છાવરે છે, ( કહેવાય છે કે સુનીલ દત્તની સીટના સાટા પછી સંજુની મદદ કરનાર બાલાસાહેબ ઠાકરે એ સાચું જ કહેલું કે આ બગડેલ બચ્ચાને ત્રણ કચકચાવીને તમાચા જે-તે વખતે કોઈએ માર્યા નહી એનું આ પરિણામ છે !) એમ જ એના સામેના છેડે સંજય દત્ત તો દેશદ્રોહી નાલાયક ગુનેગાર જ છે,એક્ટર કે સ્ટાર છે જ નહિ એવા સ્વીપિંગ સ્ટેટમેન્ટથી એને સદંતર વખોડનારા છે. સંજય દત્તનો સ્ટાર પાવર જેવો તેવો નહોતો. અમસ્તી જ હવે જાહેર કબૂલાત મુજબ સાડા ત્રણસો ીઓ સ્વૈચ્છિક રીતે ફિદા નથી થઇ. સંજય દત્તની ચાલમાં પણ પૌરુષ ટપકે છે. હી ઈઝ કિલર ચાર્મર. એની અઢળક ફિલ્મો કંઈ સાવ એમ જ સુનીલ દત્તની સ્પોન્સરશિપથી હિટ નથી ગઈ ! અને અમસ્તો જ લોકોએ બધા કેસ ને લફરાં-અન્ડરવર્લ્ડ પછી વધાવી નથી લીધો. મુન્નાભાઈનો રોલ આવી રીતે ભજવવો આસાન નથી. મોબાઈલનો કેમેરા ચાલુ કરી કરો ટ્રાય જો લાગતો હોય તો !

પણ સંજુ ફિલ્મ એની લાઈફના ઘણા મહત્વના ચેપ્ટર ઉડાડી દે છે. માધુરી સાથેનો રોમાન્સ કે રિયા પિલ્લાઈ સાથેના લગ્ન જેવી બાબતે તો ઠીક સામા પાત્રો નારાજ થાય એટલે ચૂપ રહેવામાં આવે. પણ ત્રીજી સત્તાવાર પત્ની માન્યતા ઉર્ફે દિલનવાઝ શેખને લીધે સંજય ગુપ્તા જેવા પાર્ટનર્સ ઇન ક્રાઈમ ગણાતા દોસ્તો વચ્ચે ય બહેન પ્રિયાની જેમ ખટરાગ થઇ ગયો એ 'ઓનેસ્ટ' કન્ફેશનમાં કેમ ન આવે ? નામ,સાજન, સડક, વાસ્તવ, કુરુક્ષેત્ર, ઓલ ધ બેસ્ટ જેવી ફિલ્મોનો સાવ ઉલ્લેખ જ નહિ ? પ્રથમ પત્ની રિચા સાથેનો રોમાન્સ એક ટીવી ન્યુઝની લાઈનમાં પતાવી દેવાનો ? એમાં ય ડ્રામા છે. મા પછી પ્રેયસીને ય કેન્સરમાં ગુમાવવાનો અને જીવનની બે મહત્વની ી જુવાન ઉંમરમાં ગુમાવ્યા પછી બેઠાં થવાનો. બનેવી કુમાર ગૌરવ પણ નહિ ને બહેન પ્રિયા તો ખાલી ફનચર જ ! સુનીલ દત્ત મહાન ફિલ્મમેકર નહોતા પણ મહાન ફાધર હતા. પરેશ રાવલનો ચહેરો એમની સાથે મેચ નથી થતો. જો કે વિકી કૌશલ અને તેમણે સારો અભિનય કર્યો છે, પણ રણબીર કપૂર જેવા રાજ કપૂરના પુત્રે નરગિસના દીકરાની ભૂમિકા એવી ઓતપ્રોત થઇ ભજવી છે કે અમેરિકા રહેતી દીકરી ત્રિશલા અમેરિકાની વાતો હોવા છતાં કેમ ખોવાઈ ગઈ એવો સવાલ જ ન થાય !

આ સવાલો એટલે છે કે ઓનેસ્ટ બાયોગ્રાફીનો કલેઈમ થયો છે. પણ ઓનેસ્ટી ય ટીકાઓની માફક સિલેક્ટીવ છે. ક્રિએટીવલી દરેક ભૂલ કે ખરાબી પાછળ સંજોગોના શિકારનું સેટ અપ ગોઠવી દેવાયું છે. બાપડાબચાકડા બાબા તો આવું કરત જ નહિ પણ એ તો જરા સંગત કે સિચ્યુએશન એવી હતી ને કે બાબાજી લપસી પડયા અમથેઅમથા યુ નો ? મિત્રની ગર્લફ્રેન્ડ સાથે સુઈ જવાના સીનને ય એક સિનેરસિકે નોંધ્યું એમ જાણે દફતરના લંચબોક્સમાંથી ચોકલેટ ચોરીથી ખાધી હોય એવી હળવાશથી લેવામાં આવ્યો છે ! અનલાઈક સંજય દત્ત, મેકર્સને ખબર છે કે ભારતીય પ્રેક્ષકની નાડી કેમ પકડી લેવી. હા, એ ખરું કે સાવ આપણા રાજકારણીઓ નિવેદનમાંથી નામક્કર જાય એવી આ ફિલ્મ હરગિઝ નથી. એમાં ઘણા પતન અને તોફાન બખૂબી બતાવવામાં ય આવ્યા છે.

એની કામ કરવાની આળસ, પોશ એરિયામાં ભણતર છતાં બમ્બૈયા જબાન, એને ડાયલોગ પણ લખીને સામે કોઈએ ઉભવું પડે એ હદે વાચન કે કળાનું અજ્ઞાાન અને એના દુર્ગુણો છુપાવવામાં નથી આવ્યા. હા, એના સ્માર્ટ જસ્ટીફિકેશન જરૃર અપાયા છે. પણ એ તો હિરાણીએ સ્પષ્ટ કહ્યું છે એમ એની સાઈડનો વ્યૂ પોઈન્ટ છે. મીડિયા બાબતે અમુક ફરિયાદો થઇ છે એ સાચી ય છે કે નાહક સેલિબ્રિટીની લાઈફને માઈક્રોસ્કોપમાં મુકીને જોવામાં આવે છે. એવી જ સિચ્યુએશનમાં પોતે શું કરે પ્રલોભનો કે પ્રેશર સામે હોય ત્યારે એની ચર્ચા થઇ નથી.

બાકીના તો પોતાની લાઈફને પડદા નીચે સંતાડી બીજાની જિંદગીના કાજી થવા નીકળી પડે છે. તક મળે ખુદ ભોગવટો કરી લેતા હોય, ગલીના લુખ્ખા સામે ય બે પગ વચ્ચે પૂંછડી દબાવી સરકી જતા હોય, ખુદ ફેક પ્રોફાઈલ્સ બનાવી કોઈકની બદબોઈ કરતા હોય, થિએટરમાં સંજુ ફિલ્મ જોતી વખતે મોબાઈલ પર વાતો કરનારને જાહેરમાં ટોકી ન શકતા હોય, ને ગામના દાદાલોકોની ગુડબુકમાં રહેવાનું ગૌરવ અનુભવતા હોય એવા તળિયા વગરના લોટાઓ સંજય દત્તે કેમ અન્ડરવર્લ્ડની મૈત્રી છોડી નહિ એવું પૂછવા લાગે છે. ફિલ્મો સોફ્ટ ટાર્ગેટ છે. એમના આરાધ્ય દેવ ગુરુજીઓ કે નેતાઓ જે-તે પક્ષના હોય એ કેમ આજના ય અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠ રાખે છે, એ બાબતે કોઈ હરફ ઉચ્ચારતું નથી ! એ વખતે ભારતમાં દબદબો એવો હતો કે પોલીસવાળા ય કોઈ ને કોઈ ગુંડાની શેહમાં હોય એવું ઘણી વાર જોવા મળતું.

લેકિન,પ્રેક્ષક તરીકે જાળવેલી આટલી સંતુલિત ઉદારતા પછી ય એક બાબત તો ખટકે જ છે. જેણે સામે ચાલીને સ્પર્શવામાં આવી છે એવી મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને અન્ડરવર્લ્ડની વાત. એનો જે રીતે ચિલ્ડ્રન ફિલ્મના સ્ટોરીટેલિંગની જેમ ઓટોગોટો વાળી દેવાયો છે, એ તો હાસ્યાસ્પદ છે ! કહેવું હોય તો પૂરું ક્લીઅરલી કહો ને. વીરતા અને નૈતિકતાના એટલા ઉપદેશો ફિલ્મોમાં આપ્યા તો બીતાંબીતાં ફક્ત એક વાર દુબઈ એટલું બોલવાને બદલે લો ને સ્પષ્ટ દાઉદ કે છોટા શકીલના પોલીસ ચોપડે ચડેલા નામો, સાલેમ, ટાઈગર ને મસ્તાનનું નામ લેવાતું હોય તો બાકીના નામો કેમ નહિ ? ખુદ સંજય દત્ત જેમાં અભિનેતા હતો એવા 'શૂટઆઉટ એટ લોખંડવાલા'માં આથી વધુ સ્પષ્ટ રીતે વાતો કહેવાયેલી સત્યઘટનાની ! ઉલટું, આમાં તો પાકિસ્તાની બનેલ ડી ગેંગને બદલે સાવ ભળતી જ છાપ ઉપસાવવા કોઈક બિચારો કેસરી ખેસ વાળો ગણેશોત્સવવાળો દાદો અન્ડરવર્લ્ડના સિમ્બોલ તરીકે ગોઠવાઈ ગયો છે ! લાઈટ મેસેજ વાળી સુંદર ફેમિલી ફિલ્મો તો હૃષિકેશ મુખર્જી ય બનાવતા પણ નમક હરામ, ગુડ્ડી કે સત્યકામ જેવા નક્કર વાસ્તવ બતાવતી વખતે સિનારિયો ફીલગુડ કલરફૂલ ચિલ્ડ્રન એનિમેશન ફિલ્મ જેવો કાયમ ન રાખતા !

સંજય દત્તની ડાર્કનેસમાં ડોકિયું કરવા મળત, તો ખરેખર આ હિટ એન્ટરટેઈનર ક્લાસિક મેમરીફાઈલ બનત ! આમ પણ આપણી બાયોપિક આપણા સમાચારોની ચેનલો જેવી લાઉડ અને વનસાઈડેડ હોય છે. પશ્ચિમની જેમ સત્યઘટનાની જીવનકથામાં પ્રોટેગનિસ્ટના અંતરના અંધારા પણ અજવાળાની સાથે બતાવતા આપણને બહુ ફાવતું નથી. ગ્રે શેડ્સને બદલે બ્રાઈટ કલરના ચિત્રો જ આપણને કોઠે પડી ગયા છે. સંજય દત્તના બાવડાંના મસલ્સ જેવું એનું ટીન બ્રેઈન કદી સ્નાયુબદ્ધ થયું જ નહી અને વિવેકભાન એને રહ્યું નહિ એ રણબીર જો એનો ખોવાયેલી નશીલી આંખોનો લૂક બતાવી શકે તો આ બતાવી જ શકે. પણ પોપ્યુલર બનવાની લાહ્યમાં કાશ્મીરી પંડિત એવા પ્રોડયુસર વિધુ વિનોદ ચોપરા ( રામાયણ ફેમ રામાનંદ સાગરના સગા ભાઈ ) એ 'પરિંદા' જેવી સ્ક્રિપ્ટની ડિમાન્ડ નથી રાખી. એક તક રોળાઈ ગઈ, 'વાસ્તવ'ના પ્રતિનાયક રઘુની જેમ સંજય દત્તના ગ્રાફમાં આવતી જતી કાલિમાને કેમેરે મઢવાની. ગ્લોરીફિકેશન તો સમાજ કાયમ પાવરફુલ લોકોનું કરે જ છે. પણ આર્ટ એના એનાલિસીસમાં હોય છે !

પણ ફિલ્મે ભલે દાગને ઝાગવાલા પાણીમાં ધોયો હોય, એક્ચ્યુઅલ મુંબઈ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં રિયલ શું બનેલું, એના સંજય દત્તથી ય ઉપરવટ સંકેતોનો ઈતિહાસ શું હતો જેની અસર આજે ય આપણા વર્તમાન અને ભવિષ્ય પર કાયમ છે, અને સંજય દત્ત આ મુદ્દે દેશદ્રોહી કહેવાય કે નહિ ?

ઓવર ટુ નેક્સ્ટ સ્પેક્ટ્રોમીટર. રવિપૂત.

ઝિંગ થિંગ

''હકીકત એક જ વાર જીવી શકાય છે. બાકી તો બધા એના અર્થઘટનો જ હોય છે !'' ( સુકન્યા વર્મા )

 

Post Comments